બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
નયન દેસાઈ

મધરાતે – અમૃતા પ્રીતમ

તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે

આ મારા ગીતના શબ્દો નથી
પણ પ્રેમના લલાટ પરના પસીનાનાં બિંદુઓ છે.

આ મારા ગીતના શબ્દો નથી
મારી કલમના રુંધાતાં આંસુઓ છે.

આ મારા ગીતના શબ્દો નથી
ઘવાયેલા મૌનનું આક્રન્દ છે.

મેં પ્રેમનું તમામ દેવું ચૂકવી દીધું છે
અને દરેક દેવું ચૂકવવાનું હોય છે –
કેમ ક્યારેય દેવું ઓછું નથી થતું ?

તારી સ્મૃતિ બાકીનાની સાથે આવીને
આજની રાતે મૃત્યુના કોરા ચેક પર
સહી કરવાનું જિંદગીને ફરમાન કરે છે.

તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે.

– અમૃતા પ્રીતમ ( અનુ. સુરેશ દલાલ)

એક યાદ મોડી રાત્રે ત્રાટકે ત્યારની ઘડીનું કાવ્ય. આ ઘડીએ માણસે કોરા ચેક પર સહી કરવા સિવાય  કાંઈ કરવાનું રહેતુ નથી.

13 Comments »

  1. મીના છેડા said,

    August 22, 2011 @ 10:17 PM

    ઘવાયેલા મૌનનું આક્રન્દ……… વાહ!

  2. P Shah said,

    August 23, 2011 @ 4:33 AM

    ગીતના શબ્દો નથી કલમના રુંધાતાં આંસુઓ…..

    ભાવપૂર્ણ રચના !

  3. amirali khimani said,

    August 23, 2011 @ 6:29 AM

    વાહ સરશ રચના અને અનુવદ ઘનોજ સરઅશ દિલ પર ચોત લાગે અવિ રચન

  4. તીર્થેશ said,

    August 23, 2011 @ 7:25 AM

    આ મારા ગીતના શબ્દો નથી
    ઘવાયેલા મૌનનું આક્રન્દ છે.

    …..વાહ !

  5. urvashi parekh said,

    August 23, 2011 @ 7:54 AM

    સરસ,
    ઘવાયેલા મૌનનુ આક્રન્દ ખુબજ વાગે તેવુ તીણુ હોય છે,
    તે અહીં દેખાય છે.

  6. himanshu patel said,

    August 23, 2011 @ 10:07 AM

    સારૂં છે.

  7. વિવેક said,

    August 23, 2011 @ 10:11 AM

    સુંદર !

  8. Sudhir Patel said,

    August 23, 2011 @ 1:25 PM

    અમૃતા પ્રીતમની વધુ એક સુંદર કવિતા!
    સુધીર પટેલ.

  9. Kartika Desai said,

    August 23, 2011 @ 2:38 PM

    ધવલભાઈ,
    ધન્યવાદ! તમે તો ખુશ કરિ ! અમ્રુતા પ્રિતમ મારિ પ્રિય લેખિકા…
    આક્રન્દ! ઘવાયેલા મૌનનુ…..

  10. Dhruti Modi said,

    August 23, 2011 @ 5:03 PM

    અમૃતા પ્રીતમનું સુંદર કાવ્ય.

  11. Lata Hirani said,

    August 24, 2011 @ 6:17 AM

    સ્મૃતિ આમ આવે ત્યારે ત્સુનામી બનીને આવે !!

    લતા

  12. mita parekh said,

    August 25, 2011 @ 8:46 AM

    abs touchy,true 2 life.

  13. Jhoa said,

    December 23, 2015 @ 12:18 PM

    I hate my life but at least this makes it beblaare.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment