તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.
ગિરીશ મકવાણા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રેખા જોશી

રેખા જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(સારથી હું) – રેખા જોશી

નથી આજ સુધી ડરી હારથી હું,
છતાં પણ બની ના શકી સારથી હું.

ખભો કોઈનો આજ સુધી નથી હું,
બની ના શકાયું સદીઓ, મથી હું.

દશા પણ, દિશા પણ બધું હાથમાં છે,
નથી માનતી ભાગ્યમાં જ્યારથી હું.

ગમ્યું છે બધુ ને ગમાડ્યાં છે સૌને,
બની ગઈ બધાની કહો, ક્યારથી હું?

તરસ પણ નથી ઝાંઝવાની હવે તો
સભર છું અને મુક્ત સૌ ભારથી હું.

– રેખા જોશી

એકદમ સહજ ભાવથી લખાયેલી અને તરત જ ગમી જાય એવી મજાની ગઝલ. લગભગ બધા જ શેર આસ્વાદ્ય થયા છે. પણ કાફિયા-રદીફનો આટલો સ-રસ વિનિયોગ, જે ભાગ્યે જ જોવા મળે છે, એ વધુ ધ્યાન આકર્ષિત કરે છે.

Comments (6)