ચિન્તા કર્યે ચાલશે ના – રવીન્દ્રનાથ ઠાકુર (અનુ. મહાદેવ દેસાઈ)
તારાં પોતીકાં જનો છોડી જશે
. તેથી કાંઈ ચિન્તા કર્યે ચાલશે ના.
તારી આશાલતા ૫ડશે તૂટી :
. ફળ ભલે ઊતરશે ના:
. તેથી કંઈ ચિન્તા કર્યો ચાલશે ના.
. મધરસ્તે અંધારું થાશે
. તેથી તું શું અટકી જાશે?
. ઓ તું ફરી ફરી ચેતાવજે દીવો,
. ખેરને દીવો ચેતશે ના :
. તેથી કાંઈ ચિન્તા કર્યે ચાલશે ના.
શુણી તારી મુખની વાણી,
વીંટળાશે વનવનનાં પ્રાણી,
તોયે કદી તારા ઘરના ઘરમાં,
. પથ્થરો પીગળશે ના,–
. તેથી કોઈ ચિન્તા કર્યે ચાલશે ના.
. બાર કદિ દીધેલાં મળશે,
. તેથી તું શું પાછો વળશે?
. તારે વારે વારે ઠેલવાં પડશે
. ખેર પછી તે હલશે ના:
. તેથી કેાઈ ચિન્તા કર્યે ચાલશે ના.
– રવીન્દ્રનાથ ઠાકુર
(અનુ. મહાદેવ દેસાઈ)
આજે સાતમી મેના રોજ કવિવરની ૧૬૩મી જન્મજયંતિ નિમિત્તે એમની એક રચના માણીએ.
મહર્ષિ કવિના ધનમૂલક વ્યક્તિત્વની આભા રચનાના શબ્દે શબ્દે ઉજાગર થાય છે. ક્યહીં લાખો નિરાશામાં અમર આશા છૂપાઈ છે’ અને ‘કરતાં જાળ કરોળિયો’ યાદ આવ્યા વિના નહીં રહે.