આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે;
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.
ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for લેડી ઇશે

લેડી ઇશે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સ્વપ્ન – લેડી ઇશે [ જાપાન ] – અનુ. હરીન્દ્ર દવે

એનો વિચાર કરતાં
મારી આંખો મળી ગઈ
અને એ આવ્યો :
જો મને ખબર હતે કે આ
માત્ર સ્વપ્ન છે
તો હું કદી જાગી ન હોત.

– લેડી ઇશે [ જાપાન ] – અનુ. હરીન્દ્ર દવે

જાપનીઝ કાવ્ય તેના લાઘવ માટે પ્રખ્યાત છે. ઉર્દુના શેરની જેમ ગાગરમાં સાગર ભરે જાપનીઝ કવિઓ…. આ ટચૂકડા કાવ્યમાં નઝાકત સાથે વાંઝણી ઝંખનાની ઉત્કટતા ઝલકે છે.

Comments (5)