અખૂટ વાતો ભીતરમાં ભરી હતી એ છતાં,
નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ.
વિવેક મનહર ટેલર

મૌનનો પડઘો : ૧૧ : બાશો

‘Tis an ancient pond,
a frog leaps in-
Oh,the sound of water !

Basho

આ એક જૂનું તળાવ
દેડકો અંદર કૂદે છે –
ઓહ, જળઘોષ !
– બાશો

આ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું હાઇકુ છે . જયારે બાશો ને સટોરીનો અનુભવ થયો હતો ત્યારે તેઓ એક તળાવના કિનારે બેઠા હતા અને એક દેડકો પાણીમાં અચાનક કૂદે છે, અને તે જ ક્ષણે તેઓના આંતરચક્ષુ સંપૂર્ણપણે ખુલી જાય છે . બસ,તે ક્ષણને તેઓ એ આ હાઇકુમાં રજૂ કરી છે .

દેડકો જાપાનના સાહિત્યમાં વારંવાર એક રૂપક તરીકે પ્રયોજાય છે . તેને શાંતિ અને એકલવાયાપણાનું પ્રતિક માનવામાં આવે છે . એક બીજું ઉદાહરણ જોઈએ –

A sudden thundering up in the sky
And the whole world is taken aback,
But,
A frog ‘way down in the well
Has not raised even its head.

બાશો ના હાઇકુને જુદી જુદી રીતે સમજી શકાય એમ છે,પરંતુ આ હાઇકુ વાંચતા જે અર્થ ભાવકને સૌથી પ્રથમ સ્પષ્ટ થાય તે જ અર્થ તે ભાવક માટે સાચો ગણાય….

4 Comments »

 1. pragnaju said,

  December 10, 2012 @ 8:03 am

  ઓ ! રુપ ધ્વની
  જળ ઘોષે દેડકો
  ઍ મ્ફિ બિ ય ન
  દૅડકાની ઘણી વાતો/દ્રુષ્ટાંત આપણા જીવનમા વણાયા છે.
  અમારા ઘરમા ભેટ આવેલો 3 પગવાળો ભાગ્યશાળી દેડકો ખૂબ ભાગ્યશાળી નસીબવાળો માનવામાં આવે છે.મોંમા સિક્કો રાખ્યો છે એ દેડકાની ઉપસ્થિતિ ફેંગશુઈના આધારે અતિ લાભકારક માનવામાં આવે છે.તેને ઘરની અંદરના ભાગમાં રાખવામાં આવે તો ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.પણ સૌથી અસરકારક વિશ્વ ધર્મસભા શિકાગો-૧૫ સપ્ટે.૧૮૯૩એ વિવેકાનંદે આપેલ પ્રવચન—
  “હું આપ લોકો ને એક નાનકડી કથા સંભળાવું છું. હમણાં જે વિદ્વાન વક્તા મહોદયે પ્રવચન પુર્ણ કર્યું, તેમનાં એ કથન ને આપે સાંભળ્યું કે ‘ આવો, આપણે એક બીજાને ખરાબ કહેવાનું બંધ કરીએ’, અને તેમને એ વાતનું બહુ દુઃખ છે કે લોકોમાં સદાય આટલો મતભેદ કેમ રહે છે. પરંતુ હું સમઝૂં છું કે જે કથા હું સંભળાવવાનો છું, તેનાથી આપ લોકોને આ મતભેદ નું કારણ સ્પષ્ટ સમજાઇ જશે. એક કુવામાં ઘણા વખતથી એક દેડકો રહેતો હતો. તે ત્યાંજ જનમ્યો હતો અને ત્યાંજ તેનું પાલન-પોષણ થયેલું, છતાં પણ તે દેડકો નાનો જ હતો. ધીરે ધીરે આ દેડકો એજ કુવામાં રહેતાં રહેતાં મોટો અને યુવાન થયો. હવે એક દિવસ એક બીજો દેડકો, જે સમુદ્ર માં રહેતો હતો, ત્યાં આવ્યો અને કુવામાં પડી ગયો.
  “તું ક્યાંથી આવ્યો છે?”
  “હું સમુદ્રમાં થી આવ્યો છું.” “સમુદ્ર! ભલા એ કેટલો મોટો છે? શું તે પણ એટલોજ મોટો છે જેટલો મારો કુવો છે?” અને આમ કહેતા કહેતા તેણે કુવાના એક કિનારે થી બીજા કિનારા સુધી છલાંગ મારી. સમુદ્ર વાળા દેડકાએ કહ્યું, “મારા મિત્ર! ભલા, સુમદ્ર ની સરખામણી આ નાનકડા એવા કુવા સાથે કઇ રીતે કરી શકે છે?” ત્યારે એ કુવાવાળા દેડકાએ બીજી છલાંગ મારી અને પુછ્યું, “તો શું તારો સમુદ્ર આવડો મોટો છે?” સમુદ્ર વાળા દેડકાએ કહ્યું, “તું કેવી મુર્ખતાપુર્ણ વાત કરે છે! શું સમુદ્ર ની સરખામણી તારા કુવા સાથે થઇ શકે છે?” હવે તો કુવાવાળા દેડકાએ કહ્યું, “જા, જા! મારા કુવાથી વધીને અન્ય કશું હોયજ ના શકે. સંસાર માં આનાથી મોટું કશુંજ નથી! જુઠાડો? અરે, અરે આને બહાર કાઢી મૂકો”
  આ જ કઠણાય સદાય રહી છે.
  હું હિન્દૂ છું. હું મારા ક્ષુદ્ર કુવામાં બેઠો એમજ સમજું છું કે મારો કુવોજ સંપૂર્ણ સંસાર છે. ઈસાઈ પણ પોતાના ક્ષુદ્ર કુવામાં બેસી એ જ સમજે છે કે આખોય સંસાર તે કુવામાંજ છે. અને મુસલમાન પણ પોતાના ક્ષુદ્ર કુવામાં બેઠો બેઠો તેનેજ સંપૂર્ણ બ્રહ્માંડ માને છે. હું આપ અમેરિકાવાળાઓને ધન્ય કહું છું, કારણકે આપ અમારા લોકોનાં આ નાના નાના સંસારોં ની ક્ષુદ્ર સીમાઓં ને તોડવાનો મહાન પ્રયત્ન કરી રહ્યા છો, અને હું આશા રાખું છું કે ભવિષ્યમાં પરમાત્મા આપને આ પ્રયત્નોમાં સહાય કરી આપની મનોકામના પૂર્ણ કરે.

 2. perpoto said,

  December 11, 2012 @ 3:11 am

  બાશોનુ વિખ્યાત હાયકુ.Makoto Uedaથી લઇને R.H.Blyth સુધીના ભાષાંતર જોવા મળે છે.

 3. perpoto said,

  December 11, 2012 @ 6:22 am

  લાગે છે ભાવકો ઝેનથી ધરાય ગયાં છે,મૌન પડઘા સંભળાય છે…..

 4. વિવેક said,

  December 11, 2012 @ 7:43 am

  @ perpoto:

  સારી કવિતાના વાચકોના ટોળા હોય એવી અમારી અપેક્ષા પણ નથી… “મરીઝ”નો એક શેર યાદ આવે છે:

  ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
  આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment