આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી -
હસમુખ પાઠક

ગેઈશા ગીત ~ અનામી (અનુ. જયા મહેતા)

આજની રાતે એકલી સૂતી છું ત્યારે
હું મારી આંસુની પથારી પર છું
ઊંડા સમુદ્ર પર
તરછોડાયેલી હોડીની જેમ.

-અનામી
(અનુ. જયા મહેતા)

જાપાનમાં વારાંગનાને ગેઈશા કહેવામાં આવે છે. માત્ર ચાર જ નાનકડી લીટીમાં એક વારાંગનાના આખા જીવનનું કેવું આબેહૂબ ચિત્ર! વારાંગનાની પાસે પોતાની જાત સાથે વાત કરી શકે એવું એકાંત ક્યાંથી હોય? એકાદ ભૂલીભટકી રાતે ગ્રાહક ન હોય એવી ક્ષણે એને મહેસૂસ થાય છે કે એ આંસુની પથારી પર સૂતી છે… વિશાળ ગહન સંસારમાં એનાથી વધુ તરછોડાયેલ બીજું કોણ હોઈ શકે?

9 Comments »

 1. rajnikant lalwala said,

  April 5, 2013 @ 3:18 am

  મ્aન્ેe અઆa પ્ોoસ્sત્ ગ્aમ્ેe cચ્hહ્ેe

 2. suresh makwana said,

  April 5, 2013 @ 3:19 am

  ખૂબ સમ્વેદનાસભર અનુભૂતિ…..!અહિ વેશ્યા જ હોય એમ કેમ ધારવામા આવ્યુ. એ પોતાના પ્રેમીથી દુર થયેલી કોઇ મુગ્ધા પણ હોઇ શકે.એ કોઇ માટે ઈચ્ચ્હા કે વાસના,યુવાની કે લાગણી હોઇ શકવાની….બાકી મને ગમી.લયસ્તરો પર પહેલિ વાર નોટ મુકુ ચ્હુ…..!

  સુરેશ મકવાના
  ભોપાલ

 3. KishoreCanada said,

  April 5, 2013 @ 10:53 pm

  કાળા, લાલ, પીળા પ્રેમથી રંગાયેલ
  જાગતી રાતોની દાસ્તાનો દબાવતી
  મુન્નીબાઇની સફેદ ચાદરનો
  અહેસાસ છું હું

 4. વિવેક said,

  April 6, 2013 @ 3:38 am

  @ સુરેશભાઈ મકવાનાઃ

  કાવ્યનું શીર્ષક છે: એક ગેઈશાનું ગીત.. ગેઈશા એટલે જ વારાંગના…

 5. શબ્દો છે શ્વાસ મારા · એક છંદ વગરની કવિતા… said,

  April 6, 2013 @ 9:01 am

  […] જણાય છે.. લયસ્તરો પર ગઈ કાલે મૂકેલી “એક ગેઈશાનું ગીત” કાવ્ય એક મિત્રને સંભળાવ્યું અને એનો […]

 6. perpoto said,

  April 6, 2013 @ 9:44 am

  કદાચ ગેઇશા એટલે જ વારાંગના નથી….
  ગેઇશા મનોરંજન આપે છે પણ શારિરીક સંબંધ નહીં…

 7. M.D.Gandhi, U.S.A. said,

  April 7, 2013 @ 1:08 am

  કદાચ ગેઇશા એટલે જ વારાંગના નથી….
  ગેઇશા મનોરંજન આપે છે પણ શારિરીક સંબંધ નહીં…

 8. વિવેક said,

  April 7, 2013 @ 1:58 am

  @ પરપોટો:
  ગેઈશાનો જન્મ જ વેશ્યાગીરીના એક ફાંટા સ્વરૂપે થયો છે. ૧૭૫૦ની સાલની આસપાસ થયેલી ફુગાકાવા નામની એક વેશ્યા પહેલી ‘ગેઈશા’ તરીકે ઓળખાય છે. શરૂઆતમાં પુરુષો જ ગેઈશા તરીકે કામ કરતા હતા. ગેઈશાનું મુખ્ય કાર્ય નૃત્ય, સંગીતાદિ કળાથી મનોરંજન કરવાનું ખરું પણ કોઈ એમ ન કહી શકે કે ગેઈશા અને વેશ્યાવૃત્તિ બે તદ્દન અલગ જ છે.. બંનેની વચ્ચે એક પાતળી ભેદરેખા છે જેનું પાલન કરવું એ ગેઈશાઓ અને એમના માલિકોની મનોવૃત્તિ ઉપર આધારિત છે એવું વિકીપિડિયાના અભ્યાસ પરથી મને સમજાય છે…

  બીજું, આ કવિતા કોને લખી છે એની જાણ નથી. માટે આ કવિતા પણ એ સમયગાળાની હોવાની શક્યતા છે જ્યારે ગેઈશા અને વેશ્યાવૃત્તિ બે અલગ-અલગ ફાંટા તરીકે વિકસ્યા નહોતા…

 9. perpoto said,

  April 7, 2013 @ 2:25 am

  વિવેકભાઇ હું આજના સંદર્ભમાં વાત કરું છું….
  મારી તાજેતરની જાપાનની યાત્રાના અનુભવના આધારે વાક્ય ટાંક્યં છે…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment