પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !
સુરેશ દલાલ

વરસાદમાં – સુધીર પટેલ

ક્યાંય ના ધિક્કાર છે વરસાદમાં,
પ્યાર બસ ચિક્કાર છે વરસાદમાં.

પ્યાસનો સ્વીકાર છે વરસાદમાં,
તોષનો વિસ્તાર છે વરસાદમાં !

ધરતી માથાબોળ નાહી નીતરે,
એ જ તો શૃંગાર છે વરસાદમાં !

સૌના ચ્હેરા પર ખુશી રેલાય ગૈ,
એક છૂપો ફનકાર છે વરસાદમાં.

જિંદગીભર ચાલશે એક બુંદ પણ,
એટલો શ્રીકાર છે વરસાદમાં.

છત નીચે ઊભી ગઝલ ના લખ ‘સુધીર’
કૈં ગઝલનો સાર છે વરસાદમાં !

– સુધીર પટેલ

6 Comments »

 1. Shailesh " SAPAN" said,

  August 30, 2007 @ 1:56 am

  ખરેખર સાચુ લખું છું…. અત્યારે બાહ્રર ખુબ જોર થી વરસાદ વરસી રહ્યો છે… અને આ ગઝલ વાંચી નહાવા જવાનુ મન થાય છે…. જો દુકાનની જગ્યાએ ઘરે હોત તો ચોક્કસ જતો રહેત…

 2. Harikrishna Patel (London) said,

  August 30, 2007 @ 12:39 pm

  અહિયા બેઠો છુ વરસાદનિ રાહ જોઈને કે મારે બાગમા પાણિ ના નાખવુ પડૅ.
  પણ આ સુન્દર ગઝલ વાચિને વિચાર માડી વાર્યો અને વાઈનનો ગ્લાસ હાથમા લઈને ગઝ્લને માણવા બેઠો.

 3. Harshad Jangla said,

  August 30, 2007 @ 4:38 pm

  તોષ નો વિસ્તાર…. સમજાવશો?

  સરસ કાવ્ય

  હર્ષદ જાંગલા
  એટલાન્ટા
  યુએસએ

 4. Sudhir Patel said,

  August 30, 2007 @ 9:08 pm

  Dear Harshadbhai,

  ‘Tosh’ means ‘Paritosh’ or ‘Trupti’ – an extension on satisfaction.
  Thanks for reading and asking.
  Sudhir
  Charlotte
  USA

 5. Harshad Jangla said,

  September 4, 2007 @ 10:57 pm

  સુધીરભાઈ
  ગુજરાતી સવાલ નો જવાબ અંગ્રેજીમાં? અમેરિકન પધ્ધતિ અપનાવી લીધી છે ભાઈ!!
  ધન્યવાદ.
  -હર્ષદ જાંગલા
  એટલાન્ટા
  યુ એસ એ

 6. ashok nanubhai said,

  September 7, 2007 @ 1:41 am

  વરસાદનો સાદ ગઝલમા તરબતર હોય અને બહાર નિકળવાનિ ચાહ ન હોય એવું બને ખરુ? સમય, સન્જોગો અને સમસ્યાઓની પેલે પાર નાસી જવાની તાલાવેલી ભીન્જાવા માટે મજબુર કરે તે જ ગઝલની મજા..સુધીરભાઈ એ મજા કરાવી ગયા..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment