ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખાં,
પરંતુ હાથમાં સૌના રૂમાલ નોખા છે.
વિવેક ટેલર

ગઝલ – મુકુલ ચોક્સી

ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું,

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું ! 

પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું.

પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું

કેવા અસૂર્ય દિવસો ! કેવી અશ્યામ રાતો !
કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું 

– મુકુલ ચોકસી

મુકુલ મનહરલાલ ચોક્સી. (જ. 21-12-1959). જન્મે ને કર્મે સુરતી. કવિ. હાસ્ય કવિ. મનોચિકિત્સક. સેક્સોલોજીસ્ટ. સરવાળે ન મળ્યા હોય તો પસ્તાવું પડે એવો માણસ. કેટલાક કવિઓ શબ્દ પાસે જઈને યાચના કરે, આરાધના કરે અને કવિતા કરે. આ માણસ એવો કે શબ્દ જાતે એની પાસે આવે અને નવોન્મેષ પામી ગૌરવાન્વિત થાય. એના જબરદસ્ત કવિકર્મને કદાચ ર.પા.ની હરોળમાં મૂકી શકાય. તરસનું તાપણું અને અશ્યામ રાતો એ મુકુલની કવિતામાં જ આવી શકે.  પરસ્પરને અત્યંત તીવ્રતાથી મળવાની ઘડીમાં કદાચ આપણા બાહુઓ પણ આડખીલી લાગે. બાહુને વહાવી દઈને એકમેક વચ્ચેનું અંતર શૂન્ય કરવાની વાત ગઝલને અ-લૌકિક અનુભૂતિના સ્તરે મૂકે છે. (કાવ્યસંગ્રહો:  ‘તરન્નુમ’, ‘આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા’, ‘તાજા કલમમાં એજ કે…’)

15 Comments »

  1. Jina said,

    April 2, 2007 @ 9:13 AM

    આંખોથી અંતર સુધી ઊતરી ગયું વિવેક – ધવલ!! અદભૂત!!

  2. કસુંબલ રંગનો વૈભવ said,

    April 2, 2007 @ 10:13 AM

    પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ
    બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું

    ંં ………….
    સરસ રજુઆત ……………….સરસ ગઝલ

  3. ધવલ said,

    April 2, 2007 @ 10:31 AM

    ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
    મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું !

    – બહોત ખૂબ !

  4. nilam doshi said,

    April 2, 2007 @ 10:49 AM

    ઓછું કરી દો સાજન અંતર અરસપરસનું…

    સુન્દર.આભાર.

  5. chetu said,

    April 2, 2007 @ 12:34 PM

    ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
    મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું !

    બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
    ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું.

    પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ
    બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું

    સુંદર પંક્તિઓ થી દર્શાવેલી અભિવ્યક્તિ..!

  6. patel maulesh said,

    April 5, 2007 @ 12:45 AM

    નમસ્તે મિત્રો મારે સારા ભજન જોઇઅએ ચ્હે

  7. ધવલ said,

    April 5, 2007 @ 8:44 PM

    ઘણા ગુજરાતી ભજનો તમને ‘સ્વર્ગારોહણ’ પર મળી રહેશે

    ( લીંક : http://swargarohan.com/Bhajans.htm )

  8. dharmesh m lalpurwla said,

    April 7, 2007 @ 7:40 AM

    ગુજ્ર્રાતિ

  9. Jitendra Dave said,

    April 17, 2007 @ 4:26 AM

    Excellent blog…..! Great collection. I wish to publish my poem. Pls guide me how to do so?

  10. Rahul Shah said,

    April 20, 2007 @ 8:04 AM

    ધવ્લભાઈ,

    સ્લામ્, ત્મારા કાવ્ય પ્રેમ ને. ન્વા ક્વી ને માટે થૉડુ પ્લેટફોર્મ બ્નાવ્શો તો મ્ઝા પઙશે.
    ત્મે જ્રુર કઇ ક્ર્શો એમ મારા હ્ર્દ્ય્નુ માન્વુ છે.
    ક્ર્શો ને? કોય્નુ હ્ર્દ્ય ના તોઙતા.
    આપ્નો આભા્ર્.

    રાહુલ શાહ – સુર્ત્.

  11. Shailesh said,

    April 26, 2007 @ 11:20 AM

    સરસ ગઝલ,

    કેવા અસુર્ય દિવસો, કેવી અશ્યામલ રાતો…

    શબ્દોનો સુન્દર ઓપ….

  12. Neetu said,

    April 30, 2007 @ 8:53 AM

    Great thoughts in excellent words….Neetu

  13. Daniel said,

    May 19, 2007 @ 5:35 AM

    just amazing…..

    simply superb prose!!

    gujarati will not lose its way in literature untill poets like Dr.Choksi survive…..

    ‘keva asurya divaso ! kevi ashyam raato !’

    wonderful

    keep it up sir

    may Goddess saraswati give u more inspiration to form such verse.

  14. KUNAL said,

    November 20, 2008 @ 5:56 AM

    namskar, sir
    tamari gazal khub saras che, mane aa gazal ma
    ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
    મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું !
    aa 2 line khub saras laagi.
    aakhone bandh rakhi ne jyarthi tamane joya che
    tame cho enathi vadare tamne joya che
    aa geet mane kyathi malse?
    hu halma 2 varas maate india ni bhar chu to mane kay rite aa geet malse
    BR.

  15. Angel Dholakia said,

    May 13, 2009 @ 1:58 AM

    I JUST CSN SAY,,,,,, “”” SPEECHLESS “”” ONLY “” SPEECHLESS “”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment