હરિ! સાંજ ઢળશે!
ફરી સાંજ ઢળશે!
પછી એક સાંજે,
ખરી સાંજ ઢળશે!
– હર્ષા દવે

જીવ્યા કરે – ભરત યાજ્ઞિક

ઓલવાતા શ્વાસ લઈ  માણસ  પછી જીવ્યા કરે,
ચાંગળું અજવાસ લઈ  માણસ પછી જીવ્યા કરે,
એક દરિયો કે નદી કે ઝાંઝવાનો પછી વસવસો
રેતનો  સહેવાસ  લઈ માણસ  પછી જીવ્યા કરે.

– ભરત યાજ્ઞિક

(ચાંગળું=હથેળીમાં સમાય એટલું)

1 Comment »

  1. NRPATELશ્રી,નાગજીભાઈ આર પટેલ said,

    July 8, 2012 @ 2:30 AM

    ભરતજી આપણે મેં આકાશવાણી રાજકોટ પર બહુજ સામ્ભળેલ છે. આભ્હાર સર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment