અમે પણ તને માનશું ઉમ્રભર,
કદી તું ય સાકાર થૈ વાત કર !
સુધીર પટેલ

એકલું – પ્રહલાદ પારેખ

નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ તરંગ;
ડાળે ડાળે વનમાં ફૂલડાં, માળે ગાયે વિહંગ;
શાને રે લાગે તોયે એકલું !

સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો ન પર,
પડે રે હૈયું જ્યારે એકલું ત્યારે સંગ દેનાર;
તોયે રે લાગે આજે એકલું !

ઊભી રે ધરણી મારી પાસમાં, ઉપર આભ અપાર;
વાયુ રે નિત્યે વીંટી રે’ મને, આખું વિશ્વ વિરાટ;
નાના રે હૈયાને લાગે એકલું !

કોઈ રે આવી કોઈ વહી ગયું, મારે અંતરને દ્વાર;
કોઈ રે ગઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર:
એવું રે લાગે આજે એકલું !

-પ્રહલાદ પારેખ

ક્યાંક વાંચ્યું છે – ‘ સૌની એકલતા પોતીકી હોય છે. ‘ બધું જ છે,પણ જો તું નથી, તો કશું જ નથી……

8 Comments »

  1. Rina said,

    February 13, 2012 @ 12:39 AM

    beautiful loneliness……

  2. manilal.maroo said,

    February 13, 2012 @ 3:37 AM

    બહુજ સરસ manilal.m.maroo

  3. વિવેક said,

    February 13, 2012 @ 7:03 AM

    અદભુત ગીત…

    ટોળાંઓની વચ્ચોવચ રચી દઉં ટોળું જો મારું,
    જડી જો જાઉં તો પણ ના જડું હું તો હજારોમાં…

  4. Darshana Bhatt. said,

    February 13, 2012 @ 1:54 PM

    ંMy most favourite of Prahlad Parekh.beautiful song of loneliness .

  5. P Shah said,

    February 13, 2012 @ 11:09 PM

    નયનરમ્ય ભાત પાડતુ સુંદર ગીત !

  6. pragnaju said,

    February 14, 2012 @ 1:01 AM

    સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો ન પર,
    પડે રે હૈયું જ્યારે એકલું ત્યારે સંગ દેનાર;
    તોયે રે લાગે આજે એકલું !
    એકલું એકલું લાગે તો

    તો તો ભગવાનને ખોટૂં લાગે!

  7. Rekha shukla(Chicago) said,

    February 14, 2012 @ 8:07 PM

    કેહવુ હતું તે વિવેકભાઈએ કહી દીધુ…
    ટોળાંઓની વચ્ચોવચ રચી દઉં ટોળું જો મારું,
    જડી જો જાઉં તો પણ ના જડું હું તો હજારોમાં…
    ખુબ સરસ ગીત…!!

  8. jigar joshi 'prem said,

    February 15, 2012 @ 9:03 PM

    વાહ સુઁદર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment