જો ખુદમાં ઝાંક્યું તો સમજણ મને એ લાધી છે:
હું તળ સમજતો હતો જેને એ સપાટી છે.
ડેનિશ જરીવાલા

આશાસ્પદ કવયિત્રી સ્મિતા પારેખનું દેહાવસાન…

સાલસ સ્વભાવ અને ઋજુ હૃદયના આશાસ્પદ કવયિત્રી તથા વાર્તાકાર શ્રીમતિ સ્મિતા કિશોર પારેખનું આજે મળસ્કે યુવાન વયે અકાળ અવસાન થયું. ‘લયસ્તરો’ એમને હાર્દિક શબ્દાંજલિ પાઠવે છે.  એમની એક ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.

IMG_4705
(જન્મ: ૩૦-૦૯-૧૯૫૨….    ….મૃત્યુ: ૧૯-૧૨-૨૦૧૧)

નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.

***

સાવ કોરો પત્ર તું એકાદ જો,
થૈ શકે તો મૌનનો અનુવાદ જો.

જ્યાં હવામાં સ્હેજ ભીનો સ્પર્શ છે,
ત્યાં તું આવે યાદ વરસો બાદ, જો.

નીંદ વેરણ ને ઉદાસી રાતભર,
તું ન આવે, આવતી લે યાદ, જો.

મેઘ એકે ના અહીં આકાશમાં,
આજ મારા આંસુનો વરસાદ જો.

દિલને એનાથી વધુ શું જોઈએ ?
કે તું આવે, એક દઈ દઉં સાદ, જો.

જિંદગીએ બસ, ઘણું આપ્યું મને,
આ પડાવે કોઈ ના ફરિયાદ જો.

માત્ર છળ છે જિંદગીમાં હર કદમ,
રેશમી આ સ્મિતમાં અવસાદ જો.

– સ્મિતા કિશોર પારેખ

34 Comments »

  1. jigar joshi 'prem' said,

    December 19, 2011 @ 8:19 AM

    એક તો કવયિત્રીઓની આમે’ય ખોટ છે અને આમ સ્મિતાબહેન નું અકાળે અવસાન થવું – અત્ય્ંત પેીડાદાયક ઘટના છે….ઇશ્વર એમની દિવ્યાત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના……….ઓમ શાઁતિ

  2. pragnaju said,

    December 19, 2011 @ 8:25 AM

    શ્રીમતિ સ્મિતા કિશોર પારેખના દિવ્યાત્માને ઇશ્વર શાંતિ અર્પે એ જ પ્રાર્થના !

  3. ડેનિશ said,

    December 19, 2011 @ 8:39 AM

    દુઃખદ ઘટના !
    મેં એમને સાહિત્ય-સંગમના બેક કાર્યક્રમમાં અને છેલ્લી વખત કાવ્યગોષ્ઠિમાં સાંભળ્યા ત્યારે મને અણસાર પણ ન હતો કે હું હવે એમણે ક્યારેય મળી ન શકીશ.
    તેઓ કવિયિત્રી અને વાર્તાકાર હતાં .ઉપરાંત સાહિત્ય-સંગમના કાર્યક્રમમાં રવીન્દ્રકાકાની એક વાર્તાનો તેમણે કરાવેલો સુંદર આસ્વાદ પણ તેમના મુખે સાંભળ્યો છે.
    -”પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો!”

  4. Sandhya Bhatt said,

    December 19, 2011 @ 9:18 AM

    આજે આખો દિવસ સ્મિતાબહેનનો ચહેરો આંખો સામે તરવર્યા કર્યો…’લયસ્તરો’ પર મ્રુત્યુવિષયક કવિતાઓ વાંચી અને તેની સમજને આમ સરાણે ચઢાવવાની….આશ્ચર્ય અને અવસાદની ઘટના છે,આ..વળી જેમના માટે તે અનુભવાય છે,તેઓ તો ખબર-નાખબરની દુનિયાની બહાર…એમના આત્માને શાંતિ મળો.

  5. PRAGNYA said,

    December 19, 2011 @ 9:21 AM

    શ્રીમતિ સ્મિતા કિશોર પારેખના દિવ્યાત્માને ઇશ્વર શાંતિ અર્પે એ જ પ્રાર્થના !

  6. Naren said,

    December 19, 2011 @ 9:25 AM

    ઇશ્વર એમની દિવ્યાત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના

  7. ગૌરાંગ ઠાકર said,

    December 19, 2011 @ 9:52 AM

    આજે સવારે આ સમાચાર જાણી ભારે દુ:ખ થયું..સ્મિતાબેન સાચે જ એક પ્રેમાળ વ્યક્તિત્વનાં માલિક હતાં..પરમ કૃપાળુ ઇશ્વર એમનાં આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના…

  8. મીના છેડા said,

    December 19, 2011 @ 10:17 AM

    પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ અર્પે …………….

  9. Bina said,

    December 19, 2011 @ 10:40 AM

    શ્રીમતિ સ્મિતા કિશોર પારેખના આત્માને ઇશ્વર શાંતિ અર્પે એ જ પ્રાર્થના !

  10. Bharat Trivedi said,

    December 19, 2011 @ 11:28 AM

    કવિતા લખતી પ્રત્યેક વ્યક્તિ મને સ્વજન જેવી લાગે છે અને પ્રત્યેક મૃત્યુ મારામાંથી જાણે કશું ઓછું કરતું હોય તેમ અનુભવાય છે. અહીં પ્રસ્તુત બંને રચના એ બાબતની ગવાહી આપે છે કે તેઓ સાચેજ ખૂબ આશાસ્પદ કવયિત્રી હતાં . ઇશ્વર એમનાં આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના…

  11. કિરણસિંહ ચૌહાણ said,

    December 19, 2011 @ 12:29 PM

    બહુ સાલસ, નિર્દંભ, નમ્ર અને વિવેકી એવા સ્મિતાબેનની આપણને હંમેશા ખોટ વર્તાશે. અખિલ હિંદ મહિલા પરિષદને ધબકતું રાખવામાં એમનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ઘણા કાર્યક્રમો મહિલા પરિષદના હોલમાં સફળ રીતે થયા એમાં સ્મિતાબેન વચલી કડી બની રહ્યા. અત્યંત પ્રેમાળ અને નિરપેક્ષ એવા સ્મિતાબેનના જવાની ઘટનાથી મન ગમે એટલું મક્કમ કરીએ તોય ભીતરથી હલી જવાય છે. પ્રભુ, સારા લોકોને થોડું વધારે આયુષ્ય આપ…

  12. Anila Amin said,

    December 19, 2011 @ 12:31 PM

    હુ કવિ નથી પણ મને કવિઓ સાથે અને એમના કાવ્યો સાથે અન્હદ પ્રેમ છે . કવિ ક્યરેય મરતા નથી. એમની લાગણીઓ એમના કાવ્યોમા સ્થિત શબ્દો દ્વારા આપણી વચ્ચે જીવનત રહેવા માટેતો સર્જાયાછે.એવાત સાચી કે હવે નવા વધુ કાવ્યો નહી મળે એનુ દ:ખ આપણને જરુર રહેવાનુજ. ઇશ્વર એમના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

  13. Dhruti Modi said,

    December 19, 2011 @ 3:25 PM

    સ્મિતાબેનના આત્માને પ્રભુ શાંતિ અર્પે.

  14. preetam lakhlani said,

    December 19, 2011 @ 3:32 PM

    છેલ્લે જયારે મને સ્મિતાબેન ટોરાન્ટોમા મલ્યા ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે કવયિત્રી અટલા જલદી મહેફિલ છોડીને ચાલ્યા જશે……. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ અર્પે ….

  15. gunvant thakkar said,

    December 20, 2011 @ 12:17 AM

    એક નિખાલસ અને પારદર્શી વ્યક્તિત્વ,એમને પહેલી વાર મળીએ તોય એવું જ લાગે જાણે વરસોથી ઓળખતા હોઈએ .પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચીર શાંતિ આપે .

  16. Jahnvi Antani said,

    December 20, 2011 @ 3:20 AM

    speechless.સાવ કોરો પત્ર તું એકાદ જો,
    થૈ શકે તો મૌનનો અનુવાદ જો…….. !!! prabhu temna atma ne shanti ape.

  17. MAYANK S TRIVEDI said,

    December 20, 2011 @ 5:19 AM

    આશાસ્પદ કવયિત્રીઓની આમે’ય ખોટ છે
    હવે નવા વધુ કાવ્યો નહી મળે એનુ દ:ખ આપણને જરુર રહેવાનુજ. ઇશ્વર એમના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

  18. Milind Gadhavi said,

    December 20, 2011 @ 5:24 AM

    રેશમી આ સ્મિતમાં અવસાદ જો..

    સુંદર પંક્તિ…

  19. vijay joshi said,

    December 20, 2011 @ 9:07 AM

    મૌનનો અનુવાદ પણ મૌન હોઈ શકે એવા આ
    કરુણ પ્રસંગે સ્મિતા બેન ને હાર્દિક શ્રદ્ધાંજલિ!

  20. Harnish Jani said,

    December 20, 2011 @ 9:28 AM

    સ્મિતા પારેખના દિવ્યાત્માને ઇશ્વર શાંતિ અર્પે એ જ પ્રાર્થના !

  21. himanshu patel said,

    December 20, 2011 @ 9:51 AM

    ઇશ્વર સદગતના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

  22. urvashi parekh said,

    December 20, 2011 @ 11:18 AM

    દુખદ ઘટના,
    ઈશ્વર તેમના આત્માને પરમ શાંતી આપે તેવી અભ્યર્થના.

  23. praheladprajapatidbhai said,

    December 20, 2011 @ 4:27 PM

    માત્ર છળ છે જિંદગીમાં હર કદમ,
    રેશમી આ સ્મિતમાં અવસાદ જો. સરસ
    દુખદ ઘત્ના
    ઈશ્વર તેમના આત્માને પરમ શાંતી આપે તેવી અભ્યર્થના.

  24. Kalpana said,

    December 20, 2011 @ 6:03 PM

    હાર્દિક શ્રદ્ધાન્જલિ અકાળે વિદાય લઈ ગયેલા યુવાન કવિયત્રિને.જિન્દગી ખરે જ છળ છે. સુન્દર કાવ્ય.
    આભાર

  25. mita parekh said,

    December 21, 2011 @ 1:09 AM

    અદ્દ્રભુત લખાણ્ અકાળે મરણ્….પ્રભુ તેમના ઘરના લોકોને સાતા આપે.

  26. Lata Hirani said,

    December 21, 2011 @ 4:58 AM

    માત્ર છળ છે જિંદગીમાં હર કદમ,
    રેશમી આ સ્મિતમાં અવસાદ જો……

    અવસાદને રેશમી સ્મિતમા કન્ડારી શકનાર કવયિત્રીને હૃદયપૂર્વક ભાવાન્જલિ..
    લતા હિરાણી

  27. Ashish Jhaveri said,

    December 21, 2011 @ 9:54 PM

    માસી, મુથ્હી જેવડુ રહ્દય છે…ને પહાડ જેટલુ દુઃખ …રડી રડી ને કહુ કે ભગવાન તારા આત્માને
    શાંતિ આપે,…
    હું પણ એક આત્મા જ છું, મને કોણ શાંતી આપે?

    લખું છું તેથી શું થયું ? માનતો નથી, કે તુ નથી.

  28. ડૉ.મહેશ રાવલ said,

    December 22, 2011 @ 8:02 AM

    અત્યંત દુઃખદ સમાચારથી મન વ્યથિત થયું…..કવયિત્રી સ્મિતાબેન સદેહે આપણી વચ્ચે નથી….
    પણ એમના શબ્દો અને એમની અભિવ્યક્ત લાગણી દ્વારા સતત આપણી સાથે રહેશે.
    ઇશ્વર સદગતના આત્માને પરમ મોક્ષપદ પ્રદાન કરે,એમના પરિવારજનોને પણ હ્રદયપૂર્વક આશ્વાસન પાઠવું છું.
    -અસ્તુ.

  29. Deval said,

    December 22, 2011 @ 11:39 PM

    ઇશ્વર એમના આત્માને શાંતિ અર્પે..

  30. Sudhir Patel said,

    December 23, 2011 @ 12:20 PM

    દુઃખદ ઘટના.
    કવયિત્રી સ્મિતાબેનના અંતર-આત્માને પ્રભુ ચિર શાંતિ બક્ષે એ જ પ્રાર્થના!
    સુધીર પટેલ.

  31. Girish Parikh said,

    December 23, 2011 @ 8:46 PM

    સ્મિતાબહેનના આત્માને પ્રભુ પરમ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું.
    –ગિરીશ પરીખ

  32. shaili jani said,

    December 26, 2011 @ 2:05 AM

    મેઘ એકે ના અહીં આકાશમાં,
    આજ મારા આંસુનો વરસાદ જો.
    કદાચ ઇશ્વરને ત્યા મુશાયરાનો સમય થયો હશે અને સ્મિતાબેન ની જરુર પડી……….

  33. dr.ketan karia said,

    December 27, 2011 @ 1:59 AM

    સમજીએ ગઝલનો લય -માં એમની એક ગઝલ વાંચેલી બસ એટલો જ પરિચય .. પણ કોઇ સર્જકનું અવસાન થાય તે ઘટના સ્વજન જવાં જેટલી જ પીડાદાયક હોય છે, તે વારંવાર અનુભવ્યું છે.

    સ્મિતાબહેનના આત્માને પ્રભુ પરમ શાંતિ આપે…

  34. narendrasinh said,

    September 18, 2014 @ 3:49 AM

    શ્રીમતિ સ્મિતા કિશોર પારેખના દિવ્યાત્માને ઇશ્વર શાંતિ અર્પે એ જ પ્રાર્થના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment