આ વહેતાં આસુંઓની કથની પર તું ના જઈશ વારી,
કરી છે એણે ક્યાં ખુદ આંખ સાથે પણ વફાદારી ?
વિવેક મનહર ટેલર

હવે તારામાં રહું? -મૂકેશ જોશી

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
          સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
          કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
          તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
          વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
          આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?…  હું થોડા દિવસ…

-મૂકેશ જોશી

આ કવિ વિષે હું કાંઈ જાણતો નથી. આ કવિતા વાંચ્યા પહેલા એમનુ નામ પણ સાંભળ્યું નહોતું. પણ એક જ કવિતા વાંચી ને અઢળક ઓળખાણ થઈ ગઈ ! સચ્ચાઈના રણકાથી છલકાતું પ્રેમની આવશ્યકતાનું આ સુંદર ગાન પહેલી નજરે જ દીલમાં વસી જાય એવું છે.

11 Comments »

  1. SV said,

    September 19, 2005 @ 9:41 AM

    Very good choice of words. I too read Mukeshbhai’s poems recently. – sv ( http://sv.typepad.com/guju/ )

  2. Anonymous said,

    October 10, 2005 @ 2:36 AM

    it’s very good kavita. I liked it an will try to read more from mukesh joshi.

  3. sanskruti said,

    December 8, 2005 @ 3:58 AM

    This is really a wounderful expresion. Mukeshbhai ni biji kavita web paar kyak vanchi hati. sundar lakhan che emnu.

  4. Anonymous said,

    December 23, 2005 @ 8:43 AM

    ખરેખર અદભુત કવિતા!
    ડો. વિવેક ટેલર્

  5. jayshree said,

    April 23, 2007 @ 3:59 AM

    આમ તો પહેલા પણ વાંચી હતી આ કવિતા….
    પણ આજે ફરીથી વાંચવાની પણ એટલી જ મજા આવી…..

    કોણ જાણે હિમશી એકલતા જામી
    વૈદો કહે છે: હૂંફની છે ખામી
    કહે છે તારામાં લાગણી છે બહુ…

    આ પંક્તિઓ તો એમાં ખુબ જ ગમે છે….
    ધવલભાઇ, તમારી વાત સાચી હોં… બસ આ એક જ કવિતા વાંચીને કવિ મુકેશ જોશીના ચાહક થઇ જવાય….

  6. Geeta Paresh Vakil said,

    May 21, 2007 @ 4:03 AM

    ગુજરાતી સાહિત્ય માટે મને ખૂબ આદર અને લગાવ છે. શ્રી મુકેશ જોષી ને હમણાં વડોદરામાં સાંભળ્યા, અદભૂત લખે છે. એમની બીજી બે સુંદર રચનાઑ હરિ તમે તો સાવજ અંગત અને પાંચીકા રમતીતી દૉરડાં કુદતીતી, વાંચવી ગમશે, તો અહિં મૂકવા વિનંતી.

  7. લયસ્તરો » તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો - મૂકેશ જોશી said,

    January 13, 2008 @ 1:33 AM

    […] ગયા અઠવાડિયે પ્રેમની ઊલટી બાજુ રજૂ કરતી બે રચનાઓ સાથેસાથે મૂકેલી એને ‘બેલેંસ’ કરી દે એવું આ ગીત માણો. મૂકેશ જોશીનું આટલું જ સરસ બીજું ગીત પણ સાથે માણશો. […]

  8. Pinki said,

    January 15, 2008 @ 1:50 AM

    સર્વાંગસુંદર ગીત……..

    આ કોઈનામાં રહેવાની વાત જ કેટલી અદ્.ભૂત !!

    કોણ જાણે હિમશી એકલતા જામી
    વૈદો કહે છે: હૂંફની છે ખામી
    કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …
    પ્રેમની હૂંફ સામે એકલતામાં હિમ સમું થીજી જવાની વાત પણ અનોખી શૈલીમાં રજૂ કરી છે.
    પ્રેમની કેવી ચરમસીમા…………. !!
    મને સાચકલે જ મારામાં ફાવતું નથી….. હું થોડા દિવસ તારામાં રહું …… !!

  9. dilip ghaswala said,

    January 17, 2008 @ 1:52 PM

    what a poem..wah kya baat hai..
    sari kavita mukesh nathi lakhto tyare
    saalu lagi aavechhe..
    Dilip Ghaswala
    Surat

  10. meena said,

    January 19, 2008 @ 1:37 PM

    Sorry i am not writing in Gujarati but that does not mean i can’t feel Gujarati.I also write and live Gujarati Bhaasha everyday,every moment.Very much appreciate both the honey-dropping poems by Mukeshbhai Joshi. They are just wonderful.Only a person with lyrics and words living in his heart can truly understand these deep and meaningful words.Congrats and all the best to Shri Mukeshbhai Joshi

  11. હવે તારામાં રહું? « Bansinaad said,

    February 7, 2008 @ 12:05 AM

    […] મૂકેશ જોશીનું આ ગીત આજે જ લયસ્તરો પર વાંચ્યું. બહુ જ ગમી ગયું. માનવ જીવનમાં હૂંફ અને લાગણી અનુભવાય છે ત્યારે ગમે એટલાં વિપરીત સંજોગો  પણ મીઠાશનો અનુભવ કરાવી શકે […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment