પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !
સુરેશ દલાલ

જવું હતું ગામ – ચંદ્રિકાબહેન પાઠકજી

જવું હતું ગામ પરોઢિયામાં,
ખાલી હતી કૈં કરવાની ઓરડી.
લીધી હતી સર્વ ચીજો સમેટી,
છતાંય શું કૈંક ભૂલી જતી હતી?

મેં બારીએ, દાદર ને દીવાલે,
એ શૂન્યતામાં કંઈ દૃષ્ટિ ફેરવી,
અનેક ચિત્રો હજુ ત્યાં રહ્યાં હતાં,
એને ન ત્યાંથી શક્તી ખસેડી.

-ચંદ્રિકાબહેન પાઠકજી

ચંદ્રિકાબહેનનું આ કાવ્ય વાંચતા જ શ્રી બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં‘ સૉનેટ યાદ આવી જાય છે. કંઈક અંશે એના જેવો જ મિજાજ ધરાવતા છતાં કદમાં ખાસ્સા નાના અને શબ્દોમાં સાવ સરળ આ કાવ્યમાં કયા ગામ જવાની અને કઈ ઓરડી ખાલી કરવાની વાત છે? (જન્મ: ૨૬-૦૭-૧૯૧૦, મૃત્યુ:૨૦-૦૫-૧૯૯૬, કાવ્યસંગ્રહ: ‘રાતરાણી’)

4 Comments »

 1. pragnajuvyas said,

  November 23, 2007 @ 10:42 am

  ‘ખાલી હતી કૈં કરવાની ઓરડી’ નો કદાચ સૌથી કટુ અનુભવ સ્ત્રીઓને હોય છે.ભૂતકાળ કાપીને જવાનું છે. આંસુ મૂકીને જવાનું છે. દબા-દબા-સા, રૂકા-રૂકા-સા, દિલ મેં શાયદ દર્દ તેરા હૈ…
  ‘અનેક ચિત્રો હજુ ત્યાં રહ્યાં હતાં,એને ન ત્યાંથી શક્તી ખસેડી.’ નો અનુભવ કોને નથી?
  તેવું જ આ દેહ છોડીને પણ જવાનું છે ને!
  સુંદર

 2. ઊર્મિ said,

  November 24, 2007 @ 12:23 am

  ખૂબ જ સુંદર અને ભાવવાહિ…

 3. ભાવના શુક્લ said,

  November 26, 2007 @ 11:43 am

  છોડવુ ને પામવુ એ બે વચ્ચે મન પિસાતુ જ રહે છે.
  મસ્તિષ્ક પર થી પસાર થઇ જતી ક્ષણે ક્ષણ એક ચિત્રાત્મક યાદ બની રહેતી હોય છે.
  માત્ર સ્થળ કે સ્થાન ફેર થાય એ જ થોડુ ખાલી કરીને ગયા ગણાય!!!

 4. Pinki said,

  December 2, 2007 @ 3:00 pm

  પરોઢિયે કયા ગામ જવાની વાત છે?
  અને ખાલી ઓરડીને ખાલી કરતા
  કયા માનસચિત્રોથી ‘મન ભરાઈ જાય છે?!!’

  ખૂબ જ સુંદર………..!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment