દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કલાપી

ગઝલ – ઘાયલ

કુંતલ
બાદલ

કીકી
કોયલ

આંસુ
હલચલ

જીવન
જંગલ

સંશય
સોમલ

શાયર
પાગલ

સારસ
‘ઘાયલ’

– ‘ઘાયલ’

જયારે ગુજરાતી ગઝલ પરંપરાગત માળખામાં જકડાયેલી હતી ત્યારે ‘ઘાયલે’ આવા પ્રયોગો કરેલા. કદાચ આજદિન સુધી લખાયેલી સૌથી ટૂંકી બહેરની ગઝલ છે. (જાણકારો શું કહો છો ?)

બીજા દૃષ્ટિકોણથી જોઈએ તો આ ગઝલ ફ્રોઈડના વર્ડ એસોશીએશન ના પ્રયોગોની યાદ અપાવે છે. વર્ડ એસોશીએશન ટેસ્ટ માં દર્દીને એક શબ્દ કહેવામાં આવે છે (દા.ત. પાણી) અને એના પરથી તરત જ મનમાં જે શબ્દ આવે, જરાય વિચાર કર્યા વિના, એ દર્દીએ કહેવાનો હોય છે. (દા.ત. પાણી સાંભળીને કોઈ કહેશે તરસ, તો કોઈ કહેશે દરિયો, તો વળી કોઈ કહેશે પ્યાલો) અને એના પરથી દર્દીના મનમાં ઊંડે દબાઈ ગયેલી યાદોને બહાર કાઢી શકાય છે. અહીં ગઝલના દરેક શેરમાં બે શબ્દ મૂકીને શાયર આવી જ રમત રમતા હોય એવું નથી લાગતું ?!

(કુંતલ=વાળની લટ, સોમલ=ઝેર)

17 Comments »

 1. jayshree said,

  July 17, 2007 @ 11:47 pm

  ઓત્તારી… !!!

  ટુંક બહેરની ગઝલો થોડી જોઇ છે, પણ આ તો….
  સાચ્ચે જ કંઇક નવું…..

  અને ધવલભાઇ, તમે કીધું એવું કંઇક દર્દીઓ સાથે પણ રમાતું હશે, પણ મને તો શાહરૂખ ખાનની ફિલ્મ જ યાદ આવી ગઇ… 😀 અલબત્ત, તમે રમતની વાત કરી પછી જ… !!

 2. Jani M said,

  July 18, 2007 @ 5:28 am

  બહુ સરસ…

 3. પંચમ શુક્લ said,

  July 18, 2007 @ 1:02 pm

  મજાની શબ્દ રમતઃ

  નીચે મને આવડી એવી મારી રમત.

  જં
  ગલ


  કલ

  કો
  યલ

  પા
  ગલ

  હલ
  ચલ

  કલ
  બલ

  બા
  દલ

  ઘા
  યલ

 4. shriya said,

  July 18, 2007 @ 8:06 pm

  આંસુ
  હલચલ

  જીવન
  જંગલ

  સંશય
  સોમલ
  શબ્દો તો માત્ર બેજ પણ એમાં છુપાએલો કેટલો બધો ઊંડો અર્થ!….

  શ્રીયા

 5. ધવલ said,

  July 18, 2007 @ 9:41 pm

  પંચમ… શબ્દના ય નાના ભાગ કરવાથી સરસ લય ઉપજે છે !

 6. dharmesh Trivedi said,

  July 22, 2007 @ 3:35 pm

  એક નવો જ અને તરોતાજા કર્તો વાચન અનુભવ

 7. લયસ્તરો » ગઝલ - આદિલ મન્સૂરી said,

  August 12, 2007 @ 4:01 am

  […] છંદનું એક જ આવર્તન હોય અને એક જ શબ્દનો મિસરો હોય એવી સાવ જ ટૂંકી-ટચ ગઝલ થોડા સમય પહેલાં આપણે અમૃત ઘાયલની કલમે વાંચી. અન્ય સાહિત્યકારોએ પણ આવા પ્રયોગ કર્યા છે. આજે માણીએ આદિલ મન્સૂરીની એવી જ વાંચતા પહેલાં જ પૂરી થઈ જાય એવી છતાં થોભો તો ચમત્કૃતિ અનુભવાય એવી એક ગઝલ… […]

 8. ઊર્મિ said,

  August 13, 2007 @ 4:14 pm

  મારી નજરમાંથી છટકી ગયેલી આ ગઝલને તો મેં આજે જ વાંચી…

  હાચ્ચે જ, આટલી ટૂંકી બહેરની ગઝલ આજે પહેલીવાર વાંચી… એ પણ ઘાયલસા’બ અને આદિલસા’બની!

  (અરે, આ ગઝલ કરતાં તો મારી કોમેન્ટનાં અક્ષરો વધી ગયા છે! 🙂 )

 9. GeetaParul said,

  August 16, 2007 @ 11:21 pm

  e=mc2
  એની જેમજ શબ્દોમાં કંજુસાઇ પણ અર્થમાં કેટલી દરીયાદીલી!

 10. COL G T PARIKH said,

  October 22, 2007 @ 1:38 pm

  ” HUN SHOON KAHUN ? ‘ ADIL’ KAHI GAYA……”

 11. amrut said,

  March 18, 2012 @ 4:12 am

  સુન્દર
  સ્મરન્

  મન ભરન
  તેજ તરન

  આનન્દ મન્ગલ્
  જિવન કવન્

  હ્રિદય ગમન્
  ભાવ તરન્

 12. amrut said,

  March 18, 2012 @ 4:16 am

  આનન્દ અનન્ત્

  નિલામ્બર વતન્

  રુહાનિ જતન્

  મન મનનન

  પ્ર્ફુલિત પવન્

  ચિત્ત સ્મરન્

  ખુસિ અનન્

  પ્રેમાનન્દ્

 13. amrut said,

  March 18, 2012 @ 4:24 am

  પ્રેમાસ્પદ જો મને તુ ખોવયો ખુદ મા
  વલોપત મા વિલસતો નિજ રુપ હુ

  દિવસ ને રાત જયા પુરી થાય તે
  અહેસાસ નિરન્તર ખુદ મા જ હુ

  મલિન ચિત ની મનોદસ સન્સાર
  ચેતન મુજ મા નિત અવિસ્કાર હુ

 14. amrut said,

  March 18, 2012 @ 4:39 am

  ઇજાજત માગુ અલ્વિદા થવાની
  હક્ક છે સનમ નો દિલ મા ઙુ બી જવુ
  ફરક છે માગવૂ ઈજાજત ને સમરપણ મા
  હકક છે હલાલ કર્ વાનો મહોબત મા.

 15. Kaushal Vyas said,

  May 4, 2014 @ 6:21 pm

  વરસો જવાને જોઈએ ત્યાં, ક્ષણમાં જઈ ચડ્યો,-(2)
  આશ્ચર્ય વચ્ચે એમનાં આંગણમાં જઈ ચડ્યો.-(2)

  આ ગઝલ ના શબ્દો કોઇ નિ પાસે હોય તો પોસ્ટ કરો

 16. Dhaval Shah said,

  May 4, 2014 @ 10:09 pm

  વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો,
  આશ્ચર્ય વચ્ચે એમનાં આંગણમાં જઈ ચડ્યો.

  પૂછો નહીં કે આજ તો ક્યાં નીકળી ગયો?
  કાજળને સ્પર્શવા જતાં કામણમાં જઈ ચડ્યો.

  અંધાર મુક્ત થઈ ન શક્યો રોશની મહીં,
  આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઈ ચડ્યો.

  કંઈ ચાંદની જ એવી હતી ભાન ના રહ્યું,
  જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઈ ચડ્યો.

  ‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું?
  ખૂબ જ હતો હું આજ વિમાસણમાં જઈ ચડ્યો.

  – અમૃત ‘ઘાયલ’

 17. Kaushal Vyas said,

  May 5, 2014 @ 4:16 pm

  ખુબજ આભાર આપનો ઘવલ ભાઇ.
  આ એક ખુબ જ સુન્દર ગઝલ છે પણ એટ્લી ચર્ચિત કેમ નથી રહી એ સમજાયુ નહિ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment