શહેરનો ઈતિહાસ થઈને રહી ગયા,
ગામનો વડલો અને ઝૂલો હવે.

જાતને સળગાવવી એ શક્ય છે,
કેમનો સળગાવવો ચૂલો હવે ?
અંકિત ત્રિવેદી

કબૂલ નથી-રમેશ પારેખ

સજા કબૂલ,મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી

જર્દ ચહેરાઓ ભટકતી નજર કબૂલ નથી
ફૂલો વિનાનું મને કોઈ ઘર કબૂલ નથી

બંધ દરવાજા ઝૂરે છે સતત ટકોરાને
કોઈ વિલંબ કે કોઈ સબર કબૂલ નથી

ચાંદ ઊગે છે હથેળીમાં તો ય અંધારું
હસ્તરેખાને કોઇપણ અસર કબૂલ નથી

નથી કબૂલ આ અંગત વસંતનાં સ્વપ્નો
કોઈના હકમાં મને પાનખર કબૂલ નથી

નથી કબૂલ, હો દુ:સ્વપ્ન કોઈ આંખોમાં,
કોઈ હિચકારી પીડાની ખબર કબૂલ નથી.

તમારી પીડામાં રાખો કબૂલ હક મારો
કોઈ જ તક મને એના વગર કબૂલ નથી

સજા કબૂલ,મને આ નગર કબૂલ નથી
હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી

-રમેશ પારેખ

6 Comments »

 1. sweety said,

  November 19, 2012 @ 5:44 am

  ચાંદ ઊગે છે હથેળીમાં તો ય અંધારું
  હસ્તરેખાને કોઇપણ અસર કબૂલ નથી

  વાહ ક્યા બાત હૈ

 2. Maheshchandra Naik said,

  November 19, 2012 @ 9:49 am

  કવિશ્રી રમેશ પારેખને સલામ્………….

 3. kalpana Pathak said,

  November 19, 2012 @ 2:12 pm

  દરેક માનવીના હૈયાની વાત છે આ. પણ કબૂલ નથી, એ કહેવાની ત્રેવડ બહારની વાત છે.
  સુન્દર રચના. આભાર વિવેકભાઈ.

 4. kantilal vaghela said,

  November 19, 2012 @ 9:39 pm

  કવિ ના શબ્દોમા જ કહિશ =આજે વરસાદ નથિ,એમ ન કહિશ ‘રમેશ્’ હશે, આપણે ભિનજાયા નથિ

 5. pragnaju said,

  November 20, 2012 @ 12:09 am

  જર્દ ચહેરાઓ ભટકતી નજર કબૂલ નથી
  ફૂલો વિનાનું મને કોઈ ઘર કબૂલ નથી
  સુન્દર

 6. વિવેક said,

  November 20, 2012 @ 1:49 am

  અદભુત કહી શકાય એવી ગઝલ.. ર.પા.ની ગઝલોમાં અને ખાસ કરીને આ છંદમાં જોવા મળતા દોષ કવિ નિવારી શક્યા હોત તો સોનાની થાળી લોઢાની મેખ વિના ચળકી શકી હોત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment