જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.
વિવેક મનહર ટેલર

ઝાંઝવાને રોજ પંપાળ્યા કરું – બકુલ રાવળ

વાદળાં અષાઢનાં ભાળ્યાં કરું
ઝાંઝવાને રોજ પંપાળ્યા કરું

સંકટો હું ઘર મહીં ઊભાં કરું
બારસાખે ગણપતિ સ્થાપ્યા કરું

ખોરડું તો સાવ ખાલી થઈ ગયું
પોપડાઓ દાનમાં આપ્યા કરું

હું દિગંબર થઈ ફરું મનમાં અને
વસ્ત્રથી તનને ફક્ત ઢાંક્યા કરું

બારણાને આગળા ભીડી દીધા
ઉંબર પર સાથિયા પાડ્યા કરું

ઝાડવાં ભાગોળના વાઢી દીધા
આંગણામાં લીમડા વાવ્યા કરું

આંકડા ઘડિયાળના મારાં ચરણ
કાળનો કાંટો બની વાગ્યા કરું

– બકુલ રાવલ

માણસનો સૌથી મોટો દુશ્મન એ પોતે જ હોય છે.

9 Comments »

  1. રજની માંડલીયા said,

    April 13, 2011 @ 12:44 AM

    વાહ
    વાહ
    આવી જ અમુક રચના ઓ એ મારા જીવન જીવવા માટે ની કેડી ઓ કંડારી છે

  2. Chintan Dave said,

    April 13, 2011 @ 12:55 AM

    વાહ…. વાહ…
    આ રચના વાંચીને મનમાં વર્તમાન માનવીનું જ કલ્પનાચિત્ર ઊભુ થાય છે…

    “હું દિગંબર થઈ ફરું મનમાં અને
    વસ્ત્રથી તનને ફક્ત ઢાંક્યા કરું

    બારણાને આગળા ભીડી દીધા
    ઉંબર પર સાથિયા પાડ્યા કરું ”

    મારી દ્રસ્ટિએ ઉપરોક્ત પંક્તિઓ સચોટ રીતે હાલના લોકોની માનસીકતા રજૂ કરે છે… ખુબ જ સુંદર રચના છે… ખુબ ખુબ ધન્યવાદ….!!

  3. ninad adhyaru said,

    April 13, 2011 @ 4:32 AM

    pratham sher ma ASHAADH ni jagaa a AASHAADH ane paanchma sher ma UMBAR ni jaga a UMBARA hovu joiye. sundar gazal.

  4. Pushpakant Talati said,

    April 13, 2011 @ 7:04 AM

    ખુબજ સરસ રચના – દરેકે દરેક પંક્તિઓ ચડીયાતી છે.
    છતાં જો પસંદગી કરવાની હોય તો મારી નજર નીચેની બે પંક્તિઓ ઉપર જઈ અટકે છે. ;-

    સંકટો હું ઘર મહીં ઊભાં કરું
    બારસાખે ગણપતિ સ્થાપ્યા કરું

    હું દિગંબર થઈ ફરું મનમાં અને
    વસ્ત્રથી તનને ફક્ત ઢાંક્યા કરું

  5. pragnaju said,

    April 13, 2011 @ 9:43 AM

    ખૂબ સુંદર રચના
    ઝાડવાં ભાગોળના વાઢી દીધા
    આંગણામાં લીમડા વાવ્યા કરું

    આંકડા ઘડિયાળના મારાં ચરણ
    કાળનો કાંટો બની વાગ્યા કરું
    વાહ્

  6. DHRUTI MODI said,

    April 13, 2011 @ 3:25 PM

    ખૂબ જ સુંદર રચના.
    સંકટો હું ઘર મહીં ઊભાં કરું
    બારસાખે ગણપતિ સ્થાપ્યા કરું
    તો વળી
    હું દિગંબર થઈ ફરું મનમાં અને
    વસ્ત્રથી તનને ફક્ત ઢાંક્યા કરું
    સરસ વિપ્રલંભ!

  7. Kamal Bhagat said,

    April 14, 2011 @ 4:05 AM

    ખૂબ જ સુંદર રચના.
    હું દિગંબર થઈ ફરું મનમાં અને
    વસ્ત્રથી તનને ફક્ત ઢાંક્યા કરું

  8. rajesh gajjar said,

    April 14, 2011 @ 6:43 AM

    ઝાડવાં ભાગોળના વાઢી દીધા
    આંગણામાં લીમડા વાવ્યા કરું ……
    ખુબ ખુબ અભીનદન….

  9. urvashi parekh said,

    April 14, 2011 @ 11:34 AM

    સરસ અને સુન્દર રચના,
    સંકટો હુ ઘર મહી ઉભા કરુ,
    બારસાખે ગણપતી સ્થાપ્યા કરુ,
    ઝાડ્વા ભાગોળ ના વાઢી દીધા,
    આંગણા માં લિમડા વાવ્યા કરૂ,
    સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment