ન પૂછ : કેમ સુગંધિત હૃદયની માટી છે ?
ભીની-ભીની ઘણી ઇચ્છાઓને ત્યાં દાટી છે.
ડેનિશ જરીવાલા

દુકાળ – રામચન્દ્ર પટેલ

સામે
સૂમસામ ઊભાં બુઠ્ઠાં ઝાડ,
પહાડ, ઉઘાડાં હાડ…
પથર પથરા પડ્યા ખખડિયાં નારિયેળ !

નદી તો,
કોક આદિવાસી કન્યાનું હાડખોખું
આંખો ફોડીને
ઊભી દિશાઓ,
વેળુ લઈને વાયરો ઊડે…

આભ
છાબ ભરી ભરીને નાંખે અંગારા
બળે પર્ણપીંછાં
વીંઝાય જટાયુ શો સીમવગડો
અહીં કોઈ અગ્નિમુખો ફરે…

પ્હેરો ભરે…
સૂર્યના હાથમાં આપીને ધારિયું !

– રામચન્દ્ર પટેલ

દુકાળ કદી ન જોયો હોય તો પણ તાદૃશ કરી આપે એવું બળકટ અછાંદસ. કવિતાનો આંતરિક લય પણ એવો જ સશક્ત. બુઠ્ઠાં ઝાડ, આદિવાસી કન્યાના હાડપિંજર જેવી સૂકી નદી, જટાયુ જેવો ઘાયલ વગડો અને તડકા જેવો કોઈ દશમુખો… એક-એક કલ્પન રૂંવાડા ઊભા કરી દે એવા છે.

3 Comments »

 1. Atul Jani (Agantuk) said,

  August 13, 2011 @ 3:18 am

  ગુજરાતમાં તો ભરપૂર વરસાદ છે – રામ જાણે ક્યાં દુકાળ પડ્યો હશે !

 2. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  August 13, 2011 @ 11:13 am

  આવું સુંદર અને જીવંત વર્ણન દુકાળનું હોય તો પડવા દો દુકાળો જેટલા પડવા હોય તેટલા.

 3. Dhruti Modi said,

  August 13, 2011 @ 3:48 pm

  સુંદર વર્ણન.ઉપમા સુપેરે યોજીને દુકાળનું સુંદર શબ્દચિત્ર દોર્યું છે. અત્યારે સોમાલિયામાં બરાબર આજ સ્થિતિ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment