એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા
જવાહર બક્ષી

ગઝલ – પ્રણય જામનગરી

સમજી નહીં સમજાય એવી ચાલ હોય છે,
એ આપણા, આ મનને કદી ખ્યાલ હોય છે !

મૂંગા રહીને સાંભળે તેઓ સુખી રહે,
અહીં તો બધાના સ્કંધ પર વૈતાલ હોય છે.

માણી નથી શકતા કદી; એ સ્હેજ આજને,
ઘૂમરાતી જેના મન મહીં ગઈ કાલ હોય છે.

વેરાનમાંય વસ્તી એ ઊભી કરી શકે,
આ શબ્દ પણ સાચે અહીં કમાલ હોય છે.

સહેલાઈથી એ પણ નથી ઊકલી જતો અહીં,
ને સાવ નાનો આમ તો સવાલ હોય છે.

સહેલાઈથી ઓળંગવી મુશ્કેલ છે અહીં,
આ પંથમાં લાખો, ‘પ્રણય’ દીવાલ હોય છે.

– પ્રણય જામનગરી

બધા જ શેર પાણીદાર…

5 Comments »

 1. મીના છેડા said,

  July 6, 2012 @ 1:40 am

  મૂંગા રહીને સાંભળે તેઓ સુખી રહે,
  અહીં તો બધાના સ્કંધ પર વૈતાલ હોય છે.

  માણી નથી શકતા કદી; એ સ્હેજ આજને,
  ઘૂમરાતી જેના મન મહીં ગઈ કાલ હોય છે.

  વેરાનમાંય વસ્તી એ ઊભી કરી શકે,
  આ શબ્દ પણ સાચે અહીં કમાલ હોય છે.

  – ખરેખર કમાલ!

 2. Rina said,

  July 6, 2012 @ 2:33 am

  વેરાનમાંય વસ્તી એ ઊભી કરી શકે,
  આ શબ્દ પણ સાચે અહીં કમાલ હોય છે.
  Aaawessome….

 3. pragnaju said,

  July 6, 2012 @ 8:11 am

  મસ્ત ગઝલના બધા શેરોમા આ વધુ ગમ્યા
  વેરાનમાંય વસ્તી એ ઊભી કરી શકે,
  આ શબ્દ પણ સાચે અહીં કમાલ હોય છે.

  સહેલાઈથી એ પણ નથી ઊકલી જતો અહીં,
  ને સાવ નાનો આમ તો સવાલ હોય છે.
  તેમની જ આ ગઝલની યાદ આપે છે
  કેટલાં કામ લઈને ઊભો છું
  હાથ સૂમસામ લઈને ઊભો છું. .
  રાત વીતે પછી વિચારીશું
  ધૂંધળી શામ લઈને ઊભો છું. .
  ખાલીપો જે મહીં ભરેલો છે
  હું એવો જામ લઈને ઊભો છું. .
  આ હકીકત મને ડરાવે છે
  સ્વપ્નનું ગામ લઈને ઊભો છું.

 4. rajul b said,

  July 6, 2012 @ 10:18 am

  વેરાનમાંય વસ્તી એ ઊભી કરી શકે,
  આ શબ્દ પણ સાચે અહીં કમાલ હોય છે.

  વાહ્હ્..
  આ પંક્તિઓ વિશે શુ કહેવુ?..બસ મૌન રહી ને માણવી રહી

 5. nehal said,

  July 8, 2012 @ 12:03 pm

  ચોટદાર….!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment