બધો મદાર છે જોવાની પદ્ધતિની ઉપર,
પરખ ન હોય તો સઘળાં ગુલાબ કાંટા છે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પદ્મા ગોળે

પદ્મા ગોળે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વૈશાખ મહિનામાં – પદ્મા ગોળે – અનુ- ઇન્દ્રજિત મોગલ

વૈશાખ મહિનામાં નવાં પાંદડાંનાં ઝુમખાં
આકાશ તરફ મીટ માંડીને બેઠાં હોય,
એમ મારું ભોળું હ્રદય
તારી એકસરખી વાટ જુએ છે.

ધરતી તપ્ત, પવન નિ:શબ્દ,
ઘેરાયેલાં વાદળ,
પગરવ સાંભળીને મારા મનમાં
આર્ત પેદા કરે છે.

વાદળ એમ જ ચાલ્યાં જાય છે ઉપેક્ષા કરીને,
પાન નમી પડે છે
એમ શું કામ કહું કે તેનું દુઃખ
વ્યાકુળ કરે છે મારા હ્રદયને.

– પદ્મા ગોળે – અનુ- ઇન્દ્રજિત મોગલ

અદભૂત ભાવવિશ્વ…… !! રામ બાણ વાગ્યા રે હોય તે જાણે…….ઉનકો ખુદા મિલે હૈ ખુદાકી જિન્હેં તલાશ, મુઝકો તો બસ ઇક ઝલક મેરે દિલદાર કી મિલે….

Comments (6)