ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી,
તેથી સહુ કહે છે, જમાનો ખરાબ છે !
મરીઝ

ઝાકળબુંદ : _૧૦ : ‍મારો સૂર – લતા હિરાણી

તેં મને પૂછ્યું,
”તારી ઉંમર શું છે ?”
”કોણ જાણે ?”
મારા સઘળા સૂર
એકસામટા બોલી ઉઠયા.
તેં મને પૂછ્યું, ”તું આવી કેમ છે ?”
ને આંખોના અડાબીડમાં
ઊગી પડ્યો એક વિસ્મયનો સૂર્ય.
”મને કંઇ જ ખબર નથી
તેં જોયું છે કદી ?
મારી ફરતે વીંટળાયેલું મેઘધનુષ ?”

– લતા હિરાણી

આ કવિતામાં કવિ શું કહેવા માંગે છે એના કરતા તમને શું સમજાય છે એનું વધારે મહત્વ છે. કોઈ માણસને ઓળખવું, એનો સૂર પકડવો એટલે એની ફરતે વિટળાયેલું – આગવું – મેઘધનુષ જોવું ! કેટલી સરસ વાત છે !! લતાબેનના કાવ્યો અલગ જ ભાત પાડે છે. એમની રચનાઓનો બ્લોગ છે ‘સેતુ’.

10 Comments »

  1. સુનીલ શાહ said,

    October 11, 2007 @ 2:43 AM

    સરસ અછાંદસ રચના.

  2. વિવેક said,

    October 11, 2007 @ 5:38 AM

    સુંદર રચના…. મન ફરતેના મેઘધનુષ જોઈ-વાંચી શકે એ સાચો સંબંધ…

  3. ઊર્મિ said,

    October 11, 2007 @ 9:33 AM

    વારંવાર વાંચો તો દરેક વખતે એક નવો જ અર્થ નીકળે છે… સુંદર રચના!

  4. pragnajuvyas said,

    October 11, 2007 @ 10:30 AM

    ”મને કંઇ જ ખબર નથી
    તેં જોયું છે કદી ?
    મારી ફરતે વીંટળાયેલું મેઘધનુષ ?”
    સુંદર

    … કોઈક કોઈક ‘ફરતે વીંટળાયેલું મેઘધનુષ’ જોયું છે-
    તેઓના સૂર પકડ્યાં છે.
    તેમના ‘ઔરા’થી શાન્તી અનુભવી છે.
    અનુભવીએ છીએ
    ભાવ સભર સુંદર કાવ્ય

  5. Pinki said,

    October 11, 2007 @ 11:13 AM

    ”મને કંઇ જ ખબર નથી
    તેં જોયું છે કદી ?
    મારી ફરતે વીંટળાયેલું મેઘધનુષ ?”

    અન્યની આંખમાં આપણી ફરતે વીંટળાયેલ
    મેઘધનુષના રંગોને પામવાની વિસ્મયતા, –

    વળી આ જ વિસ્મયતાના સૂરને મેળવવા
    ખુદના જ અસ્તિત્ત્વને ભૂલી તેના જ સૂરને ઝંખી, પામવાની આતુરતા અને વ્યાકુળતા…..

    કોણ જાણે

    મને તો કંઈ જ ખબર નથી

    બસ તું જ કહે ને- તારી જ આંખે હું મને જોઉઁ ! !

  6. Bhavna Shukla said,

    October 11, 2007 @ 11:30 AM

    ”મને કંઇ જ ખબર નથી
    તેં જોયું છે કદી ?
    મારી ફરતે વીંટળાયેલું મેઘધનુષ ?”
    ………………………………………………………
    Wonderfull challange!!!!!!
    જેનો દાવો કરતા આવ્યા હોઇએ…..

  7. કુણાલ said,

    October 12, 2007 @ 4:22 AM

    સુંદર વાત કહેતું સુંદર કાવ્ય..

  8. kanchankumari parmar said,

    November 6, 2009 @ 3:37 AM

    મારા મોઢા પર નો નાનો શો તલ તે શોધિ કાઢિયો તિયા રે કોલ્ંબસ કરતાય ઝાઝો આન્ંદ મેં તારા મુખ પર જોયો હતો; અને આજ હું આખિ ને આખિ તારિ સામે તિયારે પુરે પુરિ નિસ્તબ્ધતા તારિ આંખો મા…..

  9. Lata Hirani said,

    December 2, 2011 @ 1:04 PM

    ખૂબ આભાર સૌનો અને લયસ્તરોનો…

    લતા હિરાણી

  10. munira said,

    March 9, 2012 @ 12:49 PM

    ખુબ સરસ અર્થ સભર કવ્ય ગમિ ગયુ લતાબેન!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment