હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું ? જઈ પૂછ વિરહની રાતો ને,
અહીં રોજ નિરાશા ફણગે છે અહીં રોજ નિસાસા ઊગે છે.
મિલિન્દ ગઢવી

ગઝલ – શ્યામ સાધુ

ઊડ ઊડ કરતું એક, બીજું નિરાંત કરે છે,
અંદરના પંખીની સંતો વાત કરે છે !

એક પલકમાં તરણા માફક તૂટી જાશે.
ઈચ્છા વચ્ચે ઊભો જે ઠકરાત કરે છે.

અક્ષરનો મહિમા તો બંધુ ઓહો! ઓહો!
ક્ષણમાં નશ્વર હોવાને રળિયાત કરે છે.

ભીતરના અજવાસની ભોગળ વાસી દઈને,
સાવ અમસ્તો સૂરજની પંચાત કરે છે.

‘આ માટીની મહેફિલમાં મહેમાન હતો હું,’
‘સાધુ’ કેવી દરવેશી રજૂઆત કરે છે !

– શ્યામ સાધુ

નિરાંતે વાંચીને ચિંતન કરવાની ગઝલ.

5 Comments »

 1. sanju vala said,

  January 18, 2012 @ 11:46 pm

  वाह क्या बात !! શ્યામ સાધુની રચનાઓમાં આ શ્યામના અંતિમકાળની
  રચના છે , એમાં એક જુદા પ્રકારનું સ્થીત્યંતર જોઈ શકાય છે . મઝા એ છે કે અહીં પેલો રમતિયાળ કવિ વધુ સ્થિર લાગે છે . “ઘર સામે સરોવર ‘ શ્યામની સમગ્ર કવિતાનો સંચય છે . (ગુજ.સા. અકાદમી દ્વારા.) રસ ધરાવતા ભાવકોની જાણ માટે.

 2. વિવેક said,

  January 19, 2012 @ 8:44 am

  અદભુત ગઝલ… આવી ગઝલ વાંચીએ ત્યારે અહેસાસ થાય કે મને ગઝલ લખતાં જ આવડતું નથી…

  વાહ… વાહ… વાહ…

 3. pragnaju said,

  January 19, 2012 @ 12:14 pm

  ખૂબ સરસ

 4. ધવલ said,

  January 19, 2012 @ 1:10 pm

  આભાર, સંજુભાઈ !

 5. Sudhir Patel said,

  January 19, 2012 @ 5:56 pm

  સાંગોપાંગ ગઝલ કોને કહેવાય એનો ઉત્તમ નમૂનો શ્યામ સાધુની આ ગઝલ!
  સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment