હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.
અમૃત ઘાયલ

શાંત કોલાહલ – રાજેન્દ્ર શાહ

રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
આ ગુલ્મને આંગણ
પારિજાતની સુગંધ મીઠી ઝરી પ્રસન્નતા.
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ
ટોળે મળી કાબર, ચાષ;
કલબલ તે કેટલી ?
ચંચલ કૈં !
અકારણ ઊડી જતાં ડાળ વિશે
અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં !
ને માર્ગથી ગૌચરની ભણી ધણ વસંત
હંભારવમાં બધા ય તે અવાજ ઝાંખા
ઘર,હાટ, ઘાટના.
આ વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ
ડહોળાય આખો અવકાશ,
રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ !
સુષુપ્તિનો જે અનુબોધ
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !

– રાજેન્દ્ર શાહ

[ ગુલ્મ = સ્થાન,જગ્યા. ચાષ = એક કાબર જેવું પંખી ]

આખેઆખાં વહી જવાય એવું ઊર્મિકાવ્ય…..

 

4 Comments »

 1. pragnaju said,

  April 23, 2012 @ 4:25 am

  સુંદર ઊર્મિ અછાંદસ

  રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ !
  સુષુપ્તિનો જે અનુબોધ
  કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !

  અ દ ભૂ ત મ કોલાહલ કે એકાંતમાં જ થાય એમ પણ ના સમજતા. કામ ગમે ત્યાં થઈ શકે છે. એકાંતમાં રહેનારા પુરૂષો પણ કર્મ કરે છે. પછી તે કર્મ ઈશ્વરની ઉપાસનાનું હોય, ધ્યાન કે જપનું હોય, પોતાના સુધારનું હોય કે જ્ઞાન મેળવવાનું ને આપવાનું હોય. માણસ કંઈ જ ના કરે, ને કોઈ લાગણી કે આવેશની અસર નીચે આવી જઈને એકાંતનો આધાર લે, ને કર્મ કે પુરૂષાર્થનો ત્યાગ કરીને પ્રમાદી બને, તો શું તેની ઉન્નતિ થઈ શકે ખરી ? વ્યવહારમાં રહેનાર માણસ પણ કામકાજ છોડીને બે હાથ જોડીને આળસુ થઈને બેસી રહે, તો તેનો ઉદય કેવી રીતે થઈ શકે ? વિદ્યાર્થીને શરૂશરૂમાં કેટલી બધી મહેનત કરવી પડે છે ! તે તેના જ ભલા માટે છે તેથી તેને જ્ઞાન મળે છે, ને લાભ થાય છે. પોતાના શિક્ષકનો વાદ લઈને તે મહેનત ના કરે, ને વાંચે કરે નહિ, તો તેને જ્ઞાન ક્યાંથી મળે ? તેણે વિચાર કરવો જોઈએ કે પોતાના ગુરૂ હાલ વાંચતા કે પરિશ્રમ કરતા નથી. અત્યારે તો જ્ઞાનની મૂર્તિ જેવા છે. પણ એ દશાએ તે એમનેમ નથી પહોંચ્યા. વિદ્યાર્થી દશામાં તેમણે ભારે પરિશ્રમ કર્યો છે તેનું આ ફળ છે કે તે જ્ઞાનની મૂર્તિ બન્યા છે. આ રીતે વિચાર કરવાથી તેને પ્રેરણા મળશે ને ગુરૂનું ખોટું અનુકરણ કરી પુસ્તકોને કબાટમાં મૂકી દઈ ને તે બેસી નહિ જાય, ઉલટું તે વધારે ને વધારે પરિશ્રમી બનશે.

 2. ધવલ said,

  April 23, 2012 @ 8:25 am

  વાહ ! વાહ !

 3. મદહોશ said,

  April 23, 2012 @ 10:33 am

  અતી સુન્દર રચના.
  આભાર તીર્થેશ.

 4. Dhruti Modi said,

  April 23, 2012 @ 4:25 pm

  ખૂબ સરસ શબ્દો અને ખૂબ સુંદર વર્ણન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment