મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા ?
ધીમેધીમે આંખ સામે આવતો અંધારપટ.
વિવેક મનહર ટેલર

સો ટકા – મહેશ દાવડકર

હા, ગઝલમાં તો લખાયું સો ટકા,
પણ લખીને ક્યાં જિવાયું સો ટકા ?

આપણે મળતાં રહ્યાં બસ ટેવવશ,
આપણાથી ક્યાં મળાયું સો ટકા !

પારદર્શક થઈને જો તું એકવાર,
કોઈ લાગે નહિ પરાયું સો ટકા.

ઊંઘમાંથી આમ તો જાગી જતાં,
ક્યાં હજી જાગી શકાયું સો ટકા !

ભૂલભૂલૈયા સમું આઅખું જગત,
બહાર ક્યારે નીકળાયું સો ટકા.

બોજ ઇચ્છાનો હતો એથી જ ને,
બોલ તારાથી હસાયું સો ટકા ?

વેશ બદલી રોજ એ તો નીકળે,
મન કદી ક્યાં ઓળખાયું સો ટકા !

– મહેશ દાવડકર

સો ટચના સોના જેવી આ ગઝલને 99.99 માર્ક્સ આપીએ તો પણ અન્યાય છે એટલે સોમાંથી સો ટકા આપીને જ ચાલીએ…

19 Comments »

 1. વિનય ખત્રી said,

  June 3, 2011 @ 2:04 am

  ઊંઘમાંથી આમ તો જાગી જતાં,
  ક્યાં હજી જાગી શકાયું સો ટકા !

  સો ટકા સાચી વાત.

 2. હેમંત પુણેકર said,

  June 3, 2011 @ 3:07 am

  બહુ સુંદર ગઝલ છે! ૧૦૦ ટકા, ગુજરાતી માણસને તરત ગમી જાય એવો રદીફ!

 3. RAJNIKANT SHAH said,

  June 3, 2011 @ 3:42 am

  બોજ ઇચ્છાનો હતો એથી જ ને,
  બોલ તારાથી હસાયું સો ટકા ?

  ??????!!!!
  very good

 4. devika dhruva said,

  June 3, 2011 @ 3:54 am

  ૧૦૦ ટકા…સો ટચના સોના જેવેી વાત…ખુબ સરસ..

 5. Dr. J. K. Nanavati said,

  June 3, 2011 @ 5:02 am

  આ ગઝલ વાચી હજુ ત્યાં એકદમ
  હોંશમાં બોલી જવાયુ, સો ટકા

 6. Dharmendra Rana said,

  June 3, 2011 @ 5:55 am

  ખૂબ જ સુંદર ગઝલ અભિનંદન..

 7. mansukh nariya said,

  June 3, 2011 @ 7:34 am

  વાહ મહેશભાઈ
  સરસ
  મન.ના રયા

 8. Denish said,

  June 3, 2011 @ 7:49 am

  મારા કાવ્યગુરુની આ ગઝલ અહીં જોઈને ખૂબ આનંદ થયો!
  નવી-નક્કોર અને અદ્યપિ અપ્રયોજિત રદીફો એ મહેશસરની ગઝલોનું વૈશિસ્ટ્ય.
  હમણાં જ એમણે નવી-નક્કોર રદીફથી વિભૂસિત નવી ગઝલ સંભળાવેલી.
  આપણે મળતાં રહ્યાં બસ ટેવવશ,
  આપણાથી ક્યાં મળાયું સો ટકા !

  ઊંઘમાંથી આમ તો જાગી જતાં,
  ક્યાં હજી જાગી શકાયું સો ટકા !
  -સુંદર અશ્આર .
  ”ભૂલભૂલૈયા સમું ‘આઅખું’ જગત”માં ‘આખું’ જોઈએ.

 9. pragnaju said,

  June 3, 2011 @ 9:20 am

  ખૂબ સરસ ગઝલ
  ભૂલભૂલૈયા સમું આઅખું જગત,
  બહાર ક્યારે નીકળાયું સો ટકા
  વાહ્
  વમળ ચડે કે ચડે જીવનની ભૂલભૂલૈયા?
  કાલ હતા ક્યાં, આજે ક્યાં ને કાલ હશું ક્યાં?!
  યાદ
  ‘ભૂલભૂલૈયા’માં વિદ્યાએ શાસ્ત્રીય નૃત્ય કર્યું હતું.
  ગીત અને નૃત્ય ઘણાને ખૂબ ગમ્યા…

 10. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  June 3, 2011 @ 9:40 am

  સત્ય વચન સો ટકા;
  ડંકાની ટોચે સો ટકા.

 11. વિહંગ વ્યાસ said,

  June 3, 2011 @ 9:57 am

  સુંદર ગઝલ. કવિએ ફૉનમાં સંભળાવેલી. આજેજ મહેશભાઇએ કિરણસિંહ ચૌહાણે સંપાદન અને પ્રકાશન કરેલો ગઝલસંગ્રહ મળ્યો, તેમનાં પહેલા પાનેજ આ ગઝલ વાંચી. અભિનંદન મહેશભાઇ !

 12. Bharat Trivedi said,

  June 3, 2011 @ 9:57 am

  આ ગઝલ અમને તો ગમી ૧૦૦% !

 13. DHRUTI MODI said,

  June 3, 2011 @ 3:23 pm

  સરસ ગઝલ.

 14. સુનીલ શાહ said,

  June 4, 2011 @ 2:11 am

  સો ટકા.. સાદ્યંત, સુંદર ગઝલ..

 15. Sudhir Patel said,

  June 4, 2011 @ 4:15 pm

  ખૂબ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 16. pragna said,

  June 5, 2011 @ 12:16 pm

  આપણે મળતાં રહ્યાં બસ ટેવવશ,
  આપણાથી ક્યાં મળાયું સો ટકા !

  ઊંઘમાંથી આમ તો જાગી જતાં,
  ક્યાં હજી જાગી શકાયું સો ટકા !

  ખુબજ સુંદર !

 17. P Shah said,

  June 6, 2011 @ 12:13 pm

  વાંચતા જ અંતરને ઊંડાણેથી ‘વાહ’ નીકળી જાય તેવી સાદ્યંત સુંદર ગઝલ !
  કવિને ખૂબ ખૂબ અભિનંદન !

 18. Lata J Hirani said,

  June 8, 2011 @ 8:06 am

  વેશ બદલી રોજ એ તો નીકળે,
  મન કદી ક્યાં ઓળખાયું સો ટકા

  સુન્દર પન્ક્તિ

 19. પ્રતિક મોર said,

  June 12, 2011 @ 8:13 am

  પારદર્શક થઈને જો તું એકવાર,
  કોઈ લાગે નહિ પરાયું સો ટકા.

  સાચેજ, કોઇનો પ્રેમ ક્યારે ઓછો નથી હોતો,
  બસ આપણી અપેક્ષા જ વધારે હોય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment