શ્વાસ નશ્વર, થઈ ગયા ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
વિવેક મનહર ટેલર

રહુગણ પ્રતિ ભરતની ઉક્તિ – રાજેન્દ્ર શુક્લ

કૈં નથી તો હું ક્યહીંથી ?
હું નથી તો છું ક્યહીંથી ?

આ બધું છે ને બધે છે,
એ વિના તો તું ક્યહીંથી ?

એ જ પંથી, પંથ પણ એ,
જાય ક્યાં, જાવું ક્યહીંથી ?

એક કેવળ અદ્વિતીયમ,
કોણ પૂછે, શું, ક્યહીંથી ?

ઓગળું આકાર વિણ આ,
ભિન્ન થઇ ભાસું ક્યહીંથી ?

– રાજેન્દ્ર શુક્લ

ઘણા વખતે તદ્દન નવા સંદર્ભમાં લખાયેલી ગઝલ માણવા મળી… રહુગણ – સિંધુ દેશના એક રાજાનું નામ. તેણે ભરત મુનિને પાલખી ઊંચકવાની ફરજ પાડી હતી. એક વખત તે મેનામાં બેસી કપિલાશ્રમ તરફ ઇક્ષુમતીને તીરે જતો હતો ત્યાં રસ્તામાં તેનો ભોઇ થાકી ગયો એટલે સેવકોએ રસ્તામાં પડેલા જડભરતને પકડી લાવી તેની પાસે મેનો ઉપાડાવ્યો. જડભરત મંદ ગતિએ ચાલતો હોવાથી મેનાની ગતિ મંદ પડી અને ઠેલા આવવા લાગ્યા. તેથી રાજાએ તેની મશ્કરી કરી અને ગુસ્સે થયો. આ ઉપરથી જડભરતે તેને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. તેથી રાજા નીચે ઊતરીને તેને પગે લાગ્યો.

પ્રત્યેક શેર ફિલસૂફીના એક-એક શાશ્વત પ્રશ્નને વાચા આપે છે- પહેલો શેર Descartes નું પ્રખ્યાત વિધાન -‘ I THINK , THEREFORE I AM ‘ -યાદ કરાવી દે છે. આ જ રીતે પ્રત્યેક શેર ગહન છે.

6 Comments »

 1. વિવેક said,

  September 23, 2012 @ 2:55 am

  સાદ્યંત સુંદર ગઝલ…

 2. Rina said,

  September 23, 2012 @ 4:27 am

  Awesome

 3. Bhadresh Joshi said,

  September 23, 2012 @ 8:31 am

  આ સુન્દર ગઝલ સાદા ગુજરાતિમા સમજાવવા ક્રુપા કરશો.

  આભાર્

 4. pragnaju said,

  September 23, 2012 @ 8:39 am

  ગૂઢ ભાવવાહી અદભૂત ગઝલ

 5. perpoto said,

  September 23, 2012 @ 10:30 am

  સ્વની ખોજદાયી ગઝલ ..જે. ક્રિશ્નમુરથી ની ભાષામાં ઓબઝર્વર અને ઓબઝર્વ્ડ એક થઇ જાય…

 6. ધવલ said,

  September 23, 2012 @ 3:04 pm

  એક કેવળ અદ્વિતીયમ,
  કોણ પૂછે, શું, ક્યહીંથી ?

  ઓગળું આકાર વિણ આ,
  ભિન્ન થઇ ભાસું ક્યહીંથી ?

  શબ્દોની મીઠાશ અને અર્થની સરળતા… વાહ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment