ઘેર બેઠાં ડૂબાડે એવા છે,
તારા વિચાર છે કે રેવા છે?
- વિવેક મનહર ટેલર

વચમાં આવે – સ્નેહી પરમાર

વાત અસલ, કાગળમાં આવે
શબ્દો ત્યાં તો વચમાં આવે

એનાથી મોટો શો વૈભવ !
તડકો સીધો ઘરમાં આવે

ભીતર ભીનું સંકેલો ત્યાં
આંખોમાંથી પડમાં આવે

સાર બધા ગ્રંથોનો એક જ
પાથરીએ તે પગમાં આવે

તો માથે મૂકીને નાચું
ઘટ-ઘટમાં તે ઘટમાં આવે

પકડ્યો છે પડછાયો સાધુ !
અજવાળું શું બથમાં આવે.

– સ્નેહી પરમાર

સાધુ, આને કહેવાય અસલી ગઝલ…  શબ્દનો આકાર જેવો આપવા જઈએ કે અસલી અનુભૂતિ બદલાઈ જાય છે. અનુભૂતિને હેમક્ષેમ રજૂ કરી શકે એવી ભાષા તો હજી શોધાવાની જ બાકી છે.કવિ જે કમાલ બે પંક્તિઓમાં કરી શકે છે એ કમાલ ઉપનિષદ-વેદોના આખેઆખા થોથાંય કરી શકતા નથી. પણ આ કવિ તો એથીય આગળ છે. બધાય ગ્રંથોનો સાર કવિ માત્ર એક જ લીટીમાં આપી દે છે: પાથરીએ તે પગમાં આવે.   જે સમષ્ટિમાં છે એ તત્ત્વ દેહમાં આવે તો કવિ આર્કિમિડિઝની જેમ ઉલ્લાસ વ્યક્ત કરવા કટિબદ્ધ છે. અને અંતે પડછાયા પકડવાની વૃત્તિ હોય તો અજવાળું ક્યાંથી હાથમાં આવે? કેમકે પડછાયા અને પ્રકાશની વચ્ચે જે વસ્તુનો પડછાયો પડે છે એ તો ઊભી જ હોવાની…

19 Comments »

  1. gunvant thakkar said,

    March 2, 2013 @ 1:22 AM

    સરળ, સચોટ , અર્થસભર .

  2. deepak said,

    March 2, 2013 @ 2:22 AM

    એનાથી મોટો શો વૈભવ !
    તડકો સીધો ઘરમાં આવે

    સાર બધા ગ્રંથોનો એક જ
    પાથરીએ તે પગમાં આવે

    ખુબજ સરસ ગઝલ… આ બે શેર વધારે ગમ્યા….

  3. perpoto said,

    March 2, 2013 @ 3:17 AM

    પેહલા શેરમાં, વચમાં આવે; છેલ્લા શેરમાં,બથમાં આવે….
    અદ્વતીય…..

  4. narendrasinh chauhan said,

    March 2, 2013 @ 3:34 AM

    તો માથે મૂકીને નાચું
    ઘટ-ઘટમાં તે ઘટમાં આવે

    પકડ્યો છે પડછાયો સાધુ !
    અજવાળું શું બથમાં આવે. ઉતમ્ અદભુત

  5. Mukundrai Joshi said,

    March 2, 2013 @ 3:50 AM

    બહુ સુંદરચના…એકે એક શેર સરસ્,

  6. સંજુ વાળા said,

    March 2, 2013 @ 3:52 AM

    પકડ્યો છે પડછાયો સાધુ !
    અજવાળું શું બથમાં આવે.
    વાહ….. ટૂંકી બહરમાં સુંદર ગઝલ .
    અભિનંદન કવિ .

  7. Ashok Vavadiya said,

    March 2, 2013 @ 6:17 AM

    કપડા તો ઠીક માનવીના તન પણ બદલાય છે,
    આવક જાવક થતી રહે તો ધન પણ બદલાય છે.
    મમત ભરી લાગણી મરે જ્યારે અંતર માપથી,
    માનવ સાંકળ વચ્ચે અચળ આ મન પણ બદલાય છે.

    -અશોક વાવડીયા,《રોચક》♥

  8. urvashi parekh said,

    March 2, 2013 @ 7:19 AM

    સરસ અને અર્થસભર રચના.
    પાથરીએ તે પગમાં આવે.
    ત્રણ શબ્દો માં તો બધુજ કહીને સમજાવી દીધુ.
    અભીનન્દન.

  9. ગૌરાંગ ઠાકર said,

    March 2, 2013 @ 8:49 AM

    સુદર ગઝલ..વાહ…

  10. સુનીલ શાહ said,

    March 2, 2013 @ 10:30 AM

    સાચે જ સુંદર અભિવ્યક્તિ.

  11. pragnaju said,

    March 2, 2013 @ 10:38 AM

    તો માથે મૂકીને નાચું
    ઘટ-ઘટમાં તે ઘટમાં આવે

    પકડ્યો છે પડછાયો સાધુ !
    અજવાળું શું બથમાં આવે.
    સુંદર અભિવ્યક્તી પોતાનો પડછાયો પકડવાની ઈચ્છા કરે તો શું તે પડછાયો પકડી શકવાનો છે ? આ માણસની જેમ કદાચ વરસો સુધી પડછાયાની ઈચ્છાથી કોઈ માણસ પરિશ્રમ કરે, તો પણ શું પડછાયો પકડી શકાય ખરો ? સંસારના વધારે ભાગનાં માણસો આવાં હોય છે. તેઓ મૂળ પદાર્થને ભૂલીને કે મૂકી દઈને પડછાયાની પાછળ પડે છે. શું છાયા જેવા સંસારના વિષયોની પાછળ પડ્યા પછી, ને વરસો સુધી પડ્યા પછી પણ સાચા ને સંપૂર્ણ સુખની પ્રાપ્તિ થઈ શકે છે ? કેવી રીતે થઈ શકે ? પડછાયાની પાછળ પડવાથી કોઈ દિવસ પ્રકાશની પ્રાપ્તિ થઈ શકતી નથી. તે પ્રમાણે પરમાત્માને મૂકી દઈને જે સંસારની પાછળ પડે છે તે સુખ ને શાંતિ તથા પ્રકાશને ખોઈ બેસે છે.
    જીવનમાં જેને શાંતિ મેળવવાની ઈચ્છા છે, તેણે મનમાં ગાંઠ વાળી લેવી જોઈએ કે ધૂળમાં મંથન કરવાથી જેમ તેલ નીકળી શકતું નથી, ને અંધકારને એકઠો કરવાથી પ્રકાશની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેમ સંસારના સમસ્ત વિષયોને એક સાથે સેવવાથી પણ પરમ સુખ, શાંતિ, મુક્તિ કે પૂર્ણતાની પ્રાપ્તિ થઈ શકતી નથી. ગમે તેટલા ઉપાય અજમાવવામાં આવે તો પણ પરમાત્માની પ્રાપ્તિ વિના પરમશાંતિની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. શાંતિ ને મુક્તિને માટે તો માણસે પોતાની અંદર ડૂબકી મારવી જોઈએ ને પોતાના દિલમાં બેઠેલા દેવનું દર્શન કરવું જોઈએ. માણસ આ વસ્તુને ભુલી જાય છે તેથી દુઃખી થાય છે ને અશાંતિનો ભોગ બને છે. એટલે કે અજ્ઞાનને લીધે તે મોહમાં પડે છે, ના કરવાનાં કામ કરે છે, ક્લેશ ઉઠાવે છે, ને જીવનને બરબાદ કરે છે

  12. Harshad said,

    March 2, 2013 @ 10:40 AM

    Bhai Vah !! Kevu pade !!!!
    Awesome thoughta and wordings.

  13. sudhir patel said,

    March 2, 2013 @ 10:53 AM

    Very nice Gazal!
    Sudhir Patel.

  14. Pravin Shah said,

    March 2, 2013 @ 11:51 AM

    ખૂબ સુંદર ગઝલ !
    કવિને અભિનંદન !

  15. arsha Vaidya said,

    March 2, 2013 @ 11:51 AM

    બહુ સરસ રચના,

    વાત અસલ,કાગળમાં આવે ત્યાં તો શબ્દો વચમાં આવતા હોય એમ લાગે.કારણ કે,જ્યારે અસલ લાગણીઓ વ્યક્ત થવાને આરે હોય છે ત્યારે શબ્દો ખોખલા પડતા હોય છે.

  16. Maheshchandra Naik said,

    March 2, 2013 @ 12:43 PM

    સરસ ગઝલ……………..

  17. તીર્થેશ said,

    March 4, 2013 @ 3:13 AM

    વાહ ! સલામ !

  18. Deval said,

    March 8, 2013 @ 10:22 PM

    waaahhhhhh….sunder, saral , sachot gazal…maja padi….kavi shree ne abhinandan 🙂

  19. snehi parmar said,

    March 17, 2013 @ 1:32 PM

    thank you all friends

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment