આપણું હોવું છુપાવો શી રીતે ?
છે અરીસો એ તો સામો બોલશે.
હરદ્વાર ગોસ્વામી

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૪ – વિવેક મનહર ટેલર

અત્યાર સુધીમાં આપણે બેફામ, મનોજ ખંડેરિયા અને ચિનુ મોદી જેવા સિદ્ધહસ્ત કવિઓનાં મૃત્યુ-વિષયક શેરોનું સંકલન માણ્યું… જેમાં એમણે મૃત્યુને ક્યારેક સંતાપ્યુ છે તો ક્યારેક ઉજવ્યું છે, ક્યારેક પ્રકોપ્યું છે તો ક્યારેક શણગાર્યુ છે, ક્યારેક અફસોસ્યું છે તો ક્યારેક અજમાવ્યું છે, ક્યારેક વખોળ્યું છે તો ક્યારેક ગળે વળગાળ્યું છે.  મૃત્યુનાં આવા અવનવાં રંગોનું રસપાન કરાવનાર વિવેકનાં મૃત્યુ-વિષયક વિચારો એની ગઝલનાં શેરોનાં રૂપમાં આજે આપણે જાણીએ…

આજે વિવેકની વેબસાઈટ ‘શબ્દો છે શ્વાસ મારા’ નાં છ વર્ષ પૂરા થાય છે, એ નિમિત્તે વ્હાલા વિવેકને અઢળક શુભેચ્છાઓ…

*

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
આજીવન જાનીવાલીપીનારા હતા.

શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…

બે પગ ઉપર હું લાશ લઈ આવ્યો છું ફરી,
મિત્રોથી જાન લેવામાં કંઈ થઈ ગયો રકાસ.

પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.

વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

ડરો નહિ, બુઝાયેલો અંગાર છું હું,
ખભા ચાર તો લાવો આગળ ને અડકો.

ધમપછાડા કરતી મારી જાત એની એ હતી,
તો પછી નિશ્ચેત શાને કાયા આખી ? ગ્યું કશુંક…

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.

હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.

અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ?
અંતે થશું ભેળા મહાભૂતોના પંચમ્ દેશમાં.

જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.

કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?
કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !

સૈનિક મારા શ્વાસનો બસ, ત્યાં ઢળી પડ્યો,
ખેંચી જરા જો લીધી તેં શબ્દોની એની ઢાલ.

શ્વાસને કહું છું, પકડી રાખ શબ્દને,
એ હશે ને ત્યાં સુધી આ દાવ ચાલશે.

લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.

હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

– વિવેક મનહર ટેલર

17 Comments »

 1. મીના છેડા said,

  December 29, 2011 @ 1:29 am

  વાહ!!!

 2. dr.jagdip said,

  December 29, 2011 @ 4:03 am

  અભિનંદન…ડો. વિવેકભાઈ….
  આપને સમર્પિત…

  મુલતવી મોત સાથે રહી સગાઈ
  બચેલા શ્વાસની સોબત નડી છે

 3. mita parekh said,

  December 29, 2011 @ 4:42 am

  બહુ જ સરસ.

 4. Chandrakant Lodhavia said,

  December 29, 2011 @ 6:25 am

  December 29, 2011 at 12:30 am by ઊર્મિ · Filed under મૃત્યુ વિશેષ, વિવેક મનહર ટેલર, શેર, સંકલન

  પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
  મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.

  સુંદર અભિવ્યક્તિ.

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 5. vijay joshi said,

  December 29, 2011 @ 9:13 am

  હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
  ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.

  વિવેકભાઈ,
  બહુ જ સુંદર – જિંદગીનું તત્વજ્ઞાન બે પંક્તિઓમાં
  સિદ્ધચિન્તક કવિ જ કરી શકે.
  માણસ જીવનમાં ધમપછાડા મારવાનું છોડે
  તો જીવતા પણ તરી શકે.

 6. Harnish Jani said,

  December 29, 2011 @ 10:51 am

  બહુ સરસ– ગમ્યું.

 7. nehal said,

  December 29, 2011 @ 12:17 pm

  કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?
  કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !

  વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
  મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

  વાહ્….!

 8. pragnaju said,

  December 29, 2011 @ 2:16 pm

  દરેક શેર સુંદર
  લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
  ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.

  હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
  કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.
  વધુ ગમ્યા

 9. Sudhir Patel said,

  December 29, 2011 @ 4:45 pm

  મૃત્યુ વિષયક શે’રનું સુંદર સંકલન!
  સુધીર પટેલ.

 10. P Shah said,

  December 29, 2011 @ 10:31 pm

  મૃત્યુ વિષયક સુંદર શેર કહ્યા છે વિવેકભાઈ

 11. vinod gundarwala said,

  December 31, 2011 @ 2:19 am

  Its really excellent on D E A T H .. ….
  love to read all the poems ..
  Its excellently combined all the words by DR. Vivekbhai

  Khubj Saras

  please carrry on … ..
  with regard
  vinod gundarwala

 12. વિવેક said,

  December 31, 2011 @ 6:55 am

  સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર !

 13. P Shah said,

  December 31, 2011 @ 8:48 am

  રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ન કહો,
  શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.
  -હરીન્દ્ર દવે

 14. વિવેકના મૃત્યુનો મહિમા ગાતા શેરો « Girishparikh's Blog said,

  December 31, 2011 @ 8:11 pm

  […] કડી ૦૪ — વિવેક મનહર ટેલર’ ની લીંકઃ http://layastaro.com/?p=7663 Like this:LikeBe the first to like this […]

 15. Rakesh said,

  January 6, 2012 @ 1:36 am

  Khubj Saras

 16. suresh shah said,

  February 8, 2016 @ 1:57 am

  khubj saras.
  all the best keep it up.

 17. વિવેક said,

  February 8, 2016 @ 7:48 am

  ખૂબ ખૂબ આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment