ઘાવ પણ એણે વધુ ઝીલવા પડે
જે હૃદય ખાસ્સું પહોળું હોય છે
નયન દેસાઈ

વીર પસલી – કૃષ્ણલાલ શ્રીધરાણી

“વીર પસલી આપે જો વીર!
કેવાં કેવાં દેશે, ચીર ?
મેઘધનુની સાડી કરું,
પહેરી તારી સાથે ફરું.
બીજું શું શું દેશે, બોલ?
આપ્યા કયારે પાળે કોલ? ”

” સપ્તર્ષિના તારા સાત,
પાંચીકડાની કેવી જાત ?
હમણાં લાવું, ગમશે બે’ન?
મૂકીશ ને તું તારું વેણ?
સાથે, બહેની, રમશું રોજ!
છલકાશે હૈયાના હોજ.”

– કૃષ્ણલાલ શ્રીધરાણી

આમ તો રક્ષાબંધન બે દિવસ પહેલાં થઈ ગયું પણ કેટલાક સંબંધમાં ક્યારેય એક્સપાયરી ડેટ નથી હોતી. પંચમ શુક્લએ પ્રેમભાવે મોકલાવેલ આ રચના લયસ્તરોના તમામ ભાઈ-બહેનોને સમર્પિત કરું છું…

9 Comments »

  1. Suresh Shah said,

    August 4, 2012 @ 4:05 AM

    ભાવુક થઈ જવાયું. સુંદર શબ્દોની લ્હાણી કરી.
    વીર પસલી તળપદી શબ્દ કેટલાય સમય પછી સાંભળ્યો.

    આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  2. Jayshree said,

    August 4, 2012 @ 4:07 AM

    કેટલાક સંબંધમાં ક્યારેય એક્સપાયરી ડેટ નથી હોતી…! Very well said..!!

  3. ભૂપેન્દ્ર ગૌદાણા, વડોદરા said,

    August 4, 2012 @ 4:58 AM

    આ સંબંધ જ છે અનન્ય જ્યાં ક્યારેય એક્સપાઈરી ડૅટ હોતી નથી, વીર પસલી ના દિવસે બહેનની માંગ એવીજ હોય છે જ્યાં મેળવવા કરતાં આપવા- ત્યાગવાની ખેવના વધુ હોય!

  4. rajul b said,

    August 4, 2012 @ 6:56 AM

    બે દિવસ પહેલાંજ મુંબઈસમાચારમાં આ ગીત આવ્યું હતું અહીં ફરી વાંચ્યુ અને ફરી એટલું જ મીઠું લાગ્યું..

    અમ કચ્છીઓને વીરપસલી રક્ષાબંધન કરતાં પણ વધુ મીઠો લાગે છે..શ્રાવણ મહીના નો પહેલો એકી તિથિ વાળો રવિવાર એટ્લે વીરપસલી..બહેનો આ દિવસે પોતાના ભાઈઓ ના સુખ અને લાંબા આયુષ્ય માટે પુજા કરે અને એકટાણું પણ રાખે..

  5. pragnaju said,

    August 4, 2012 @ 8:10 AM

    ” સપ્તર્ષિના તારા સાત,
    પાંચીકડાની કેવી જાત ?
    હમણાં લાવું, ગમશે બે’ન?
    મૂકીશ ને તું તારું વેણ?
    સાથે, બહેની, રમશું રોજ!
    છલકાશે હૈયાના હોજ.”
    વાહ
    અહીં તો બધા તહેવાર શનિ રવિએ જ આવે !અમારી રક્ષાબંધન અને વીરપસલી આજે છે!
    પાંચીકડા અને બંગડીના ટુકડા અમારી ટ્રેઝર આઇટેમમાં છે.પાણિનીનાં જમાનામાં પણ પાંચ પાંસાથી રમત રમાતી હતી.વીર પસલી વ્રત ભાઈબહેનના કલ્યાણ માટે કરાતું વ્રત છે અને સાંજે પાંચીકડાથી રમવાનું ! અહીંના શિક્ષણ જગતમા પણ આપણા રુટસ અને આપણી પ્રથા અંગે સંશોધનો થાય છે અને તે પણ હારવર્ડ જેવી યુનિવરસિટીમા !

  6. Dhruti Modi said,

    August 4, 2012 @ 3:02 PM

    વીરપસલી અને રક્ષાબંધનની યાદ તાજી કરાવતું સુંદર ગીત. શ્રીધરાણીજીની કવિતા પછી કહેવું જ શું?

  7. Maheshchandra. Naik said,

    August 4, 2012 @ 3:08 PM

    બેન ભઈન પ્રેમ્ની વાત જ નોખી હોય ને

  8. Rina said,

    August 4, 2012 @ 10:32 PM

    happy friendship day to Layastaro …..

  9. La' KANT said,

    August 7, 2012 @ 1:37 AM

    ” પાંચીકડાની કેવી જાત ?..”. ભાઈ-બહેન વચ્ચે રક્ત-સંબંધ અને નિર્દોષ બચપણ..શરારતી શૈશવ..ના સંભારણા તો …સ્વયમ…સંધાયેલા…કોરાયેલા હોતા હોતા હોય છે ભીતર…રોજીંદી નાની-મોટી ઘટનાઓ .સહજ …સંભારે આવા પર્વો ઉજવાતી વખતે… અને મૂળ હેતુ-ઉદેશ્ય- તો આવા ટ્યુનીન્ગનું બોન્ડીંગ વધુ મજબૂત કરતાં રહેવું તે જ ને?– નિર્મળ ભાવવાળી કૃતિ પીરસવા બદલ સહભાગીઓને અભિનંદન…-લા’ કાન્ત / ૭-૮-૧૨

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment