એમ યાદો ધસમસે,
જાહ્નવી ઉતરે, સખા !
ઊર્મિ

ગઝલ – કિરીટ ગોસ્વામી

આંખથી જે દૂર થાતું જાય છે,
એ બધું મનમાં સમાતું જાય છે.

એક તારો તૂટતાં ચારેતરફ,
કેમ અંધારું છવાતું જાય છે ?

ઝૂંડ આખું જાળથી છટકી ગયું,
એક પંખી કાં ફસાતું જાય છે ?

આજ લખવા પત્ર બેઠો છું તને-
તો અનાયાસે રડાતું જાય છે.

ફૂલ જેવું મન હવે મારું ‘કિરીટ’,
પથ્થરો વચ્ચે ઘડાતું જાય છે.

– કિરીટ ગોસ્વામી

10 Comments »

 1. Rina said,

  November 9, 2012 @ 1:36 am

  beautiful…

 2. dr.ketan karia said,

  November 9, 2012 @ 3:07 am

  ખૂબ સરસ

 3. perpoto said,

  November 9, 2012 @ 4:19 am

  ઝુંડ આખું જાળથી છટકી ગયું
  એક પંખી કાં ફસાતું જાય છે..

  કોકને ગુમાવ્યાંની પારાવાર વેદના દરેક પંક્તિમાં ફસાય છે…..

 4. Gaurav Pandya said,

  November 9, 2012 @ 9:36 am

  આજ લખવા પત્ર બેઠો છું તને-
  તો અનાયાસે રડાતું જાય છે.

  extremely superb.

 5. manilalmaroo said,

  November 9, 2012 @ 11:02 am

  very sentimental gazhal i like it

 6. Pravin said,

  November 9, 2012 @ 2:32 pm

  Very nice

 7. Maheshchandra Naik said,

  November 9, 2012 @ 4:45 pm

  સવેદનશીલ કવિની રચના મનને દ્રવિત કરી જા છે……………….

 8. pragnaju said,

  November 9, 2012 @ 4:56 pm

  આજ લખવા પત્ર બેઠો છું તને-
  તો અનાયાસે રડાતું જાય છે.

  ફૂલ જેવું મન હવે મારું ‘કિરીટ’,
  પથ્થરો વચ્ચે ઘડાતું જાય છે.

  વાહ્

  લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું મન જિંદગી તો જેવી હું ચાહું છું ઘડી લઉં …
  ઓ પથ્થર દિલ, લે તું જ કહે, દિલ કેવું મુલાયમ રાખું છું. ચિંતાઓ, વ્યથાઓ, અશ્રુઓ …

 9. sweety said,

  November 10, 2012 @ 6:01 am

  ઝૂંડ આખું જાળથી છટકી ગયું,
  એક પંખી કાં ફસાતું જાય છે ?

  વાહ ક્યા બાત હૈ

 10. Harikrishna said,

  November 17, 2012 @ 5:17 am

  Excellent !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment