શોકનો માયો તો મરશે ન તમારો 'ઘાયલ',
હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં !
ઘાયલ

રોનક થઈ ગઈ – હેમેન શાહ

સોબત વાદળ માફક થઈ ગઈ,
માંડ મળ્યાં ત્યાં ચકમક થઈ ગઈ.

કોણ ટહુક્યું ભર બપ્પોરે ?
રસ્તે રસ્તે ઠંડક થઈ ગઈ.

બારી ખોલી – મેઘધનુષ ત્યાં !
શું અણધારી આવક થઈ ગઈ.

જે ક્ષણને મેં ધુત્કારી’તી,
એ તો ભાગ્યવિધાયક થઈ ગઈ.

બત્તી ઉઘડી, હસ્યા ફુવારા,
અને નગરમાં રોનક થઈ ગઈ.

જૂનાં સ્મરણો પાછાં આવ્યાં,
મન વચ્ચોવચ બેઠક થઈ ગઈ.

– હેમેન શાહ

એક મજાની 10/10 ગઝલ !

 

9 Comments »

 1. ઊર્મિ said,

  May 5, 2012 @ 3:14 pm

  મસ્ત મજાની ગઝલ… બધા જ શેર મજાના થયા છે… પણ છેલ્લો શેર જરા વધુ ગમી ગયો.

  જૂનાં સ્મરણો પાછાં આવ્યાં,
  મન વચ્ચોવચ બેઠક થઈ ગઈ.

 2. pragnaju said,

  May 5, 2012 @ 9:48 pm

  સ રસ ગ ઝ લ
  મત્લા પઢી ને હું મક્તા પઢી ગઇ,
  મૂળ વિચારો હતા એ ધસી આવ્યા
  અનુભવાયું
  બત્તી ઉઘડી, હસ્યા ફુવારા,
  અને નગરમાં રોનક થઈ ગઈ.
  ચિતમા સ્મરણોની વણઝાર ચાલી.સંતો કહે છે મૃત્યુના ચાર દુઃખોમાં સ્મરણદુઃખ વધુ કપરું હોય છે.

 3. હેમંત પુણેકર said,

  May 5, 2012 @ 11:06 pm

  દમદાર મત્લાથી શરૂ થતી એટલી જ દમદાર ગઝલ! મજા પડી ગઈ!

 4. Ramesh Patel said,

  May 6, 2012 @ 2:25 am

  ખૂબ જ મજેદાર ને દમદાર ગઝલ…અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. ડૉ.મહેશ રાવલ said,

  May 6, 2012 @ 11:54 am

  શ્રી હેમેનભાઈએ સરળ શબ્દોમાં સહજ વાત વણી લીધી- સુંદર ગઝલ.

 6. Sudhir Patel said,

  May 6, 2012 @ 12:10 pm

  હેમેન શાહની આગવી બાની ધરાવતી મસ્તાના ગઝલ!
  સુધીર પટેલ.

 7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  May 6, 2012 @ 2:52 pm

  આ માણસની આ એકલી ગઝલને ભલા શું કહેવું?
  એક એક અક્ષર એનો એક એક ગઝલ થઈ ગઈ.

 8. Maheshchandra Naik said,

  May 6, 2012 @ 7:42 pm

  સરસ ગઝલ્….મનોમન બેઠક થઇ ગઈ…….આનદ આનદ થઈ ગયો…….

 9. yogesh shukla said,

  September 29, 2015 @ 1:25 pm

  બહુજ સુંદર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment