પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.
વિવેક ટેલર

ગઝલપૂર્વક (કડી:૨) – અંકિત ત્રિવેદી

મંચ અને રોમાંચની વચ્ચે તાળીઓની ઘોડાપૂર વહેતી નદીમાં તણાયા વિના પોતાના શબ્દનો નોખો કિનારો બાંધવો એટલું સહેલું નથી. પ્રસિદ્ધિ અને પ્રશંસા ભલભલાને રસ્તામાં જ મારી નાંખે છે. અંકિત ત્રિવેદી મંચની સફળતાને ગળામાં જ અટકાવી દઈને કાવ્યની ગંગાને માથે ધારી-અવતારી શક્યા છે એ એમની સિદ્ધિ. ગયા અઠવાડિયે એમના કેટલાક શેરો માણ્યા પછી આજે એ યાત્રાના બીજા મુકામ પર આવીએ. આપના પ્રતિભાવો અહીં આપીને આપ વિશ્વભરના ગુજરાતીઓ સાથે વહેંચી શકો છો અને ઈચ્છો તો અં.ત્રિ.ને પણ સીધેસીધા મોકલાવી શકો છો: ghazalsamrat@hotmail.com

પડીને એકલો એવું વિચારું,
બધાથી એકલો ક્યારે પડ્યો છું?

આંખમાં આંખો પરોવી એટલામાં,
સૌ ક્ષિતિજો સૂર્ય ઓગાળી ચૂકેલી.

તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને ?

તું કહે છે કૈંક તો દૂરી કરો,
હું કહું છું આ ગઝલ પૂરી કરો.

તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?

દ્રશ્યની જો ઘરાકી જામી છે,
હોય જાણે દુકાન આંખોમાં.

આપણાથી કશું ન બોલાયું,
એમનું પણ સ્વમાન આંખોમાં.

કોઈ બીજાનાં હશે માપી જુઓ,
આપણાં આવાં નથી પગલાં કદી.

જે કદી સોંપી દીધેલું કોઈને,
એ હૃદયની વાત જાણું કઈ રીતે?

આ ગઝલ ક્યાં દોસ્તો અમથી લખાય છે?
કેટલીયે સાંજના શ્વાસો રૂંધાય છે !

એક વાતે ખુદા તારાથી જુદો થઈ ગયો,
દૂર છું એનાથી હું ને તોય પૂજાતો નથી.

લે, હવે ચોમાસું બારેમાસ છે,
કો’ક એવું આપણામાં ખાસ છે.

શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.

ઉદાસી નહીંતર તો એને ન લાગે,
તમારા નિઃસાસા ભળ્યા છે હવામાં.

ઉડવા માટે જ જે બેઠું હતું,
આપણો સંબંધ પારેવું હતું.

શહેરનો ઈતિહાસ થઈને રહી ગયા,
ગામનો વડલો અને ઝૂલો હવે.

જાતને સળગાવવી એ શક્ય છે,
કેમનો સળગાવવો ચૂલો હવે ?

કાલ માટે થોડું બાકી રાખજો,
ના વિચારો આટલું અત્યારમાં.

ખરા ટાણે ન આવ્યું બહાર આંખોથી,
કહે છે કોણ કે આંસુ સખત ક્યાં છે ?

ગઝલ તો તું કહે છે હું તો મારી જાત ખોલું છું,
હકીકતમાં ખુલાસો મારો મારી સામે અથડાયો.

મને મળતો નથી નસીબ એમાં એનું નથી સારું,
ખુદાના હાથમાં પણ સવ નક્કામી લકીરો છે.

બંધ આંખોમાં તમે આવી ગયા,
બંધ આંખોમાં થયો ઉજાગરો.

જે રીતે આપે મને મોટો કર્યો,
એ રીતે ક્યારેક તો નાનો કરો.

10 Comments »

 1. Jina said,

  April 7, 2007 @ 4:21 am

  આફરીન…..!!!!

 2. Jugalkishor said,

  April 7, 2007 @ 11:10 am

  ડૉ. તમે તો દરદી બનાવી દીધા !
  ગઝલની મહેફિલમા કેદી બનાવી દીધા.

 3. Chandrakant said,

  April 16, 2007 @ 11:47 pm

  અદભૂત ,આપને એકલતા ખૂબ જ લાગતી હોવી જોઈએ.

 4. મિર્ચી શેઠ said,

  April 20, 2007 @ 5:06 am

  ખરા ટાણે ન આવ્યું બહાર આંખોથી,
  કહે છે કોણ કે આંસુ સખત ક્યાં છે ?

  વાહ વિવેકભાઈ.. વાહ વાહ !

 5. DR. CHANDRAVADAN MISTRY said,

  February 24, 2008 @ 12:35 pm

  ગઝલ ગમેી….લખતા રહો….પણ મારેી વેબ પર પધારજોઃઃઃઃ
  http://www.chandrapukar.worgpress.com

 6. Pinki said,

  February 26, 2008 @ 9:59 am

  દ્રશ્યની જો ઘરાકી જામી છે,
  હોય જાણે દુકાન આંખોમાં.

  વાહ્….
  શબ્દોની જો ઘરાકી જામી છે,
  હોય જાણે દુકાન હાથોમાં…….. !!

 7. anil parikh said,

  May 11, 2008 @ 2:20 am

  જે કદી સોંપી દીધેલું કોઈને,
  એ હૃદયની વાત જાણું કઈ રીતે?

  ગજબ ની છણાવટ

 8. Chetan Framewala said,

  May 11, 2008 @ 2:42 am

  અંકિત ત્રિવેદી કૃત ‘ ગઝલ પુર્વક ‘ ની દ્વીતીય આવૃતિ નું લોકાર્પણ જનાબ આદીલ મન્સૂરી નાં હસ્તે, દિ. ૧૭ મે ૨૦૦૮, ભાઈદાસ હોલ, વીલે પારલે, મુંબઈ ખાતે થશે, આ કાર્યક્રમ માં ગુજરાતી ભાષાનાં પાંચ પેઢીનાં કવિઓ પોતાની કવિતાઓનું પઠન કરશે.
  અંકિતભાઈ ત્રિવેદી ને ખુબ ખુબ અભિનંદન.
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 9. pravina vijay mehta said,

  February 22, 2010 @ 6:11 am

  Namaskar Sree Ankitbhai,
  Apni Book `GhazalPurvak” vanchi.kubaj saras che.temaj navakavi o nu sankaln sathe “masum havana misra” e pan saras che.navi pratibha o ne aa rite tak male te khubaj prasansniya che.ame chella 4 varsh thi “SAMANVAY” program manta aavya chea. apne ek vinanti che K aa rite tema pan aapna gujarat ma ghana nava pratibhashali yuva gayak kalakaro che.temne pan aa rite tak male tevi aapne prarthne.ane dar varshe aa rite gujaratigito temaj gujaratibhasha jivant rahe tevu karta rehsho.tevi aasha sathe.aant ma aapni book “Prabhu Ne Patra”a vanchi ne hu khub radi hati.khubaj sundar Book che.Dhanyavad.
  pravina mehta na JayshreeKrishna

 10. Bhavesh Sakhare said,

  October 9, 2012 @ 7:37 am

  હુઁ કસી પણ કમેન્ટ કરવાને લાયક નથિ. હુઁ તો તમે લખેલી કવિતાઓ વાઁચી ખુશ થઇ જવુ. અને દુખી પણ થવુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment