આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.
મનોજ ખંડેરિયા

ક્યારે સવાર થાશે? – કુલદીપ કારિયા

અટકાવ તું ભલેને તો પણ ધરાર થાશે
આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે

અહિયાં તો દિવસે પણ અંધારપટ છવાયું
કોઇ કહો, ખરેખર ક્યારે સવાર થાશે?

સમજાવ એમને તું, છેટા રહે નહીતર
તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે

વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે અડીખમ
વરસાદ, ટાઢ, તડકો સઘળું પસાર થાશે

કેવી જમીન છે આ? વાવો તો કંઈ ઊગે નૈ
વાવો નહિ તો ઊગશે, ઊગી અપાર થાશે

– કુલદીપ કારિયા

મજાની અર્થગંભીર ગઝલ…

9 Comments »

  1. Rina said,

    December 29, 2012 @ 3:07 AM

    અહિયાં તો દિવસે પણ અંધારપટ છવાયું
    કોઇ કહો, ખરેખર ક્યારે સવાર થાશે

    🙁

  2. urvashi parekh said,

    December 29, 2012 @ 10:23 AM

    સરસ.
    વ્રુક્શો ની જેમ જીવવાનુ,ટાઢ તડકો પસાર થાશે.

  3. કવિતા મૌર્ય said,

    December 29, 2012 @ 11:18 AM

    સમજાવ એમને તું, છેટા રહે નહીતર
    તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે

    વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે અડીખમ
    વરસાદ, ટાઢ, તડકો સઘળું પસાર થાશે

    વાહ, સુંદર શેર…!!!

  4. perpoto said,

    December 29, 2012 @ 1:22 PM

    કોઇ કહો ખરેખર સવાર ક્યારે થાશે…સવાલી શેર..

    ક્યાં છે હિસાબ
    કેટલાં ખોયાં હતાં
    રાતે સિતારા

  5. pragnaju said,

    December 29, 2012 @ 1:46 PM

    વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે અડીખમ
    વરસાદ, ટાઢ, તડકો સઘળું પસાર થાશે
    કેવી જમીન છે આ? વાવો તો કંઈ ઊગે નૈ
    વાવો નહિ તો ઊગશે, ઊગી અપાર થાશે
    સરસ
    ફૂલનું ઝાડ વાવો તો સાથોસાથ
    ઘાસ પણ ઊગી નીકળતું હોય છે.
    ફૂલને ખીલવવા માટે ઘાસ દૂર કરવું જ્યારે કોઈ ખેડૂત પોતાના ખેતરમાં અલગ અલગ જગ્યાએ થોડા બીજ વિખેરે, તો કોઈક ઊગી જાય પણ મોટા ભાગના નહીં ઊગે. આ સંકલ્પ એ આપણું બીજ છે જે તમે તમારી મનની ભૂમિ પર વાવો છો. … આવા નિર્ણય લેતી વખતે મોટે ભાગે મન ડિસ્ટર્બ હોય, ચંચળ હોય, એ વખતે મનની કોઈ શક્તિ જ નથી હોતી

  6. anil chavda said,

    December 29, 2012 @ 10:54 PM

    ખરેખર મજાની અર્થગંભીર ગઝલ…

    મજા પડી….

  7. dr.ketan karia said,

    December 31, 2012 @ 2:46 AM

    વાહ ભઇ વાહ..

  8. kuldeep karia said,

    December 31, 2012 @ 2:51 AM

    બધા દોસ્તોનો ખૂબ ખૂબ આભાર

  9. Maheshchandra Naik said,

    January 1, 2013 @ 4:59 PM

    સરસ અર્થસભર ગઝલ, કવિશ્રીને અભિનદન્ આપનો આભાર……………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment