તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.
વિવેક ટેલર

ગઝલ – હેમેન શાહ

ટીપાંની જલધિ કને શું વિસાત હોઈ શકે ?
પણ અસવાર થવા લાયકાત હોઈ શકે.

બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળું,
પ્રકાશમાં જુદા પરદાઓ સાત હોઈ શકે.

ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,
કે જ્યાં કશું નથી ત્યાં ઝંઝાવાત હોઈ શકે.

ધીમા અવાજ વડે બારી આજ ખખડે છે,
ઉઘાડી જો તો ખરો, પારિજાત હોઈ શકે.

યુગો સુધી પછી જેની થતી રહે ચર્ચા,
નિમેષ માત્ર ટકે એવી વાત હોઈ શકે.

જરાક ગમગીની માંગી’તી શાયરી માટે,
વધુ મળી એ તારો પક્ષપાત હોઈ શકે.

– હેમેન શાહ

એક-એક શેર પાણીદાર !! વાહ કવિ, વાહ !

8 Comments »

 1. RAKESH said,

  May 11, 2013 @ 2:13 am

  Superb!

 2. Rina said,

  May 11, 2013 @ 3:10 am

  Awesome

 3. Suresh Shah said,

  May 11, 2013 @ 3:15 am

  જરાક ગમગીની માંગી’તી શાયરી માટે, વધુ મળી એ તારો પક્ષપાત હોઈ શકે.
  ગમગીની વધી – એને કેવી સુંદર રીતે અપનાવી.

  ધીમા અવાજ વડે બારી આજ ખખડે છે, ઉઘાડી જો તો ખરો, પારિજાત હોઈ શકે.
  પારિજાતનુ આગમન ના અણસાર પણ કેવા?

  બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળું, પ્રકાશમાં જુદા પરદાઓ સાત હોઈ શકે.
  કેટલાય રહસ્ય ભીતરમા હોય જ્યાં અજવાળુ ન પહોંચે. સાત પરદા તે મેઘધનુષ હોય શકે.

  એક-એક શેર પાણીદાર !! વાહ કવિ, વાહ !

  – સુરેશ શાહ, સિંગાપોર

 4. ketan narshana said,

  May 11, 2013 @ 8:20 am

  જરાક ગમગીની માંગી’તી શાયરી માટે, વધુ મળી એ તારો પક્ષપાત હોઈ શકે.

  JUST + THINKING K KOEE NA BACHAV NO PRAYTN…
  BAHUJ SUNDAR RITE VASTVIK TA NE RAJU KARI, RUZUTA THI..

  ANAGAT MATE DARVAJO KHOLTA DAR NA LAGE MATE….

  PAARIJAT HOEE SAKE…..

  SO SWEET…

 5. લક્ષ્મી ડોબરિયા said,

  May 11, 2013 @ 10:30 am

  sundar gazal..darek sher nu potiku saudary bhaavak ne sparshe Che.
  yoganuyog mari ek gazal no raddif pan ” hoi shake ” chhe.

  prashn athava javab hoi shake
  aa samay lajavab hoi shake

  aankh bhini ne hoth hasta ho
  khalipa no khumar hoi shake

  –laxmi dobariya.

 6. pragnaju said,

  May 11, 2013 @ 2:01 pm

  બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળું
  પ્રકાશમાં જુદા જુદા પરદાઓ સાત હોઇ શકે.
  પ્રકાશને પણ ભેદવાની ….. વાત નિરાળી

  યુગો સુધી પછી જેની થતી રહે ચર્ચા,
  નિમેષ માત્ર ટકે એવી વાત હોઇ શકે.
  સુંદર…..

 7. Harshad said,

  May 11, 2013 @ 8:55 pm

  Bhai Hemen,
  BahoooooooooT Khub. Enjoyed it. Each line deeply touch my heart.
  Again khub surat…….!!!!

 8. Maheshchandra Naik said,

  May 13, 2013 @ 12:55 am

  બધા જ શેર લાજવાબ છે, સરસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment