એમ યાદો ધસમસે,
જાહ્નવી ઉતરે, સખા !
ઊર્મિ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ધર્મેશ ભટ્ટ

ધર્મેશ ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




એકલો છું હું – ધર્મેશ ભટ્ટ

છેડી ગઝલના તાર હજી એકલો છું હું,
તું આવ એકવાર હજી એકલો છું હું.

લાંબો આ રાહ ને વળી પડછાયાનાં વનો,
માથે સ્મરણનો ભાર હજી એકલો છું હું.

એક સાંજ આંખમાં ઊગે ને આથમે છે રોજ
વ્યાકુળ છે ઇંતઝાર હજી એકલો છું હું.

લે, આવ યાદ આપું તને ભીની આંખની
અશ્રુની આરપાર હજી એકલો છું હું.

તું આવ આ ક્ષણે જ બહુ એકલો છું હું,
લાંબો ન કર વિચાર હજી એકલો છું હું.

– ધર્મેશ ભટ્ટ

એકલતાનું અદભુત ગાન…

Comments (2)