સિગ્નલ ખુલ્યું હો એમ ખૂલે છે ભવિષ્ય પણ
ત્યારે જ આંબી જાય છે પૂરૂં થયેલ વય
સંજુ વાળા

તૃણાંકુરની ધાર પર- રાજેન્દ્ર શુકલ

પલપલ પડે છે છાપ, મને કૈં ખબર નથી.
બસ ઊઘડું અમાપ, મને કૈં ખબર નથી.

પૂછી જુઓને આપ, મને કૈં ખબર નથી.
કોનો છે આ કલાપ, મને કૈં ખબર નથી.

કોનું ધર્યું છે નામ, કયે રૂપ ઝળહળું,
કોને જપુ છું જાપ, મને કૈં ખબર નથી.

રાખે છે તું હિસાબ, પળેપળ અભિજ્ઞતા,
લખ, થાપ કે ઉથાપ, મને કૈં ખબર નથી.

ભૂલું પડ્યું છે આ કોણ તૃણાંકુરની ધાર પર,
કોમળ કિરણને તાપ, મને કૈં ખબર નથી.

રાજેન્દ્ર શુકલ

3 Comments »

 1. ધવલ said,

  May 10, 2007 @ 1:54 pm

  ભૂલું પડ્યું છે આ કોણ તૃણાંકુરની ધાર પર,
  કોમળ કિરણને તાપ, મને કૈં ખબર નથી.

  – સરસ !

 2. jayshree said,

  May 11, 2007 @ 12:11 am

  કલાપ એટલે ?

 3. સુરેશ જાની said,

  May 11, 2007 @ 12:54 am

  કલાપ એટલે જથ્થો . ‘કેશ કલાપ’
  જથ્થા વાળાં પીંછાં જેને હોય તે – ‘કલાપી’ – મોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment