ભૂંસી ભૂંસીને તું લખીને મોકલાવ નહીં,
ભીતરમાં ભાવ છે જે એને તું છુપાવ નહીં.
વિવેક મનહર ટેલર

સુ.દ. પર્વ :૦૨: થાય, આવું પણ થાય – સુરેશ દલાલ

DSC043911

થાય, આવું પણ થાય
કોયલ જયારે ચુપ રહે ત્યારે કાગડાઓ પણ ગાય
કોયલને તો વસંત જોઈએ
કાગડો બારેમાસ
કોઈકના કંઠમાં ફૂલની સુવા
તો કોઈકનું ઉજ્જડ ઘાસ
અલકનંદા છોડી દઈ કોઈ રણમાં જઈને ન્હાય
થાય, આવું પણ થાય
વૈશાખના ગુલમ્હોરની પડખે
બાવળ કેવો લાગે
તોયે આપને ગુંજી લેવું
આપણા ગમતા રાગે
જમીનથી જુઓ તો પગથિયાં ઊંચે ચડતાં જાય
ઉપરથી જુઓ તો પગથિયાં નીચે ઊતરતાં જાય
થાય, આવું પણ થાય.

-સુરેશ દલાલ

કવિશ્રીને અંજલિ આપતાં ગુણવંત શાહે કહ્યું છે – તદ્દન સરળ બાનીમાં ગીત રચીને જનસામાન્ય સુધી તેઓ સાહિત્યને સફળતાપૂર્વક લઈ ગયા છે. જેમ કદ વધતું ગયું તેમ બાની વધુ ને વધુ સરળ થતી ગઈ.

9 Comments »

 1. Ramesh Patel said,

  August 12, 2012 @ 9:26 pm

  એક પોતિકો બની ગયેલ મહા સાહિત્યકારને હૃદયથી શ્રધ્ધામ્જલિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Jayshree said,

  August 13, 2012 @ 3:18 am

  વૈશાખના ગુલમ્હોરની પડખે
  બાવળ કેવો લાગે
  તોયે આપને ગુંજી લેવું
  આપણા ગમતા રાગે

  વાહ…

  કવિ શ્રી ને હાર્દિક શ્રધ્ધાંજલી…!!

 3. Suresh Shah said,

  August 13, 2012 @ 3:26 am

  જેમ કદ વધતું ગયું તેમ બાની વધુ ને વધુ સરળ થતી ગઈ.
  સરળ શબ્દોમાં સાહિત્ય પીરસવાનુ કોઈક એમની પાસેથી શીખ્યુ હોત!

  આભાર.

  -સુરેશ શાહ, સિંગાપોર

 4. pragnaju said,

  August 13, 2012 @ 8:21 am

  વૈશાખના ગુલમ્હોરની પડખે
  બાવળ કેવો લાગે
  તોયે આપને ગુંજી લેવું
  આપણા ગમતા રાગે
  જમીનથી જુઓ તો પગથિયાં ઊંચે ચડતાં જાય
  ઉપરથી જુઓ તો પગથિયાં નીચે ઊતરતાં જાય
  થાય, આવું પણ થાય.
  બહુ સુંદર

 5. M.D.Gandhi, U.S.A. said,

  August 13, 2012 @ 10:40 am

  સુંદર કાવ્ય છે.

 6. rajul b said,

  August 14, 2012 @ 8:46 am

  જમીનથી જુઓ તો પગથિયાં ઊંચે ચડતાં જાય
  ઉપરથી જુઓ તો પગથિયાં નીચે ઊતરતાં જાય

  કવિશ્રી ને હાર્દિક શ્રધ્ધાંજલી…

 7. monalshahmd@gmail.com said,

  August 14, 2012 @ 11:18 am

  ખુબ સરસ રચના!

 8. La' KANT said,

  August 23, 2012 @ 11:14 am

  દૃષ્ટિભેદની જ વાત છેને?

  દ્વન્દ્વયુંક્ત આ જગતની બલિહારી છે! વિરોધાભાસ વિના શું થઇ શકે.?.. કવિતા થાય ખરી?
  એકને ઉઠાવ આપવા બીજાને વામણું-નબળું સામે રાખવું જ પડે ને?
  આવીજ એક વાત…ઃ

  “જેની આંખે- ચહેરે,લખ્યો ન હોય મીઠો આવકાર,
  તે શખ્સિયત કેવી ને કેટલી બરછટ ને સૂક્કી હશે?
  જેની જીભ પર સદંતર નમક છાંટેલું રેહેતું હોય !
  તે શું અતીતનાના ધરબાયેલા આંસુ-અશ્મી હશે? ”

  -લા’કાન્ત / ૨૩-૮-૧૨

 9. Nivarozin Rajkumar said,

  September 2, 2012 @ 11:19 am

  જમીનથી જુઓ તો પગથિયાં ઊંચે ચડતાં જાય
  ઉપરથી જુઓ તો પગથિયાં નીચે ઊતરતાં જાય
  થાય, આવું પણ થાય.

  આવું જ થાય્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment