કોઈના માટે ઉતારો ના થયાનો રંજ છે,
એક પણ ડાળી વગરના વૃક્ષનો છાંયો હતો.
જિગર જોષી 'પ્રેમ'

ધન્ય – નરેન્દ્ર મોદી

પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે.

-નરેન્દ્ર મોદી

ગઈકાલે ૦૭-૦૪-૨૦૦૭ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ નું વિમોચન મુંબઈના ભાઈદાસ હૉલમાં થયું. રાજકારણ સાથે સંકળાયેલો માણસ જ્યારે શબ્દ સાથે પનારો પાડે ત્યારે પહેલાં તો શંકા જાગે કે એ સાચા શરસંધાન કરી શક્શે ખરો? પણ જેમ રામે પરશુરામની શંકા શિવધનુષ ધારીને કડડડભૂસ કરી હતી એમ ન.મો.ના કાવ્યો સાહિત્યરસિકોની આશંકાને સાનંદાશ્ચર્યથી નવાજી ખોટી પાડે છે. ગીતની કક્ષામાં આવી શકે એવું આ કાવ્ય મહદ્ અંશે તરન્નુમમાં ભાસે છે. પહેલી કડીમાં પૃથ્વીના સૌંદર્યનું વિશાળ ફલક રજૂ કરી બીજી જ પંક્તિમાં કવિ આંખ જેવી ઝીણકી સંજ્ઞા પર ભાવકને એવી મસૃણતાથી પછાડે છે કે કાવ્યમાં આગળ ખરેખર કવિતા આવશે એવી ભાવાનુભૂતિ થયા વિના રહેતી નથી. પૃથ્વીની રમ્ય વિશાળતા આંખના ઝીણકાપણાથી માણીએ તો જ જીવન ધન્ય બને. ઝાલ્યા ન ઝલાતા તડકાના ઢોળાવાની વાત અને હવામાં રંગોના વર્તુળો દોરતા મેઘધનુની વાત સાથે પુણ્યને સાંકળીને કવિ પ્રકૃતિના નાના-મોટા સાક્ષાત્કારોને ધન્યતાની ઊંચાઈ આપવામાં સફળ થયા છે. સમુદ્ર આકાશમાં ઊછળે? અને એની સાથે વાદળોની વાત? રાજકારણના આદમી શબ્દકારણના કવિ તરીકે ક્યાંક વાણીવિલાસ તો નથી કરી બેઠા ને? અરે હા! વાદળોના ગાભમાં હકીકતે ભર્યું છે શું? સમુદ્રનું બાષ્પીભવન થયેલું પાણી જ ને? અંતરાના અંતમાં જ્યારે કવિ ‘ભરેલા શૂન્ય’ની વાત કરે છે ત્યારે અચાનક તડકો, રંગધનુ, સમુદ્ર અને વાદળોના ગાભને એકસૂત્રે બાંધતા વૈજ્ઞાનિક તથ્યની ચમત્કૃતિનો શબ્દાત્કાર થાય છે અને પૃથ્વીની રમ્યતા શબ્દોમાંથી નીકળીને આપણા અહેસાસ સાથે સંકળાતી લાગે છે, જે કવિતાની સાચી ફળશ્રુતિ છે. કવિ માત્ર સૌંદર્યની વાત કરીને અટકી નથી જતાં. એમની ભીતરે તો કૈંક બીજું જ અભિપ્રેત છે. માનવીના મેળામાં ભળવાની વાત સાથે અન્યોની  હાજરીમાં પોતાની જાતને કળવાની વાત કવિની જાગૃત સંવેદનાનું દ્યોતક્ છે. અને અંતે આ બધા ગમ્યની બહાર કશુંક અગમ્ય પણ છે કહીને પોતાની ધારી ચોટ પૂરી કરે છે ત્યારે લાગતું નથી કે ગુજરાતની સૂરત બદલી નાંખનાર કોઈ પ્રખર રાજકારણીના આ શબ્દો છે.

40 Comments »

  1. મીના છેડા said,

    April 8, 2007 @ 1:33 AM

    મિત્ર,
    આભાર .. શ્રી ન.મો. નું આ સુંદર કાવ્ય અહીં મૂકવા માટે અને એથી ય વધુ આભાર તારા વિચાર માણવાનાં પથ સુધી લઈ જવા બદલ.

  2. કસુંબલ રંગનો વૈભવ said,

    April 8, 2007 @ 2:31 AM

    સરસ……..રચના…….આપણા મુખ્યમંત્રી તરફથી.

  3. Tejas Dixit said,

    April 8, 2007 @ 2:56 AM

    આભાર…..અમે ધન્ય છીએ તમારા જેવા મુખ્યમંત્રી તરફ થી મળતા શબ્દો અને પ્રુથ્વી વિશે ની આવી અદભૂત રચના……..

    ખુબ ખુબ અભિનંદન…….

    તેજસ દીક્ષિત.
    મણિનગર,
    કણાવતી(KARNAVATI)

  4. dharmesh patel said,

    April 8, 2007 @ 7:06 AM

    aap nu kevu sadbhagya ke ek ruju kavi aapno mukhyamantri che..kavi dil ma hoi te j sabdo thi pragat kare che. NAME(NAMO) TE SAU NE GAME.

  5. vinesh said,

    April 8, 2007 @ 7:44 AM

    There is no doubt that Shri NaMo is good poetic heart so as he got a very good administrative mind.

    May God give him all strength to give his best to the people of Great Gujarat and to our Nation as a whole.

    Jai Jai Garvi Gujarat.

    Vande Matram.

  6. સુરેશ જાની said,

    April 8, 2007 @ 9:05 AM

    બે સંસ્કૃત સુભાષિત યાદ આવી ગયા –

    कुसुमस्तबकेस्येव द्विवृत्ति तु मनस्विनः
    मूर्घ्नि वा सर्वलोकस्य विशीर्येत वनेsथवा ।
    ——–
    वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि
    लोकोत्तराणां चेतांसि को हे विज्ञातुमर्हति |

  7. raadhika said,

    April 8, 2007 @ 9:53 AM

    ે ખુબ ખુબ અભિનંદન…

    સાચે જ શ્રી ન. મો નુ આ નવુ સ્વરુપ જોઇ ને ખુશ થઇ જવાયુ,

    આપણા ગુજરાત ની દરેક નાની મોટી ખુબીઓ ને સમગ્ર વિશ્વ સમક્શ રજુ કરવા બદલ તેમને ખુબ ખુબ અભિનંદન છે… અને તેમની આ આગવી ઑળખાણ કરાવવા બદલ ડો. વિવેક ટેલર નો પણ આભાર્

  8. UrmiSaagar said,

    April 8, 2007 @ 10:08 AM

    ખરેખર એવું સુંદર કાવ્ય છે એ વંચાતુ જ નથી, આપોઆપ ગવાઇ જ જાય છે… અને શું કહેવાની જરૂર છે કે સુંદર કાવ્ય-રસાસ્વાદ?

    આ કવિ રાજકારણીની રચના વિશે વાંચીને મને બીજા કવિ રાજકારણી શ્રી અટલ બિહારી બાજપેયીની જગજીત સિંઘે સ્વરબદ્ધ કરેલી હિન્દી રચનાઓ યાદ આવી ગઇ… એમની રચનાઓ પણ ખુબ જ ભાવવાહિ છે. મને લાગે છે કે આવા સંવેદનશીલ રાજકારણીઓની જ દેશને વધુ જરૂર છે.

    આશા છે કે ન.મો.ની બીજી રચનાઓ પણ આગળ અહીં માણવા મળશે…

  9. Jagdish said,

    April 8, 2007 @ 11:03 AM

    વ્હ વ્હ Gujarat ke log dhanya hai jo unhe aisa sarvagun sampan C.M. mila. Sathame mai aapko bata du unhone 1976 ke dino me jo under ground movement MISA or katokati ke samne ki thi.Do sal se jada pure India ko leader ship di thi OR Indira Gandhi bahot kuchh karne ke bavjud use pakad nahi payi thi VO KAHANI ki book jarur padhana jo unone likhi hay. Nam ham chhe “SANGHARSAMA GUJARAT”. Kya malum vo leadership is des ko fir kab milegi..?

  10. hemant shah said,

    April 8, 2007 @ 1:31 PM

    It is really wonderfull to believe that a polytician can be a poet!!!! we being a gujju are proud of Na MO and wish him a very very long and healthy life to make our gujarat no 1 in the entire India.

  11. atul rao said,

    April 8, 2007 @ 4:20 PM

    વાદુલો ના ગાભમા
    વાચિ શકવાનિ કલા
    વહિવતિ નાગ ને નાથિ સાકાવનિ કલા
    સાથે સાથે ચાલે
    તો ……….તાપ ને પકદિ શકાય્

  12. ATUL RAO said,

    April 8, 2007 @ 4:35 PM

    politician is small word for cm
    we use to refer him as visionary
    his creative evolution may capture
    new era of writing

  13. Mitesh Modi said,

    April 8, 2007 @ 10:32 PM

    ઇ લોવે મ્ય સિસ્તેર મ્ય દદ્દ્ય મ્ય મોમ્મ્ અલ્સો મ્ય બા તોઓ ઇ લોવે થેમ સો મુચ!!!!!!!!!!!!!!

    ણરેન્દ્રભૈ તો કવિ બનિ ગય અ તો મને આજે ખબર પદ્દિ.

    ગોૂદ લુક્

  14. Mehul Chauhan said,

    April 9, 2007 @ 12:28 AM

    ખરેખર ખુબજ સુન્દર રચના ……..
    વાહ અમ્ને ગર્વ થાય તેવા મુખ્યમન્ત્રિ અમેને મલ્ય ચે…
    મેહુલ

  15. dhaval said,

    April 9, 2007 @ 1:21 AM

    hi this is dhaval patel from usa .

    we r really lucky that we have chief minister like narendrabhai modi.we r really proud of you.long love naredra modi

    jaijai garvi gujarat

  16. rcbrahmbhatt said,

    April 9, 2007 @ 2:22 AM

    Astonishing,

    Gai Kal no aa Politician, Kavi Bani gayo,
    banvu natu chhatia, CM Bani gayo.

  17. Krunal Thakkar said,

    April 9, 2007 @ 4:25 AM

    Hi All,

    its really surprising and pleasant feeling to come to know abt. this new capability of our CM Mr. Narendra Modi. It prooves that he does work with not only by his mind but also with his heart, I guess U all will agree to tat looking at the development of Gujarat during his tenure. We all should now perform our duty, selecting again him in forthcoming election for the benefit of our start and in turn ours also.

    regards,
    Krunal thakkar

  18. rekha said,

    April 9, 2007 @ 5:27 AM

    kavya vanche ne ghani khushi thai…ekk sakht dekhata chaera pachad ekk lagneo thi bharelu kave raday che kharakhar jani ne saras lagyu…….

  19. PRIYANK said,

    April 9, 2007 @ 11:06 AM

    ………..

  20. PRIYANK said,

    April 9, 2007 @ 11:09 AM

    NOWRDS FOR THIS.
    .keep it up.

    …………WE ALL R TO GETHER FOR MKING PROUD TO GUJARAT BY
    ………….WORK
    …………..ART
    ……………INDUSTRIES
    …………….FINALLY BY LIVING LIFE N LIFESTYLE

  21. Himanshu Kapadia said,

    April 10, 2007 @ 12:39 AM

    hi all,

    as we all belive in Mr. Modi’s Capabilities as CM. I must belive as he is finest CM amongst other CM’s what we have in previous for our Gujarat. now after reading his poem from “Aankh aa dhany” i must belive that their is always a beautiful and softy heart in deep inside of Ruthlessness. I pray to god that this man will do more for Gujarat and also for our gujarati poem collection

  22. Jina said,

    April 10, 2007 @ 4:09 AM

    મોદી સાહેબનું આ રૂપ, આ સંવેદનશીલતા, આ સહ્ર્દયતા, જો સૌ સમજી શકે તો કદાચ ગુજરાતમાં જે જૂજ મોદી વિરોધી દૂષણો બચ્યા છે તે પણ ન રહે… hope, ગુજરાતનો આ નાથ સદા ગુજરાતની સાથે રહે…!!

  23. rajesh trivedi said,

    April 11, 2007 @ 1:46 AM

    Very nice, unimaginable, “BHAVYA”, what a pleasant surprise? from the speeches of Hon’ble Shri Narendra Modiji, it was felt that he is a Brilliant Man, now it has also proved that he is a “KAVI” also. I do not believe in politics but really I like Shri Narendra Modiji (NAMO). He is a superb personality. Whenever I see him on television, i skip all other programmes and listen to him and his vaani.
    Thanks to Dr Vivek to put such a great effort by putting such a fine poem of our C.M. and thereby bringing HIM near the public. He is the best among all other C.M.s.
    My good wishes to HIM.

  24. Anand Trivedi said,

    April 11, 2007 @ 4:16 AM

    I am Die Hard Fan of Mr. Shri Narendrabhai since 1990’s when he was G.S. In Gujarat BJP and Associated with L.L.Advaniji…I am carefully and closely watching this man’s success in Politics in different worst situation. Mr. Modi has a very clevar, cool mind with him so that he can overcome is weakness and show strength in his Weak Career time….Due to this balanced effect, he has managed to make a very good contribution to Gujarati Culture, Literature through his poems…
    CONGRATULATIONS TO MR. MODIJI FOR HIS TREMONDOUS EFFORT FROM HIS EVER BUSIEST AND HECTIC DAY TO DAY SCHEDULE. MAY GOD BLESS HIM AND GIVE HIM LONG LIFE TO SERVE THIS GREAT STATE AND GREAT NATION……

  25. KSHITIJA TRIVEDI said,

    April 11, 2007 @ 4:21 AM

    CONGRATULATIONS TO MR. MODI SIR,
    I AM A BIGGEST FAN OF MR. MODIJI. HIS SPEECH IS MIND BLOWING. HIS ATTITUDE, HIS DRESS COLLECTION AND SPECIALLY HIS KURTA COLLECTION IMPRESSED ME A LOT. THIS MAN HAS TREMONDOUS AMOUNT OF ENERGY IN HIS LIKE SHAH RUKH. MR. MODIJI IS A VERY GOOD POLITICIAN, A STRICT ADMINISTRATOR AND A COOL HEART POET.
    HIS CONTRIBUTION TO GUJARATI LITERATURE WILL REMAIN IN MEMORIES AND I AM IN WAITING OF 2ND BOOK OF POEM FROM MR. CM.
    GOD BLESS MR. MODI JI.

  26. jyot said,

    April 13, 2007 @ 7:00 AM

    Narenra bhai,
    namaste……keep it up…gujaratana aa ratnane namavu j pade….!

  27. HARSHVADAN MEHTA said,

    April 13, 2007 @ 12:49 PM

    modi saab aap to chhuperushtam niklya.
    wonderful, keep it up

  28. ધવલ said,

    June 12, 2007 @ 1:50 AM

    નરેન્દ્ર મોદીના સંગ્રહના વિમોચન સંમારંભનો વિડિયો જુઓ દેશગુજરાત.કોમ પર. લીંક :

    http://deshgujarat.com/2007/05/05/narendra-modis-poetry-dhanya-sung-by-bhupinderji-video/

  29. Jigesh Shah said,

    June 13, 2007 @ 10:04 AM

    Really awesome creature, incradible. Keep it up. Lookkforwart to your next collection.

  30. pankil said,

    September 22, 2007 @ 8:01 AM

    its wonder full mr modi i like you work in gujarat its great c.m.i love your work and you definetly won.may good bless you

    jai maharaj

  31. ચૈતન્ય એ. શાહ અમદાવાદ said,

    September 22, 2007 @ 10:05 AM

    as we all belive in Mr. Modi’s Capabilities as CM. I must belive as he is finest CM amongst other CM’s what we have in previous for our Gujarat
    HE IS “OUR” CM
    મોદી સાહેબનું આ રૂપ, આ સંવેદનશીલતા, આ સહ્ર્દયતા, જો સૌ સમજી શકે તો કદાચ ગુજરાતમાં જે જૂજ મોદી વિરોધી દૂષણો બચ્યા છે તે પણ ન રહે…
    CONGRATS MODIJI>>>>>BEST LUCK FOR NEXT TERM AS A CM

    ચૈતન્ય એ. શાહ અમદાવાદ

  32. Bhavna Shukla said,

    September 23, 2007 @ 11:32 AM

    માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
    ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
    આ બધું અનન્ય છે.
    ને કૈંક તો અગમ્ય છે.
    ધન્ય ધન્ય ધન્ય છે.
    પૃથ્વી મારી રમ્ય છે.
    ………………………………………
    સંવેદનને સ્પર્શી જુઓ,
    માત્ર ગુજરાતનો નાથ નથી રહ્યો હવે એ…. ક્યાંય દોડી રહ્યો છે…. તેનુ શરસંધાન તો કલ્પના કરતા મુઠી ઉંચેરુ છે

  33. Hardik said,

    October 30, 2007 @ 7:06 AM

    શ્રી નરેન્દ્રભાઈ ના આ નવા રુપ ને જોઇને એમ થાય છે કે ગુજરાત નુ નસીબ હવે જાગી ગયુ છે જેને આવા નેતા મલ્યા છે જેમને ગુજરતી ભાષા નુ આટલુ ગૂઢ જ્ઞાન છે.
    ખરેખર કાવ્ય સાંભળિને ખુબ આનંદ થયો.

  34. ગાગરમાં સાગર » Blog Archive » ધન્ય - નરેન્દ્ર મોદી said,

    September 17, 2008 @ 9:14 PM

    […] (લયસ્તરો પરથી સાભાર… કાવ્યનો રસાસ્વાદ અહીં વાંચો !) […]

  35. Nirlep Bhatt said,

    February 7, 2009 @ 1:07 PM

    fabulous & rare poem…first it astonished me, NAMO is a great versatile personality – an orator, administrator, politician, thinker, poet…many things to learn from him – let’s call him a “mobile university”..

    heartily thanks Dr. vivekbhai..

  36. dilip gajjar said,

    March 16, 2009 @ 5:51 PM

    મારા મિત્રને સુરેશ દલાલે મોકલેલી વિમોચન સીડી જોઈ હું છક થઈ ગયો…લાડીલા મ્ંત્રી આટ્લું સુંદર સાહિત્ય સર્જી શકે છે ? ખુબ મજા આવી…પ્રુથ્વી આ ધન્ય છે..

  37. dr.ketan karia said,

    November 18, 2011 @ 1:28 AM

    અહીં ‘વાહ’ અથવા સમાન અર્થ ધરાવતી વાત લખનાર કેટલાં લોકો એ આ પુસ્તકને ખરીદ્યુ?
    ખેર!
    ન.મો. કોઇપણ કાર્ય સુંદર જ કરે..તે માનવુ જ રહ્યુ.

  38. મદહોશ said,

    April 2, 2012 @ 8:18 AM

    … ને અન્ય ના સંગથ માં હું મને કળતો રહ્યો…” વાહ

  39. અમિતકુમાર said,

    October 14, 2014 @ 4:20 AM

    માનનીય સાહેબ શ્રી મોદીજીએ અમેરિકામાં જઈને પૂરવાર કરી આપ્યું છે કે અમેરિકન ચૂંટણીઓમાં પણ ભારતીય મતોની અસરકારકતા અવગણવી અશક્ય રહેશે.
    ભારત માતા કી જય હો

  40. નરેન્દ્ર મોદી, Narendra Modi | ગુજરાતી પ્રતિભા પરિચય said,

    May 13, 2016 @ 5:07 PM

    […] ( આખી કવિતા અહીં ) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment