અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાં ક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.
રવીન્દ્ર પારેખ

શંકા ન કર -ઉર્વીશ વસાવડા

(ઉર્વીશ વસાવડાએ ખાસ લયસ્તરો માટે સ્વહસ્તે લખી મોકલાવેલ અપ્રગટ ગઝલ)

સૂર્યના ઢળવા વિષે શંકા ન કર
દીપ ઝળહળવા વિષે શંકા ન કર

આ કથાનો અંત બાકી છે હજી
આપણા મળવા વિષે શંકા ન કર

એક પથ્થર આપણે ફેંક્યા પછી
નીર ખળભળવા વિષે શંકા ન કર

છે તિખારો એક ઊંડે ક્યાંક પણ
હીમ ઓગળવા વિષે શંકા ન કર

એ અનાદિકાળથી ગુંજે ભીતર
નાદ સાંભળવા વિષે શંકા ન કર

-ઉર્વીશ વસાવડા

સહજતા એ ઉર્વીશ વસાવડાની ગઝલોની ખાસિયત છે. શેર વાંચતા જ સરલ અને અનુભવતા અતલ લાગે એ એમની વિશેષતા. સાવ નાની અમથી આ ગઝલમાં ક્યાંક ઊંડી વાતો કહેવાઈ ગઈ છે…(લયસ્તરો માટે આ અક્ષુણ્ણ ગઝલ સ્વહસ્તે લખી મોકલવા બદલ ઉર્વીશ વસાવડાનો ખૂબ ખૂબ આભાર!)

18 Comments »

  1. Jina said,

    August 18, 2007 @ 6:17 AM

    ખૂબ ખૂબ આભાર ધવલભાઈ,
    લયસ્તરો પર મુકાતા નવા પોસ્ટ અંગે ઈ-મે થી જાણકારી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર!!

  2. vijay Shah said,

    August 18, 2007 @ 10:18 AM

    એ અનાદિકાળથી ગુંજે ભીતર
    નાદ સાંભળવા વિશે શંકા ન કર

    સરસ
    મજા આવી ગઇ

  3. Harikrishna Patel (London) said,

    August 18, 2007 @ 10:36 AM

    અતિ સુદર રચના છે.આ મોકલવા બદલ તમારો ખુબ આભાર. મોકલતા રહેશો.

  4. Rasheeda said,

    August 18, 2007 @ 10:45 AM

    bahu saras sundernani ghazal ma khoob maja padi.
    abhaar dhawal bhai and Urvashi

  5. ધવલ said,

    August 18, 2007 @ 10:56 AM

    બહુ સરસ… બહુ વખતે મારો બહુ ગમતો શબ્દ – ‘તિખારો’ – એ પણ ગઝલમાં – જોવા મળ્યો એ બોનસ !

  6. પંચમ શુક્લ said,

    August 18, 2007 @ 2:01 PM

    સરળ દેખાતાં શબ્દોમાં અઘરી વાત કહી જતી સુંદર ગઝલ.

  7. ઊર્મિ said,

    August 19, 2007 @ 8:59 PM

    વાહ… આ તો એક…દમ સોઁસરવી જ ઉતરી ગઈ!!

  8. BRIJESH said,

    August 20, 2007 @ 12:57 AM

    કયા બાત હૈ. સુન્દર રચનાઓ મોકલતા રહેજો

  9. Pinki said,

    August 20, 2007 @ 2:33 AM

    એ અનાદિકાળથી ગુંજે ભીતર
    નાદ સાંભળવા વિષે શંકા ન કર

    ખરેખર બધી શંકા વિશ્વાસમાં ફેરવાઇ ગઇ.

    “હવે તો તું આવ ધરા પર, (ખુદા)
    મુજ વિશ્વાસ પર શંકા ન કર. “

  10. Sudhir Patel said,

    August 20, 2007 @ 10:10 AM

    Very nice gazal.
    Congratulations, Urvishbhai.
    Sudhir.

  11. Maulik said,

    August 20, 2007 @ 11:11 AM

    I want to give some good GHAZALs of Mariz : how to do this ?? Please advice.

  12. mahesh patel said,

    August 21, 2007 @ 5:57 AM

    મે આ કાવ્ય ખુબજ સુન્દર લાગ્યુ

  13. preeti tailor said,

    August 26, 2007 @ 8:39 AM

    નિજની ઓળખાણ ન કરી મેં ક્યારેય,
    તેથી જ તો જગ આખા પર શંકા કરી….

    હું મને ઓળખીશ જ્યારે
    વિચારીશ શેં મેં શંકા કરી?

  14. Pinki said,

    August 28, 2007 @ 10:23 AM

    શંકા છે મુજ વિશ્વાસ પર અને
    તેથી જ તો આખા જગ પર શંકા કરી !!!

    i like it priti so just wrote……….
    lovly………

  15. Pinki said,

    August 28, 2007 @ 10:25 AM

    શંકા છે મુજ વિશ્વાસ પર મને,
    તેથી જ તો જગ આખા પર શંકા કરી !!!

  16. Umesh Vora said,

    August 30, 2007 @ 12:35 AM

    Dear Dr. Urmish Vasavada,

    Jai Hatkesh.

    Very fine gazale written by you.

    Best wishes for your future publication.

    Umesh Vora.

  17. SHAILESHPANDYA bhinash said,

    September 9, 2007 @ 2:03 AM

    good……

  18. Abhijeet Pandya said,

    September 12, 2010 @ 10:31 PM

    સુંદર રચના.

    એક પથ્થર આપણે ફેંક્યા પછી
    નીર ખળભળવા વિષે શંકા ન કર

    અિભજીત પંડ્યા ( ભાવનગર ) .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment