પાણી ભરેલ વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.
વિવેક મનહર ટેલર

ત્યારે આવજે – શોભિત દેસાઈ

શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે,
મૌન જયારે તારાથી સહેવાય ત્યારે આવજે.

હમણા તો તું વ્યસ્ત છે પ્રતિબિંબના શૃંગારમાં,
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે.

તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર,
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે.

ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ,
કાળ-સ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે.

હું નહીં આવી શકું મારા અહમને છોડીને,
મારો ખાલીપો તને સમજાય ત્યારે આવજે.

– શોભિત દેસાઈ

પ્રેમીજનને આવવાનું આહ્વાન કરતી આ ગઝલ મને આજે જ ‘ચહેરાપોથી’ પર વાંચવા મળી… મને લાગ્યું કે જાણે મને પણ આપ સૌની સાથે એને અહીં વહેંચવાનું આહ્વાન મળ્યું ! 🙂

8 Comments »

 1. સુનીલ શાહ said,

  October 6, 2011 @ 9:38 pm

  કોઈ જબ તુમ્હારા હૃદય….તબ તુમ મેરે પાસ આના પ્રિયે.. ગીત યાદ આવી ગયું.

 2. સુનીલ શાહ said,

  October 6, 2011 @ 9:39 pm

  આ જ રદીફમાં લખાયેલ મારી ગઝલ જોવા ક્લિક કરો…

  http://sunilshah.wordpress.com/2008/08/09/gazal-20/#comments

 3. Deval said,

  October 7, 2011 @ 12:58 am

  @Urmi ji: Hi, Shobhit sir na gazal sangrah mathi utareli panktio mujab bija sher ni pratham pankti – “હમણાં તો તું વ્યસ્ત છે પ્રતિબિંબ ના શૃંગાર માં ”
  chhe. joke aa mara gyaan mujab chhe. Joi leva vinanti.

 4. વિવેક said,

  October 7, 2011 @ 1:44 am

  મત્લાના શેરમાં પણ ‘શબ્દોથી’ છે કે પછી ‘શબ્દથી’ છે?

 5. Deval said,

  October 7, 2011 @ 2:22 am

  @વિવેક સર ઃ matla na sher ma “shabd” chhe “Shabdo” nahi….

 6. Atul Jani (Agantuk) said,

  October 7, 2011 @ 3:25 am

  તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર,
  પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે.

 7. ઊર્મિ said,

  October 7, 2011 @ 12:10 pm

  પ્રિય દેવલ અને વિવેક, આ ગઝલ મેં ‘ચહેરાપોથી’ પરથી અહીં સીધી ઉતારી હતી એટલે ભૂલો પણ સાથે જ આવી ગઈ હતી અને મોટાભાગની ભૂલો છંદમાં જ હોઈ ખાસ ખ્યાલ ન આવ્યો… વેરી વેરી સોરી… શોભિતભાઈનું પુસ્તક શોધીને-ખોલીને આખી ગઝલને ફરી સુધારી છે… ખાસ કરીને મત્લા, મક્તા અને બીજો શેર !

  દેવલનો ખૂબ ખૂબ આભાર ભૂલો તરફ ધ્યાન દોરવા બદલ…

 8. Manan Desai said,

  October 10, 2011 @ 5:49 am

  સુંદર ગઝલ્…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment