હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.
શીતલ જોશી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિનોદ માણેક ‘ચાતક’

વિનોદ માણેક ‘ચાતક’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ક્ષણો આકરી છે – વિનોદ માણેક ‘ચાતક’

ન ચર્ચા, ન ચોવટ, ન વાતો કરી છે
નીરવ મૌનની એ ક્ષણો આકરી છે.

ન અફવા, ન બણગા, ન ખોટું કહીશું
જરા સત્ય બોલ્યું, જુબાં પણ ડરી છે.

ન દિવસે, ન માસે, ન વર્ષે મળી તું
ફકત તું મળે એ ક્ષણો કરગરી છે.

ન વર્ષા, ન ઝરમર, ન ફોરાં, કશું ના
છતાં આભમાં સપ્ત રંગી પરી છે.

ન શબ્દો, ન છંદો, ન શેરો સમજતા
તમારી કૃપા કાવ્ય થૈ અવતરી છે.

– વિનોદ માણેક ‘ચાતક’

ગીત જે રીતે ધ્રુવપંક્તિ પકડીને વર્તુળાકાર ગતિ કરે એ જ રીતે પાંચેય શેરના ઉલા મિસરામાં ત્રણ નકાર પકડીને આગળ વધતી આ ગઝલ કેવી મજાની થઈ છે! હા, બીજા શેરમાં કથન થોડું ખટકે છે એ નિવારી શકાયું હોત તો સારી ગઝલ ઉમદા ગઝલ બની હોત.

Comments (2)