એક જાણીતી ગઝલના શેરથી
કૈંક જૂના જખ્મ તાજા થાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સુ.દ. પર્વ :૦૪: ગીત-સુરેશ દલાલ

DSC_4588

સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ
કિનારાને કાંઈ કશું નહીં: દરિયે ભરતી-ઓટ.

શિખર હોય કે હોય તળેટી:
કાંઈ કશો નહીં ફેર.
અંધારામાં પ્રકાશ જોયો
પ્રકાશમાં અંધેર.
બોલ્યા વિના પણ થઈ શકે છે મનની ગુપત-ગોઠ
સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ.

રણ હોય કે વૃંદાવન
પણ આવનજાવન ચાલે.
હવા સદાયે મીરાં જેવી
નાચે ઘૂંઘરું-તાલે.
વનમાં મન આ રાસ રમે ને રણમાં વહેતી પોઠ
સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ.

-સુરેશ દલાલ

4 Comments »

 1. pragnaju said,

  August 13, 2012 @ 1:15 pm

  મધુરું મુખડું સ્થિતપ્રજ્ઞ જેવા ગૂઢ વિષયને સહજતાથી ગાય છે
  સુખને આપ્યો અંધાપો ને દુ:ખમાં સીવ્યા હોઠ
  કિનારાને કાંઈ કશું નહીં: દરિયે ભરતી-ઓટ
  સગવડ એ સુખ નથી અને અગવડ એ હંમેશાં દુ:ખ નથી. કેટલાક માણસો એવા હોય છે કે કોરી આંખે ભીતરથી રડતા હોય છે પણ દુ:ખની રાવ-ફરિયાદ કરતા નથી, બોલતા કે બબડતા નથી. માણસે સ્વસ્થ રહેવું જોઈએ.

 2. Dhruti Modi said,

  August 13, 2012 @ 3:18 pm

  સરસ ગીત.

 3. Rina said,

  August 13, 2012 @ 8:10 pm

  ૅBeautiful words……

 4. Ramesh Patel said,

  August 13, 2012 @ 11:39 pm

  કેટલી સહજતાથી પીરસી ગયા મહાજ્ઞાનને.

  રમેશ પટેલ(આકાશદીપ)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment