ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.

અંકિત ત્રિવેદી

મારા દેશમાં – એ. કે. ડોડિયા

કેટલો અંધાર મારા દેશમાં ?
સૂર્ય પણ લાચાર મારા દેશમાં

કાંધ પર લઈને ફરે છે માણસો
ભવ્યતાનો ભાર મારા દેશમાં

હાથમાં કોના મૂકું સૂરજમુખી ?
સૂર્ય અધ્યાહાર મારા દેશમાં

સુખ તેનું છીનવે છે અન્નકુટ
ભૂખ મૂંગી નાર મારા દેશમાં

મેં જ ઢાંક્યા નગ્ન સૌના વેશને
હું જ વસ્તી બહાર મારા દેશમાં

– એ. કે. ડોડિયા

‘ગુજરાતી દલિત કવિતા’ નામના સંપાદિત પુસ્તકમાંથી પસાર થતી વખતે અહેસાસ થયો કે જિંદગીનું આ એક પાસું કદી નજરે ચડ્યું જ નહીં. સામાજિક વિષમતા હજી પણ આટલી કારમી હદે પ્રવર્તતી હશે એ વિચારમાત્રથી અંદર-બહાર લખલખું પસાર થઈ જાય છે… પ્રસ્તુત ગઝલ આવી જ વરવી વાસ્તવિક્તાનો નગ્ન ચિતાર છે…

7 Comments »

 1. મીના છેડા said,

  November 26, 2011 @ 6:10 am

  લાચારી……….

 2. himanshu patel said,

  November 26, 2011 @ 8:41 am

  હાથમાં કોના મૂકું સૂરજમુખી ?
  સૂર્ય અધ્યાહાર મારા દેશમાં……જીવનદાતાની ગેરહાજરી !?

 3. pragnaju said,

  November 26, 2011 @ 9:03 am

  મેં જ ઢાંક્યા નગ્ન સૌના વેશને
  હું જ વસ્તી બહાર મારા દેશમાં
  !
  હું કરું, હું કરું- એ જ અજ્ઞાનતા
  ગઝલનો ભાર જેમ કવિ તાણે

  જો પરિવર્તન લાવવું જ હોય તો આપણા ઘરથી જ શરુઆત કરવી પડશે. આપણે વ્યક્તિગત પ્રતિજ્ઞા લેવી પડશે કે હું સુધરીશ. જો આવી પ્રતિજ્ઞા ન લઈ શકીએ તો…
  કાંધ પર લઈને ફરે છે માણસો
  ભવ્યતાનો ભાર મારા દેશમાં
  દેખાડો બંધ કરવો જોઈએ અને …
  હાથમાં કોના મૂકું સૂરજમુખી ?
  સૂર્ય અધ્યાહાર મારા દેશમાં
  રોદણાં રડવાનું બંધ કરવું જોઈએ.દરેક કાળમાં આવી ફરિયાદો થતી જ રહે છે

  આ આપણી વાસ્તવિકતા નથી?

 4. praheladprajapatidbhai said,

  November 26, 2011 @ 10:59 am

  મેં જ ઢાંક્યા નગ્ન સૌના વેશને
  હું જ વસ્તી બહાર મારા દેશમાં
  સરસ અતિ સુન્દર

 5. Sudhir Patel said,

  November 26, 2011 @ 11:29 am

  વાહ! દમદાર ગઝલ!!
  સુધીર પટેલ.

 6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  November 26, 2011 @ 1:33 pm

  કશું નથી મારા હાથમાં,મારા ભાઈ!
  શબ્દો કોષના, કલમ કો’કની,ભાઈ!

 7. Amirali Khimani said,

  November 27, 2011 @ 1:26 am

  સરસ ગઝલ હવે સમય આવિ ગ્યો છે. હ્થિયારોનિ દોડ મુકિ પ્ર્જાના શિકશણ અને ગરિબાય બેરોજ્ર્ગારિ તેમ્જ હેલથ જેવા પ્ર્શન તરકૂ ધિયા ન આપવુ જોઇએ. આપ્ણા નેતા કા શ આ સમ્જે તો આઝદિના ફ્લ સમાન્ય જન્તાને મ્લે. પુજ્ય ગાધિ જિનિ આજ્તો આભિલાશા હતિ પણ રાજ કરણ એવુ છે કે ભ્લે જે થાવુ હોય તે થાય આપઙા ખિચા ભરો .અનાજિ ને અર કરિયે તેઓ શ્રિ આ વિશે વિચારેતો સારુ. મિઝઐલ અને એટમ્ બોમથિ આપ્ના પ્ર્શ્નો પ્ત્શે ન્હિ.
  જરુર્ત પ્ર્જાના ક્લ્યાણ નિ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment