જીવ તો ચાલ્યો ગયો છે ક્યારનો,
શ્વાસની છે આવ-જા કારણ વગર.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

શીતલ સંગીત : નેટ પર ચોવીસે કલાક ગુજરાતી સંગીતનો વરસાદ

અત્યાર સુધી અહીં અમેરિકામાં રેડિયા પર ગુજરાતી ગીતો સાંભળવાની ઈચ્છા થાય તો એનો એક જ ઉપાય હતો – ટિકિટ કપાવીને ઈંડિયાની વાટ પકડવી ! પણ હવે એક બીજો ઉપાય પણ છે – શીતલ સંગીત નેટ રેડિયો.

કેનેડાથી પ્રસારિત થતું આ નેટ રેડિયો સ્ટેશન ચોવીસે કલાક ગુજરાતી કાર્યક્રમો પીરસે છે. ગુજરાતી ગીત-ગઝલથી માંડીને હાસ્ય કલાકારોના કાર્યક્ર્મો તમે શીતલ સંગીત પર માણી શકો છો. તમને મનગમતા ગીતની ફરમાઈશ પણ બને ત્યાં સુધી શીતલ સંગીત પૂરી કરે છે. એમની વેબસાઈટ પર ગુજરાતી સંગીત કલાકારોનો પરિચય પણ મૂક્યો છે એ સોને પે સુહાગા જેવી વાત છે.

તા.ક. : આ વખતના ચિત્રલેખામાં શીતલ સંગીત પર લેખ આવ્યો છે એ લેખ તમે અહીં વાંચી શકો છો. ( આભાર, જયશ્રી અને ઊર્મિ ! )

15 Comments »

 1. Jayshree said,

  January 19, 2007 @ 10:32 pm

  વાત સાચી હોં ધવલભાઇ…
  જ્યારે અમદાવાદ હતી, ત્યારે પણ રેડિયો મિર્ચી અને વિવિધભારતી પર મોટેભાગે તો હિન્દી ગીતો જ સાંભળ્યા છે, એટલે આ ઓનલાઇન ગુજરાતી રેડિયો ખરેખર ઘણો ગમે છે…. ઓફિસમાં અને ઘરે કાયમના internet connection નો આ ફાયદો.. 🙂
  અને શીતલસંગીત પાસે જે ગુજરાતી ગીતો નો ખજાનો છે ને, એ જોઇને તો ઇર્શ્યા થાય છે… જાણીતા દરેક કલાકારના લગભગ બધા આલ્બમ સિવાય કોઇવાર સાવ અજાણ્યા અને છતાં ઘણા જ સરસ ગીતો સાંભળવા મળે છે.

 2. UrmiSaagaar said,

  January 20, 2007 @ 12:05 am

  ખરેખર હું પણ રેગ્યુલર આ રેડિયો સાંભળું છું… કોમ્પ્યુટર પર કંઇ પણ કામ કરતી વખતે આ રેડિયો તો ચાલુ જ હોય! ખાસ કરીને રાત્રે ૮-૧૦ વાગ્યે… જુના ફિલ્મી ગીતો અને ગુજરાતી ગઝલો! હસુબેન બિહારીનો આ ગુજરાતી ઓનલાઇન રેડિયા માટે ખુબ ખુબ આભાર! ચિત્રલેખામાં આવેલો લેખ મને હસુબેને જ મોકલ્યો છે.. જે હું તમને હમણાં જ મોકલું છું!

 3. Parul said,

  January 25, 2007 @ 6:25 pm

  નાનો હતો (૧૯૫૦ – ૧૯૬૦) ત્યારે એક ગીત ઓલ ઈં્િડ્યા રૅિડયૉ પર થી સાંભ્લઉ હતૂં “ં્માાંડવા ની જુઈ”. પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસિબહારી દેસાઈ, અને બનતા સુધી પીનાકીન શાહ્ – ત્ર્ણ જ્ણાએ મળીને ગાયુ હતું. સુરત નો પોંંક, ખંભાત ની સુતર ફેણી,શંકરિવ્લાસ ની ચાહ્ અને વીઠલની ભેળ ની જેમજ આ ગીત વર્ષોથી પાછળ પડ્યું છે. કોઇ સ્ંભળાવ્શો?

 4. Dinesh Gusani said,

  January 29, 2007 @ 7:47 pm

  સુજ્ઞ મહાશય,
  આજે પ્રથમ વખત આપની આ વેબસાઈટની મુલકાત લીધી અને જાણે જે જોતું હતું તે મળી ગયું.આપને ખુબ ખુબ ધન્યવાદ.નાનો હતો ત્યારે એક કવિતા ભણવામાં આવતી હતી કદાચ કવિ દલપતરામની હશે તેની બે પંક્તિ યાદ છે જે નીચે પ્રમાણે છે,
  ” કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર, કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી?
  કહે ડોશી બાળપણ, ખબર વિના મેઁ ખોયું જવાનીમાં દિવાની તારા જેવી ગતિ રહી.”
  કોઈ આ કવિતાની બાકીની પંક્તિઓ આપી કવિતા પુરી કરી આપશે તો હું આભારી થઈશ.
  દિનેશ ગુસાણી

 5. વિવેક said,

  January 31, 2007 @ 8:24 am

  શ્રી દિનેશભાઈ ગુસાણી,

  કવિ દલપતરામની આ કવિતા અહીં આ સરનામે જ આ શનિવારે આપ માણી શક્શો… ઈંતેજાર ન હોય તો મળવાની મજા ય શી આવે?

 6. » માંડવાની જૂઈ - જીતુભાઇ મહેતા ટહુકો.કોમ said,

  June 28, 2009 @ 12:39 am

  […] દરિયાના મોતી જેવું આ ગીત એક વાચક, પારુલની ફરમાઈશને લીધે સાંભળવામાં આવ્યું. ગીત […]

 7. siddharth desai said,

  July 2, 2009 @ 1:13 am

  ૨૦૦૭થિ શઇતલ સન્ગિત સમ્ભલુ ચ્હુ હસુબેને સુન્દર ફ્મ સન્ગિત અપ્યુ ચ્હે.

 8. falguni said,

  August 23, 2009 @ 1:26 am

  એક વાર આભ ઉચુ કરિ નજર નિચે કરિ ઈશવરે નિચે જોયુ, પન્ખિઓ સહુ ગેલ કરતા હતા, એક માનવિ રદતુ જોયુ. anyone can find this?

 9. પારુલ દેસાઈ said,

  March 9, 2010 @ 8:16 am

  જયશ્રિબેન

  મને પંખી નો માળૉ ફીલ્મ નું “રાજકોટ રંગીલુ શહેર છે” આ ગુજરાતી ગીત સાંભળવુ છે.

  શક્ય છે ???

  પારુલ દેસાઈ

 10. પારુલ દેસાઈ said,

  March 12, 2010 @ 4:18 am

  પ્લીઝ please પ્લીઝ please પ્લીઝ please પ્લીઝ please …..

  મને પંખી નો માળૉ ફીલ્મ નું “રાજકોટ રંગીલુ શહેર છે” આ ગુજરાતી ગીત સાંભળવુ છે.

  મુકો ને………..

  પારુલ દેસાઈ

 11. વિવેક said,

  March 12, 2010 @ 7:18 am

  પ્રિય પારુલબેન,

  લયસ્તરો ગુજરાતી કવિતા અને એના આસ્વાદ માટેની સાઇટ છે.. આપને કોઈ ફિલ્મના ગીતો સાંભળવા હોય તો આપ કદાચ ખોટા દરવાજે ટકોરા મારી રહ્યાં છો. આપ જયશ્રી ભક્તને tahuko.com પર મળી શકો છો…

  આભાર!

 12. viral raval said,

  July 16, 2010 @ 12:24 pm

  jay shri ben mare “kadja kero katko” lokgit sambhalavu che. thai sake to sambhalavjo..

 13. vijaykkumar said,

  August 4, 2010 @ 3:17 am

  વિજયકુમાર

 14. DIPTI said,

  October 13, 2011 @ 1:07 am

  સરસ ખુબજ આનદ થયો ખુબ ખુબ આભાર તમારો.

 15. DIPTI said,

  October 13, 2011 @ 1:13 am

  http://www.4shared.com/audio/7varIGa-/Pankhi_No_Malo-Rajkot_Rangilun.html
  AA KHAS PARUL BEN MATE……….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment