ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.
વિવેક ટેલર

એક કાવ્ય – મનીષા જોષી

હવે તો કરવી જ પડશે રતિ,
આ રાત સાથે,
હંમેશા મારી ઉપર પથરાયેલી રહેતી આ રાતને
એકવાર મારી નીચે સુવડાવીને જોવી છે
આખરે ક્યાં સુધી માન્યાં કરવાનાં
પવિત્ર, આ અંધારાને ?
હવે એકવાર આંખો ખુલ્લી રાખીને
કરી મૂકવી છે, હતપ્રભ, આ રાતને.
રાતનો વિનયભંગ કરવાની રીત તો જોકે ઘણી છે,
એક વાર બસ,
રાતરાણીની સુગંધથી મોહિત થયા વગર,
મારે જોવું છે,
રાતરાણીના લીલા બીજમાંથી
કેવી રીતે ખીલે છે આ સફેદ ફૂલ

-મનીષા જોષી

એકથી વધુ રીતે આ કાવ્યનો અર્થ માણી શકાય તેમ છે. ‘અંધારા’ એટલે રૂઢિચૂસ્ત જડ માન્યતાઓ. રાત એટલે જડસુ સમાજરચના. બીજો અર્થ આંતરિક સંઘર્ષને લગતો થઇ શકે- અંધારા એટલે અસંખ્ય પૂર્વગ્રહો,માન્યતાઓ,અર્ધજ્ઞાન… અંતિમ પાંચ પંક્તિઓ awareness ને ઈંગિત કરે છે.

12 Comments »

  1. P Shah said,

    September 2, 2012 @ 12:56 AM

    સુંદર રચના !

    નફરતના કાળા બીજમાંથી પ્રેમનું ગુલાબ કેવી રીતે ખીલતું હશે !

  2. વિવેક said,

    September 2, 2012 @ 3:02 AM

    સુંદર અર્થગંભીર કવિતા…

  3. Jahnvi Antani said,

    September 2, 2012 @ 4:17 AM

    રાતરાણીની સુગંધથી મોહિત થયા વગર,
    મારે જોવું છે,
    રાતરાણીના લીલા બીજમાંથી
    કેવી રીતે ખીલે છે આ સફેદ ફૂલ
    ……. સુન્દર શબ્દો…… વાહ

  4. Bhadresh Joshi said,

    September 2, 2012 @ 8:42 AM

    સુન્દર રચના.

  5. Darshana Bhatt said,

    September 2, 2012 @ 10:23 AM

    સુન્દર ભાવાર્થ વ્યક્ત કરતુ કાવ્ય.
    ક્ય સુધી ંમા ન્યા કરવાના પવિત્ર , આ અન્ધારાને?…….પન્ક્તિ વિશેશ ગમી .

  6. perpoto said,

    September 2, 2012 @ 11:15 AM

    સ્ત્રી કલમે વધુ ઈરોટીક વિદ્રોહિ ઊડી જીજીવિશાણી પન્ક્તિઓ

  7. nilesh rana said,

    September 2, 2012 @ 11:19 AM

    સુન્દર રચના,અર્થસભર ‘, ગમેી ગઈ
    નીલેશ રાણા

  8. rajendra karnik said,

    September 2, 2012 @ 12:46 PM

    એક જ્બ્ર્દસ્ત વિદ્રોહ માતે અભિનન્દન

  9. Maheshchandra Naik said,

    September 2, 2012 @ 8:46 PM

    સરસ રચના, અર્થસભર શબ્દો, આભાર

  10. pragnaju said,

    September 2, 2012 @ 10:06 PM

    સરસ રચના

  11. urvashi parekh said,

    September 3, 2012 @ 12:57 AM

    સરસ .વિચરો સરસ શબ્દો માં વ્યક્ત કરી શકાયા છે.
    અભીનન્દન.

  12. La'Kant said,

    September 3, 2012 @ 2:11 AM

    કાવ્ય ની નીચેની પાદપૂર્તિ અતિ અગત્યની બની જાય છે જે ઓપન-નેસ,ખુલ્લું અનેકાન્ત્વાદી મન રાખી વિચારવાનું સૂચવે છે…જેવી જેની પહોંચ!! જીતના જીસકા આંચલ…સમજણ..( દૃષ્ટિ-ભેદ, ઝીલવાની પાત્રતાક્ષમતા)…તેવી ફલશ્રુતિ….ઇંગિત…
    શબ્દ-પ્રયોગોને અનુસરીને વાત ને અર્થીયે તો…
    રતિ= ઇન્દ્રીયગત રીતે રાત યાનેકી અંધારાના સ્વીકૃત પવિત્રતા સામે.. તેને અતિક્રમીને,.વિરોધાભાસી કર્મ..કરવાનું, રાત સાથે સંલગ્ન સંદર્ભો-સંકેતો -અર્થોને વળગી રહીને નહિ પણ,ઉફરા ( જુદા પથ -કેડી કંડારી, તેના પર ચાલીને) રાતરાણી ના સફેદ ફૂલો કઈ આનંદ-દાયી અનુભૂતિની પ્રક્રિયા માંથી પસાર થવાની રચનાકારની મંછા છે ? રોકડો અનુભવ કરી લેવો છે ? ભૌતિક ( ફીઝીકલ) સેક્સનો આનંદ એટલે ખરેખર શું અને કેવીરીતે માણી શકાય ?” સુગંધ-આનંદ જ મળશે એવું કશુંયે પૂર્વ-ગૃહિત ધર્યા સિવાય ,કર્મ-ક્રિયા કર્યા પછીના પૂર્વગૃહિતફળની આશા રાખ્યા વગર…એ કરી જોવું છે!!!
    અંધારા એટલે ,આધ્યાત્મિક દૃષ્ટિકોણથી,અજ્ઞાન (અસંખ્ય પૂર્વગ્રહો,માન્યતાઓ,અર્ધજ્ઞાન…) ને સાચી સમ્યક સમજણ( જ્ઞાન) નાપ્રકાશથી એની પાર જવું છે!!!

    આ રીતે એક વિકસિત /એક્ષ્ટેન્ડેડ વિચાર-પ્રક્રિયામાંથી ગુજરવાના અવસર પ્રેરવા બદ્દલ કૃતિકાર અને પેશકર્તા ને હૃદય-પૂર્વક અભિનંદન.આભાર પણ… -લા’કાન્ત / ૩-૯-૧૨

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment