જાણ છે - કોનાં સ્મરણરૂપે તું છે ?
આંસુ, વ્હાલા; આટલું બરછટ ન હો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ઈથાકા – સી. પી. કેવેફી

ઈથાકાની સફ્રરના આરંભે
આશા રાખો કે તમારી મજલ લાંબી હોય,
સાહસ અને શોધથી ભરીભરી.
લેઈસ્ટ્રોગોનિયનો, સાયક્લોપ્સ કે
ક્રોધિત પોસાઈડન – કોઈથી ડરતા નહીં:
એમાંથી એકેય તમારો રસ્તો આંતરશે નહીં
જ્યાં સુધી તમારા વિચારો ઉન્નત હશે,
જ્યાં સુધી વિરલ ઉત્સાહ
તમારા દેહ અને આત્મામાં છલકાતો હશે.
લેઈસ્ટ્રોગોનિયનો, સાયક્લોપ્સ કે 
જંગલી પોસાઈડન – તમારી નજીક પણ નહીં ફરકે
સિવાય કે તમે જ એમને તમારા હ્રદયમાં લઈને આવો,
સિવાય કે તમારો આત્મા જ એમને સાક્ષાત કરે.

આશા રાખો કે તમારી મજલ લાંબી હોય.
ગીષ્મની એવી અનેક  પરોઢ હો,
જ્યારે અનેરા આનંદ અને હર્ષ સાથે, 
તમે નવીન નગરીઓમાં પહેલા કદમ માંડો; 
તમે ફિનિશિયન બજારોમાંથી  
ઉમદા ચીજો ખરીદો,
મોતી ને પરવાળાં, અંબર ને અબનૂસ,
ને વળી ભાતભાતના મોહક અત્તર; 
વિદ્યા માટે પહોંચો ઈજીપ્તના મહાનગરોએ
ને શીખો વિદ્વાનો પાસેથી. 

ઈથાકાને ચિત્તમાંથી જરાય ચસવા ન દેતા. 
ત્યાં પહોંચવું તો તમારી નિયતિ છે. 
રખે સફરમાં ઉતાવળ કરતા.
ભલે ને વર્ષો લાગી જાય,
ત્યાં પહોંચતા સુધી તમારી ઉમ્મર થઈ જાય
એટલા સમૃદ્ધ થઈ ગયા હો તમે સફરના અનુભવોથી,
કે ઈથાકા પાસે તમને કશાની આશા ન રહે.

ઈથાકાએ તો આપી તમને અદભૂત સફર.
એના વગર તો તમે એક પગલું પણ ન માડ્યું હોત.
એણે હવે તમને કશું વધારે આપવાનું રહેતું નથી.

ઈથાકા તમને રુચે નહીં તો ઈથાકાએ તમને જરાય ઠગ્યા નથી.
તમને શાણપણ જે લાધ્યું અનુભવોથી છલોછલ સફરમાં, 
એનાથી તમને સમજાય ગયું જ હશે કે ઈથાકાનો મર્મ શું છે.

– સી. પી. કેવેફી
(અનુ. ધવલ શાહ)

આ પ્રખ્યાત કવિતા ગ્રીક મહાકાવ્ય ‘ઓડિસી’ પર આધારિત છે. ઓડેસિયસ લાંબા સંગ્રામને અંતે પોતાની જન્મભૂમિ ઈથાકા તરફ પોતાની યાત્રા આરંભે છે. એ અનેક આફતો ને સંકટોનો સામનો કરીને પોતાને દેશ -ઈથાકા- પહોંચે છે એ દીર્ધ સફરની કથા ‘ઓડિસી’માં છે.

પણ અહીં કવિ દરેક માણસના પોતાના ‘ઈથાકા’ની વાત કરે છે. દરેકને પોતાનું એક ધ્યેય, એક સ્વપ્ન, એક મંઝિલ હોય છે. સફરનો મહિમા હંમેશા મંઝિલથી વધારે જ હોય છે. સફરનો ખરો લાભ એ મંઝિલ નથી બલ્કે સફરમાં જે અનુભવો મળ્યા એ છે. મંઝિલ તો માત્ર એક મુકામ છે. ત્યાં સુધીની સફર જ ખરો સરપાવ છે.

7 Comments »

  1. ધવલ said,

    September 26, 2012 @ 12:12 AM

    Ithaka
    BY C. P. CAVAFY
    TRANSLATED BY EDMUND KEELEY AND PHILIP SHERRARD

    As you set out for Ithaka
    hope your road is a long one,
    full of adventure, full of discovery.
    Laistrygonians, Cyclops,
    angry Poseidon—don’t be afraid of them:
    you’ll never find things like that on your way
    as long as you keep your thoughts raised high,
    as long as a rare excitement
    stirs your spirit and your body.
    Laistrygonians, Cyclops,
    wild Poseidon—you won’t encounter them
    unless you bring them along inside your soul,
    unless your soul sets them up in front of you.

    Hope your road is a long one.
    May there be many summer mornings when,
    with what pleasure, what joy,
    you enter harbors you’re seeing for the first time;
    may you stop at Phoenician trading stations
    to buy fine things,
    mother of pearl and coral, amber and ebony,
    sensual perfume of every kind—
    as many sensual perfumes as you can;
    and may you visit many Egyptian cities
    to learn and go on learning from their scholars.

    Keep Ithaka always in your mind.
    Arriving there is what you’re destined for.
    But don’t hurry the journey at all.
    Better if it lasts for years,
    so you’re old by the time you reach the island,
    wealthy with all you’ve gained on the way,
    not expecting Ithaka to make you rich.

    Ithaka gave you the marvelous journey.
    Without her you wouldn’t have set out.
    She has nothing left to give you now.

    And if you find her poor, Ithaka won’t have fooled you.
    Wise as you will have become, so full of experience,
    you’ll have understood by then what these Ithakas mean.

  2. perpoto said,

    September 26, 2012 @ 9:38 AM

    સુંદર અનુવાદ.લગભગ દરેક સંસ્ક્રુતીમાં આવા મહાકાવ્ય લખાયાં છે.આપણે ત્યાં કૃષ્ણનો અર્જુનને આપેલો ઉપદેશ ઉમદા છે.

  3. pragnaju said,

    September 26, 2012 @ 10:40 AM

    સરસ કાવ્યનો
    ભાવભર્યો અનુવાદ
    દરેકને પોતાનું એક ધ્યેય, એક સ્વપ્ન, એક મંઝિલ હોય છે. સફરનો મહિમા હંમેશા મંઝિલથી વધારે જ હોય છે. સફરનો ખરો લાભ એ મંઝિલ નથી બલ્કે સફરમાં જે અનુભવો મળ્યા એ છે. મંઝિલ તો માત્ર એક મુકામ છે. ત્યાં સુધીની સફર જ ખરો સરપાવ છે.
    ખૂબ સુંદર

  4. Maheshchandra Naik said,

    September 26, 2012 @ 11:23 AM

    સરસ ભાવવાહી ભાવાનુવાદ………………..

  5. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

    September 26, 2012 @ 11:52 AM

    બહુ સાચી વાત છે – સફરનો ખરો લાભ એ મંઝિલ નથી બલ્કે સફરમાં જે અનુભવો મળ્યા એ છે. મંઝિલ તો માત્ર એક મુકામ છે. ત્યાં સુધીની સફર જ ખરો સરપાવ છે.

    અને બીજી વાત કહું, તો ,મુકામે પહોંચ્યા પછી – કોઈ ચેલેન્જ – પડકાર ન રહે ત્યારે ?આવું તો બનેજ નહીં ! ત્યારે આગળ નો અનુભવ કામ લાગે મુકામે ટકી રહેવા, અને નવું લક્ષ નક્કી કરવામાં – જીંદગી નું બીજું નામ જ રોજ નવા પડકાર !રોજ નવું લક્ષ !

  6. La'Kant said,

    September 27, 2012 @ 3:05 AM

    “સરલ છે માર્ગ પરમ સુધી પહોંચવાના,ક્યારેક આવે વળાંકો, આવે યાત્રાની મઝા… ”
    *લા’કાન્ત / ૨૭-૯-૧૨

  7. વિવેક said,

    September 27, 2012 @ 9:39 AM

    ખૂબ જ મજાનું કાવ્ય. અનુવાદ પણ પ્રસંશનીય…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment