શબ્દ સૂતર, શબ્દ ચરખો, શબ્દ મારી ખાદી છે,
સત્ય જડશે નકરૂં, મારી ગઝલો ગાંધીવાદી છે.
વિવેક મનહર ટેલર

લાજ રાખી છે – કૈલાસ પંડિત

ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.

તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.

ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.

પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.

કૈલાસ પંડિત

ગમગીન રચનાઓના ચાહક આ કવિની ગઝલોના મત્લામાં પણ ‘બેફામ’ની ગઝલોની જેમ ઘણી વખત મૃત્યુ આવી જાય છે. શ્રી. મનહર ઉધાસે બહુ જ સુરીલા કંઠે આ ગઝલ ગાઇ છે.

6 Comments »

  1. deep said,

    April 20, 2007 @ 1:27 AM

    ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
    અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.

    ખુબ સરસ!!!!

  2. Rahul Shah said,

    April 20, 2007 @ 4:22 AM

    ૈકૈલાશબભાઇ,
    શુ કહુ ? મારા શ્બ્દો ની તાકાત નથી.

    ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
    અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.

    હ્ર્દ્ય મા ઉત્રી જાય છે.

    રાહુલ શાહ – સૂર્ત

  3. jayshree said,

    April 20, 2007 @ 9:18 PM

    આ ગઝલ, પંકજ ઉધાસના કંઠે :
    http://tahuko.com/?p=313

  4. ધવલ said,

    April 21, 2007 @ 12:08 AM

    ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
    અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.

    – સરસ !

  5. sagarika said,

    April 24, 2007 @ 2:29 AM

    સરસ.

  6. arvind gajjar said,

    April 24, 2009 @ 5:19 AM

    અદભુત ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
    અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment