તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

અગ્નિપથ – હરિવંશરાય બચ્ચન (અનુ. વિવેક મનહર ટેલર)

અગ્નિપથ ! અગ્નિપથ ! અગ્નિપથ !

વૃક્ષ હો ભલે ઊભાં,
ગીચ હો ભલે ઘટા,
પર્ણભર છાંયની ન હો મમત ! હો મમત ! હો મમત !

તું ન થાકશે કદી,
તું ન થંભશે કદી,
ના કરીશ પીછેહઠ, લે શપથ ! લે શપથ ! લે શપથ !

આ મહાન દૃશ્ય છે,
ચાલી રહ્યો મનુષ્ય છે,
અશ્રુ-સ્વેદ-રક્તથી લથબથ ! લથબથ ! લથબથ !
અગ્નિપથ ! અગ્નિપથ ! અગ્નિપથ !

– હરિવંશરાય બચ્ચન
(અનુ. વિવેક મનહર ટેલર)

*

બે વાર બનેલી ‘અગ્નિપથ’ ફિલ્મના કારણે ખૂબ જાણીતી થયેલી આ કવિતાનું ભાવવિશ્વ જેટલું સરળ દેખાય છે એનો મર્મ એવો જ ગહન અને અગ્નિપથ સમો છે.  જીવન એ અનવરત સંગ્રામનું બીજું નામ છે એ વિભાવના આ કવિતામાં સુપેરે તરી આવી છે. માર્ગમાં ગમે એવા વિરાટકાય સુખો કેમ ન મળે, એક પત્તીભાર સુખનીય અપેક્ષા રાખ્યા વિના આ જીવનમાં આપણે સતત આગળ જ વધતા રહેવાનું છે.

  *

अग्निपथ! अग्निपथ! अग्निपथ!

वृक्ष हों भले खड़े
हों घने, हों बड़े
एक पत्र छाँह भी
मांग मत! मांग मत! मांग मत!

तू न थकेगा कभी
तू न थमेगा कभी
तू न मुड़ेगा कभी
कर शपथ! कर शपथ! कर शपथ!

यह महान दृश्य है
चल रहा मनुष्य है
अश्रु-स्वेद-रक्त से
लथ-पथ! लथ-पथ! लथ-पथ!

अग्निपथ! अग्निपथ! अग्निपथ!

– हरिवंश राय बच्चन

16 Comments »

 1. મીના છેડા said,

  February 18, 2012 @ 1:01 am

  માવજતથી કરેલો અનુવાદ અને સ્પષ્ટ કરેલી સમજ બંને સરસ બન્યા છે ..
  પણ
  માર્ગમાં ગમે એવા વિરાટકાય સુખો કેમ ન મળે, એક પત્તીભાર સુખનીય અપેક્ષા રાખ્યા વિના આ જીવનમાં આપણે સતત આગળ જ વધતા રહેવાનું છે.

  સાંભળવું – કહેવું – લખવું …. જેટલું સરસ એટલું જ
  માનવું – કબૂલવું – અનુસરવું …એ માટેની સહજ તૈયારી નથી થતી…

 2. વિવેક said,

  February 18, 2012 @ 1:12 am

  એટલે જ આ અગ્નિપથ છે !

 3. tirthesh said,

  February 18, 2012 @ 1:15 am

  આ કવિતાએ મને અસંખ્યવાર વિકટ સમયમાં બળ પૂરું પડ્યું છે…… પાઠ્યપુસ્તકમાં સમાવવા જેવી રચના….દરેક શિક્ષકે પહેલાં તો પોતે ભણવી જોઈએ અને પછી દરેક બાળકને ભણાવવી જોઈએ……

 4. Rina said,

  February 18, 2012 @ 1:39 am

  awesome original and grt translation…

 5. KALYAN SHAH said,

  February 18, 2012 @ 6:23 am

  મડદામાં પણ પ્રાણ પૂરે તેવી સંજીવની રચના. કવિને લાખ લાખ સલામ !

 6. PUSHPAKANT TALATI said,

  February 18, 2012 @ 6:55 am

  બહુત ખૂબ, – બહુત ખૂબ, – બહુત ખૂબ,
  સરસ અને સચોટ અનુવાદ – ભઈ મજા આવી ગઈ.

  મારા મત મુજબ ;-
  एक पत्र छाँह भी मांग मत ! मांग मत ! मांग मत ! નો અનુવાદ
  ” પર્ણભર છાંયની ન હો મમત ! હો મમત ! હો મમત ! ”
  ને બદલે
  ” પર્ણભર છાંયની ન હો મમત ! ન હો મમત ! ન હો મમત ! ”
  એમ વધુ યોગ્ય ગણું છું – કારણ કે આ પંક્તિ માં “ન” ને બે વખત વધારે ઉમેરવાથી પ્રાસમાં પણ ખાસ ફર્ક કે તફાવત પડતો નથી તો પછી તે મુજબ જ અનુવાદ કરવો મારા મત મુજબ યોગ્ય ગણાશે તેવું મારું નમ્ર સુચન છે.
  જો કે વિવેકભાઈ ને આ સુચન ગમશે કે કેમ ?
  પણ મે તો જેવું લાગ્યું – તેવું લખ્યું

  અનુવાદ સાથે જ અસલ કાવ્ય પણ આપ્યું તેથી વિશેષ આનંદ થયો. આ પ્રક્રીયા વણથંભી ચાલુ જ રાખશો તેવી અપેક્ષા સાથે -અ ભિ નં દ ન

 7. વિવેક said,

  February 18, 2012 @ 8:20 am

  @ પુષ્પકાંત તલાટી:

  આપનો પ્રસ્તાવ સાચો છે. હું પણ આ ગીતમાં મમતની સાથે નકાર કઈ રીતે ત્રેવડાય એ જ વિચારતો હતો…

  ‘માંગ મત’નું લય બંધારણ ગા-લ-ગા છે. જ્યારે ‘ન હો મમત’નું બંધારણ લ-ગા-લ-ગા છે…

  પણ સમય મળતાં જ હું યોગ્ય સુધારો કરીશ…

 8. dilip said,

  February 18, 2012 @ 9:50 am

  તેજસ્વીતા અને અસ્મિતાસભર સાધક જ કહી શકે..
  પર્ણભર છાંયની ન હો મમત ! હો મમત ! હો મમત !
  સુંદર પ્રેક કાવ્ય અને અનુવાદ પણ યથાર્થ છે..

 9. M.D.Gandhi, U.S.A. said,

  February 18, 2012 @ 1:27 pm

  બહુ સરસ કવિતા છે. “કોન બનેગા કરોડપતી”માં અમિતાભ બચ્ચને બહુ સુંદર રીતે ગાયેલું, બહુ મઝા પડી હતી. અનુવાદ પણ બહુ સુંદર છે.

 10. ચેતના ભટ્ટ said,

  February 21, 2012 @ 1:35 am

  ખુબ સુન્દર અનુવાદ વિવેક ભાઇ..

 11. P Shah said,

  February 21, 2012 @ 2:25 am

  સુંદર રચનાનો સુંદર અને યથાર્થ અનુવાદ !
  અભિનંદન વિવેકભાઈ !
  તીર્થેશભાઈના મત પ્રમાણે-
  દરેક શિક્ષકે પહેલાં તો પોતે ભણવી જોઈએ અને
  પછી દરેક બાળકને ભણાવવી જોઈએ……
  મૂળ રચના અનુવાદ સાથે મૂકીને તમે તમારો વિવેક પ્રગટ કર્યો છે.
  પુ. તલાટી સાથે સહમત છું.

 12. gunvant thakkar said,

  February 22, 2012 @ 2:55 am

  વિવેકભાઈ ,આપણે સૌ જાણીએ છીએ કે, મમત એટલે હઠાગ્રહ ,દુરાગ્રહ ,જીદ , વગેરે …પરંતુ આ કવિતામાં, मांग मत! શબ્દદ્વારા બચ્ચનજીને જે અભિપ્રેત છે એ માત્ર દીનતાનો ભાવ છે એટલે કે પતીભર છાંય કે રતીભાર સુખની આશામાં દીન બની તું કોઈના શરણે જઇશ નહી, તમે ભાવાર્થમાં આ વાત સરસ રીતે મૂકી આપી છે.પરંતુ મમત એક એવી અવસ્થા છે કે જે તે વસ્તુ માટે મમતે ચડેલો માણસ એવસ્તુને મેળવવામાટે એને છીનવી લેવાની હદ સુધી પણ જઈ શકે છે .મારું એટલુંજ કહેવું છે કે મૂળ કવિતામાં मांग मत! શબ્દનું જે ભાવવિશ્વ છે એ મમત શબ્દથી બરાબર ઉજાગર થતું નથી.
  બીજું કે બચ્ચનજીએ આ કવિતામાં વાપરેલા તમામ હિન્દી શબ્દો ગુજરાતી ભાષામાં એટલા બધા હળીભળી ગયા છે કે એના અનુવાદની જરૂરીયાત કે શાર્થકતા વિશે પણ પ્રશ્ન તો રહે જ .
  જાણકારો કહે છે કે અનુવાદથી કવિતા મરી જાય છે .અનુવાદક જો છદને અનુસરે તો એના હાથમાં માત્ર છદ જ આવે છે અને છુટ લે તો પધ્ય નિબંધ ,મારૂતો નમ્ર પણે માનવું છે કે અનુવાદને બદલે આસ્વાદ કે વિવેચન જે તે રચનાને સમજવામાં વધુ ઉપયોગી સાબિત થાય છે .
  અલબત તમારા અનુવાદે મારા વિચારોને અહી મુકવાની તક આપી એટલે સરાહનીય તો છે જ .
  ભૂલચૂક બદલ ક્ષમાંપ્રાર્થી .

 13. વિવેક said,

  February 22, 2012 @ 8:10 am

  પ્રિય ગુણવંતભાઈ,

  કોઈ પણ કવિતાના અનુવાદની મર્યાદાઓ અંગે આપે યથાર્થ કહી જ દીધું છે એટલે મારે કશું બોલવાનું રહેતું નથી.

  એક પત્તીભર છાંયડાનીય ઇચ્છા, હઠ, ચડસ મનમાં રાખ્યા વિના આગળ વધવું એ જ ભાવ મેં મમત શબ્દ વડે વ્યક્ત પણ કર્યો છે. મારી દૃષ્ટિએ કવિતાનો મૂળ ભાવ જળવાઈ રહે એ અનુવાદનું સહુથી જરૂરી પાસું છે… ‘માંગ નહીં’નો વાચ્યાર્થ અને ‘અગ્નિપથ’ સાથે પ્રાસ પણ મેળવી શકે એવો કોઈ શબ્દ મને સુઝ્યો નથી. આપના ધ્યાનમાં કોઈ એવો શબ્દ હોય તો જણાવશો…

  બીજો એક પ્રશ્ન છે, હિંદી ભાષાના અનુવાદનો. હિંદી અને ગુજરાતીમાં તફાવત નથી એ હું પણ જાણું છું પણ એ છતાં હિંદી કવિતાના પુસ્તકો તરફ આપણે ઉદાસીનતા સેવીએ છીએ… ઘણા બધા હિંદી પુસ્તકોનો ગુજરાતી તરજૂમો થયેલો મેં જોયો છે…

 14. pragnaju said,

  February 26, 2012 @ 5:25 am

  અગ્નિપથમાં એક વેર વાળતી કહાની છે.

  જે જોશ અને લાગણીથી ભરપૂર છે

  ખૂબ સરસ કાવ્યનો ખૂબ સરસ અનુવાદ

 15. munira said,

  March 9, 2012 @ 12:54 pm

  one of the best creations of bachchan sahab! and translator had done perfect justice to the origional one!!

 16. લયસ્તરો » मधुशाला : ०२ : अग्निपथ – हरिवंश राय बच्चन said,

  December 6, 2015 @ 12:57 am

  […] આ કવિતાનો સરસ અનુવાદ આગળ કરેલો છે. એ પણ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment