અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સુધન – હરનિશ જાની

ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્યની ખુશ્બૂમાં તરબતર રહેતા નેટ-ગુર્જરો હરનિશ જાનીના નામથી ભાગ્યે જ અપરિચિત હશે. છેલ્લા ચાળીસેક વર્ષથી અમેરિકામાં સ્થિર થયેલા હરનિશ અહર્નિશ હાસ્ય અને વ્યંગ્યના માણસ છે. એમનો પરિચય ન્હોતો ત્યારે શરૂમાં એમના વ્યંગથી હું ખાસ્સો છેતરાયો પણ હતો પણ જેવું હાસ્યનું હાડકું ઊગ્યું કે એમના માટે મને માન વધી ગયું. ગુજરાતી ભાષાના ઘણા સામયિકોમાં એમના હાસ્યલેખો અને વાર્તાઓ અવારનવારપ્રગટ થતા રહે છે. “કુમાર’ જેવા સામયિકના એક જ અંકમાં ત્રણ-ત્રણ જગ્યાએ એમના લેખ અને એમના વિશે છપાયેલું વાંચ્યું ત્યારે અદભુત રોમાંચ થયો હતો. ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકાના ઉપક્રમે અમેરિકા-નિવાસી ગુજરાતી સાહિત્યકારોની પુસ્તક-પ્રકાશન યોજના હેઠળ પ્રગટ થનાર સૌપ્રથમ પુસ્તક એટલે હરનિશ જાનીનો વાર્તાસંગ્રહ – “સુધન”. આજની પરિભાષામાં દળદાર કહી શકાય એવા આ વાર્તાસંગ્રહની સૌથી પહેલી ખૂબી એ છે કે એકેય વાર્તા ભારઝલ્લી બની નથી. વાર્તાનો વિષય ગમે તેવો ગંભીર હોય, એક સમર્થ હાસ્યકારની હથોટી દિલને આંચકો આપ્યા વિના જ આખી સફર પાર કરાવે છે. ગંભીર વિષયને હળવાશથી રજુ કરવાની કાબેલિયત હકીકતમાં તો ભાવકને અંદરથી ખૂબ જ ગંભીર કરી દે છે પરંતુ અંતર પર બોજ વર્તાવા દેતી નથી અને એ જ આ વાર્તાઓની ખરી સિદ્ધિ છે. . પુસ્તક હાથમાં લો અને પોણીબસો પાનાં એક જ બેઠકે વાંચી નાંખવાનું મન થાય એવી મજાની ટૂંકી અને ઠેકઠેકાણે હાસ્ય-વ્યંગથી ભરપૂર વાર્તાઓ અને આંખના ખૂણા જરા ભીનાં થઈ જાય એવા બે ચરિત્ર લેખો અહીં સામેલ છે. પિતા સુધનલાલને અંજલિ આપવા એમણે આ સંગ્રહનું નામ “સુધન” રાખ્યું છે, પણ એ સાચા અર્થમાં આપણું સુ-ધન બની રહે એમ લાગે છે.

હરનિશ જાની પોતાની વાર્તા વિશે કહે છે: ” મારી વાર્તાઓ એટલે અમેરિકાની પહેલી પેઢીના ગુજરાતીઓનો ઇતિહાસ”. જ્યારે જાણીતા વાર્તાકાર મધુરાય એમને આમ કહીને સત્કારે છે: “હવે શરૂ થાય છે અમેરિકન ગુજરાતી વાર્તાનો સુવર્ણકાળ.”

લયસ્તરો તરફથી શ્રી હરનિશ જાનીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ….

(સાભાર સ્વીકાર: “સુધન” – વાર્તા સંગ્રહ. લે.: હરનિશ જાની. પ્રકાશક: રંગદ્વાર પ્રકાશન, 15, યુનિવર્સિટી પ્લાઝા, નવરંગપુરા, અમદાવાદ- 3800009.)

14 Comments »

 1. Pinki said,

  September 20, 2007 @ 2:33 am

  ખૂબ ખૂબ અભિનંદન હરનિશભાઇને………..

 2. Uttam Gajjar said,

  September 20, 2007 @ 8:22 am

  વહાલા વિવેકભાઈ,
  મને બ્લોગનો ઝાઝો પરીચય નથી. બ્લોગ ખોલી વાંચવાની કે તેમાં ખાંખાંખોળા કરવાનીય ઝાઝી ફાવટ નથી.. છતાં તમે મેઈલ મોકલી અને આ વાંચ્યું તેથી ધન્ય થયો.. સર્જકોને એમના સારા સર્જન બદલ પોંખવામાં આપણે ગુજરાતીઓ ખાસ્સા મોળા અને મોડા પડીએ છીએ.. પણ તમે સમયસર સ્વાગત–તીલક કર્યું તેનો આનંદ છે.
  તા. ૨૬ ઓગસ્ટ ૨૦૦૭ની ૧૧૬મી ‘સન્ડે ઈ–મહેફીલ’માં મથાળે મુકેલ એક નોંધ સૌ વાચકોની જાણ માટે અહીં મુકું છું––

  ‘હાર્દીક અભીનંદન’
  ‘સન્ડે ઈ–મહેફીલ’ માટે વીદેશ સ્થીત સર્જકોની કૃતીઓનું વહાલથી સંપાદન કરી આપનાર, ન્યુ જર્સી–અમેરીકાના આપણા સહ–સંપાદક શ્રી. હરનીશભાઈ જાનીને, ‘ગુજરાતી સાહીત્ય અકાદમી, ગાંધીનગર’ તરફથી, સને ૨૦૦૩માં પ્રકાશીત થયેલાં, ‘વ્યંગ–કટાક્ષ–હાસ્ય’ વીભાગનાં પુસ્તકો પૈકી, એમના વાર્તાસંગ્રહ ‘સુધન’ને દ્વીતીય ક્રમનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આમ, ‘સુધન’ પુસ્તક, ગુજરાતી સાહીત્યનું ‘સુ–ધન’ છે એવી આપણી પ્રતીતીને સચ્ચાઈની મહોર વાગી છે.

  મને ખબર નહીં કે તમને–કવીરાજાને નીબંધ–વાર્તામાંય આવો રસ હશે; બાકી ભાઈ હરનીશ–હંસા મારે ત્યાં બે–ત્રણ દીવસ હતાં.. આપણે જમાવટ કરત !.. ધન્યવાદ.. ઉત્તમ.મધુ..સુરત..uttamgajjar@hotmail.com

 3. harnish jani said,

  September 20, 2007 @ 8:46 am

  ઑહ માય ગૉડ્– વિવેક્કુમાર તમારા પૃઍમનો જવાબ આપવો અઘરો ચ્હે. અમેરિકામા’ કા’ઇ ક્માયા તો નહી’ પર્”તુ આજે મિલીયોનર હોવાનો નશો તમે ચડાવ્યો,મારી મૂડી મારા મીત્રો ચ્હે.મને લોકો ગમે ચ્હે’ -હુ’ ગુજરાત મેઇલ નુ’ સ્’તામ ચ્હુ’…હુ’ નસીબદાર ચ્હુ’ કે -સુધન-તમારી કક્ષાના લેખકોને અને કવિઓને ગમે ચે અને પેમ થી એને માટે લખે ચ્હે.કુમારમા’ અએને માટેનુ’ લખાણ જોઇને મને પણ આસ્ચર્ય થયુ’ હતુ’ આન્’દ થયો હતો..પહેલીવાર આ ફોન્ટ વાપરુ’ ચ્હુ’ અએટલે આટ્લુ’ જ ..બાકી મને ચૂપ કરવો અઘરો ચ્હે..પ્ત્નીની હાજરીમા’ પણ એટલુ’ જ બોલુ’ ચ્હુ’…તો ફરીથી –આભાર ભરેલ મસ્તકને શયદા ઊ’ચકવુ’ સહેલુ’ નથી.–મારી પ્ર્સતાવનામા’ લખ્યુ’ ચ્હે તેમ –ગમે તો ગામને કહેજૉ ન ગમે તો મને કહેજો–તમે તેમ જ કર્યુ.’…આભાર માનવાને શબ્દો ઓચ્હા પડે ચ્હે….

 4. Urmi said,

  September 20, 2007 @ 8:54 am

  પ્રિય હરનીશભાઈ, આમ તો ઘણા વખત પહેલાંની જ તમને મુબારકબાદી આપી જ દીધી છે, પરંતુ આજે વિવેકે મોકો આપ્યો છે તો ફરીથી અહીં…

  ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન હરનીશભાઈ…
  આવી જ રીતે બીજી ઘણી વાર્તાઓ અને પુસ્તકો લખતાં રહો એવી શુભકામનાઓ!!
  અને નજીકનાં ભવિષ્યમાં ફરી પ્રત્યક્ષ અભિનંદન પણ જરૂર આપીશ… 😀

 5. Group2Blog » On the first short-stories book by Harnish Jani… said,

  September 20, 2007 @ 9:11 am

  […] http://layastaro.com/?p=879Have a great day ! […]

 6. સુરેશ જાની said,

  September 20, 2007 @ 9:20 am

  હરનીશભાઈ મારા માટે માત્ર સરસ લેખક જ નહીં, પણ પ્રેરણાના સ્રોત છે. મારા ઘણા લેખોમાં તમે તેમની શૈલીનો પ્રભાવ જોઈ શકશો. સાવ ખુલ્લા દીલના, કોઈ પણ પુર્વગ્રહ વીનાના, સદા યુવાન અને જીંદાદીલીવાળા, આ માણસ કહી શકાય તેવા માણસને તમે બહુ સરસ અભીવાદન આપ્યું.

  ધન્યવાદ.

 7. Chirag Patel said,

  September 20, 2007 @ 11:45 am

  Harnishbhai,

  I feel really ashamed of myself in not recognizing you when you wrote comment on my blog. Sorry.

  And many many congratulations. Please, keep this torch alive for people like me.

 8. Bhavna Shukla said,

  September 20, 2007 @ 1:13 pm

  ખૂબ ખૂબ અભિનંદન હરનિશભાઇને………
  વિવેકભાઇના રૂણી થયા આજે અમે.

 9. ધવલ said,

  September 20, 2007 @ 5:23 pm

  ખૂબ્ ખૂબ અભિનંદન.. હરનીશભાઈ !

 10. pragnaju said,

  September 20, 2007 @ 8:03 pm

  હંમણા તો અભિનંદન.. હરનીશભાઈ !
  “હરનિશ જાની પોતાની વાર્તા વિશે કહે છે: ” મારી વાર્તાઓ એટલે અમેરિકાની પહેલી પેઢીના ગુજરાતીઓનો ઇતિહાસ”. જ્યારે જાણીતા વાર્તાકાર મધુરાય એમને આમ કહીને સત્કારે છે: “હવે શરૂ થાય છે અમેરિકન ગુજરાતી વાર્તાનો સુવર્ણકાળ.”
  અમને અમેરિકામાં ૧૧ વર્ષ થયા.ફાંફાં મારતા આ ખજાનો હાથ લાગ્યો.અમારી વાત અમને તો ગમેજ ને…ઈફ્તદાતો મસ્ત થઈ આગે આગે દેખીએ હોતા હૈ ક્યા?

 11. manvantpatel said,

  September 20, 2007 @ 10:14 pm

  પ્રિય હર્નિશભાઈ ! મુબારક ! આપના પુસ્તકની શુભેચ્ચ્હા !
  ઘણુઁ જીવો,ઘણું લખો ,અને સમાજને ઉપયોગી બનો !આપનો
  વાર્તાસંગ્રહ અનુકૂળતાએ મેળવીને વાંચીશ.આભાર

 12. Ketan Shah said,

  September 21, 2007 @ 7:25 am

  ખૂબ ખૂબ અભિનંદન હરનિશભાઇને………

  વિવેકભાઈ નો ખૂબ ખૂબ આભાર

  કેતન શાહ

 13. harnish jani said,

  September 21, 2007 @ 2:57 pm

  ધવલ-પ્રગના-કેતન-માનવ્’ત-ભાવના-ચિરાગ-તમારા ઈ મેઇલ /એડૅસ મોકલશો.આભાર.

 14. ચોરી ચોરી ચૂપકે ચૂપકે - હરનિશ જાની at FunNgyan.com said,

  March 9, 2009 @ 4:34 am

  […] વાંચો પ્લેજરીઝમ વિશે હરનિશભાઈ જાનીના […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment