ખુદ તો બની શકું છું હું, છોને ખુદા નથી,
કણ થઈ શકું તો ખૂબ, ભલે અર્બુદા નથી.
વિવેક મનહર ટેલર

ગઝલ – આશા પુરોહિત

તું ગઈ, ને એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

– આશા પુરોહિત

કોઈનાં જવાથી એની સાથે સાથે બીજું શું શું ચાલ્યું જાય છે- એ વિષાદી ભાવને મત્લાથી લઈને મક્તા સુધી દરેક શેર વધુ ને વધુ ઘેરો બનાવે છે… કયા શેરને બેસ્ટ ગણવો એ સવાલનો જવાબ આપવોય અઘરો થઈ પડે એવી મજાની ગઝલ.

20 Comments »

  1. કવિતા મૌર્ય said,

    March 24, 2011 @ 11:57 PM

    એકલા આ મૌનમાં જીવીને શું કરું,
    તું નથી, ને એટલે સંવાદ પણ ગયો.

    હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,
    આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

    ખરેખર બધા જ શેર ચોટદાર થયા છે.
    બહુ સુંદર !!!

  2. વિવેક said,

    March 25, 2011 @ 12:04 AM

    સુંદર ગઝલ… બધા શેર સરસ થયા છે…

  3. gunvant thakkar said,

    March 25, 2011 @ 12:11 AM

    સરળ, સચોટ, અભિવ્યકિત

  4. Deval said,

    March 25, 2011 @ 12:12 AM

    sunder…. 🙂

  5. preetam lakhlani said,

    March 25, 2011 @ 1:39 AM

    સુંદર ગઝલ

  6. ખજિત said,

    March 25, 2011 @ 8:17 AM

    બેહદ અફસોસ એ વાતનો કે આ ગઝલ આજે જોઇ.
    તદન સાચી વાત છે કોઇ શેર એવો નથી જેને બીજા કરતા શ્રેષ્ઠ કહી શકાય, બધા જ આલા દરજ્જા ના છે. આશા પુરોહિત ની એક બહુ પહેલા સાંભળેલી ગઝલ હમણા યાદ નથી આવી રહી, એ પણ એટલી જ ભાવસભર હતી.

    ખૂબ ખૂબ આભાર આ ગઝલ માટે.

  7. suresh kumar vithalani said,

    March 25, 2011 @ 8:42 AM

    maari aa laachar dalilo shodhya kare chhe, tari saatheno ae madhur vivaad pan gayo.

  8. rajesh gajjar said,

    March 25, 2011 @ 9:31 AM

    તને સંબોધવાનો સાદ પણ ગયો.
    બેનમુન…. …..

  9. jigar joshi 'prem' said,

    March 25, 2011 @ 9:49 AM

    સુંદર અભિવ્યક્તિ…

  10. Gaurang Thaker said,

    March 25, 2011 @ 10:04 AM

    મઝાની ગઝલ..વાહ..

  11. chiman Patel "CHAMAN" said,

    March 25, 2011 @ 12:14 PM

    પત્નીના તાજા મ્રુત્યુના સમયે આ ગઝલ મનને હલાવી ગઈ, દિલને રડાવી ગઈ !!

  12. Maheshchandra Naik said,

    March 25, 2011 @ 3:09 PM

    વિષાદની અનુભુતી અને સરસ અભિવ્યક્તિ…………આ ગઝલ માટે આશાબેનને અભિનદન…

  13. જયેન્દ્ર ઠાકર said,

    March 25, 2011 @ 4:16 PM

    ઘણી હ્રદય વેધક છે આ ગઝલ!
    You miss something only if you had it!

  14. sudhir patel said,

    March 25, 2011 @ 9:23 PM

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  15. ચાંદસૂરજ said,

    March 26, 2011 @ 5:48 AM

    દલપતરામ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

    અંધેરી નગરી ને ગંડુ રાજા – દલપતરામ
    ઊંટ – દલપતરામ
    ઋતુઓનું વર્ણન – દલપતરામ
    કરતા જાળ કરોળિયો… – દલપતરામ
    કેડેથી નમેલી ડોશી – દલપતરામ કવિ
    શરણાઈવાળો અને શેઠ – દલપતરામ——-

    ટહુકો પર માણો એમની બીજી કવિતાઓ..

    ઊંટ – દલપતરામ
    કરતા જાળ કરોળિયો… – દલપતરામ
    શરણાઈવાળો અને શેઠ – દલપતરામ

    કવિશ્રી દલપતરામને તેમની પુણ્યતિથિ નિમિત્તે હાર્દિક શ્રધાંજલી.

    કવિ શ્રી દલપતરામની પૂણ્યતિથિ નિમિત્તે એમને યાદ કરી આ રચના માણીએ..!

    Rain and Bay Bridge – Photo: sfexaminer.com

    Rain and Bay Bridge – Photo: sfexaminer.com

    શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
    પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
    ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
    ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.

    ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
    પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
    સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
    બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.

    ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
    લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
    ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
    છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.

    -દલપતરામ

    બંધુશ્રી જીજ્ઞેશભાઈ, ધામશ્રી બરોડા.
    સાદર નમસ્તે સાથ સૌને જય શ્રીકૃષ્ણ.
    સૌ પ્રથમ તો આપના ઈમેઈલ બદલ ખૂબ આભાર.
    સંજોગોવસાત આજે પાંચ દિવસે કોમ્પયુતરની બારી ખોલતા આપના તરફથી ઉત્સાહવર્ધક સમાચાર લઈને અમારે આંગણે પધારેલા એ ઈમેઈલની વિગતો વાંચી આનંદ થયો. હા, આપની વાત સાચી છે કે ‘ચાંદસૂરજ’ મારું તખલ્લુસ છે અને મારું સાચું નામ અને સરનામું નીચે પ્રમાણે છે. આપને એ પણ જણાવવાનું કે અત્યારે ભારતમાં મારું કોઈ નથી અને છેલ્લા પચીસ વર્ષોથી અમે અહીં નેધરલેન્ડસમાં વસીએ છીએ. એ પહેલા આફ્રિકામાં વસવાટ હતો. માટે ભારતમાં મારી પાસે કૉઈ સરનામું નથી. આપને એજ નમ્ર વિનંતી સાથે અંતરની પ્રાર્થના કે મને નીચેને સરનામે મોકલાવશો તો આપનો અત્યંત આભારી થઈશ.
    આ સાથે આપને એ પણ જણાવવાનું કે આપના બ્લોગ ‘અક્ષરનાદ’ પર નિત્ય આવવાની એક ટેવ અને લત લાગી ગઈ છે અને એની જાણકારી બધા મિત્રોને કરતો રહું છું. ખરેખર મનડાને ત્યાંથી ચિંતનનો ખોરાક સાંપડે છે.
    આપના તરફથી પ્રોત્સાહક પ્રત્યુતરની આશા રાખતો,

    ચાંદસૂરજ
    નેધરલેન્ડસ.

    Name – Chandrakant S. Jogia
    Address – Zwanenveld 71-18
    6538 RG Nijmegen
    The Netherlands.
    બંધુશ્રી લક્ષ્મણભાઈ, ધામશ્રી લેસ્ટર.
    સાદર નમસ્તે સાથ સૌને જય શ્રીકૃષ્ણ.
    આજે આપના ગુજરાતી કવિશ્રી દલપતરામની ૧૧૨ મી પૂણ્યતિથિ છે તો એમને યાદ કરી શ્રદ્ધાંજલિ પ્રદાન કરીએ. બચપણમાં ૧૯૫૦ની શાલમાં પ્રાથમિક શાળાના ઓટલે બેસી એમણે કવન કરેલી
    ઋતુઓના વર્ણનને આવરી લેતી કવિતા મોઢે કરતાં એ યાદ આવી ગયું. કેવી સુંદર છે એ કવિતાે આજ પણ ભૂલી ભૂલાય એમ નથી.

    ઋતુઓનું વર્ણન

    શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
    પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
    ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
    ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.

    ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
    પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
    સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
    બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.

    ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
    લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
    ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
    છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.

    -દલપતરામ
    ચાંદસૂરજ
    નેધરલેન્ડસ.
    આ સાથે અક્ષરનાદ ભેટ યોજના ૨ –ગંગાસતીના ભજનો- ને અમલી સ્વરૂપ આપવામાં કીંમતી ફાળો દેનારા એ સર્વે પ્રયજકો, કાર્યક્રતાઓ અને નિર્ણાયકોનો ખૂબ આભાર.
    માતૃશક્તિના ચરણે અણમોલ મુલ્યો પ્રદાન કરીએ !

    ચાલો સંસ્કૃત શીખીએ … ભાગ ૧
    તો આજે શરુઆત “स्व परिचय” થી કરીએ…

    આપણી સંસ્કૃતિના મહાન આદર્શોના સોપાન પર ચલાવી આપણી મૂળભૂત ભાષાના સંસ્કૃતમંદિરના
    ગર્ભાગારમા ભારતીઓને લઈ જવાના આ મહાન પ્રયાસમાં સંડોવાયેલા સર્વને અભિનંદન ! આચારસંહિતાને પાને પૂરાતી આ સંસ્કૃતઆદર્શોની રંગોળીને અંતરથી આવકારીએ.

    બહેનશ્રી સાધનાબહેન, ધામશ્રી લેસ્ટર.
    સાદર નમસ્તે સાથ સૌને જય શ્રીકૃષ્ણ.

    બંધુશ્રી જીજ્ઞેશભાઈ, ધામશ્રી બરોડા.
    સાદર નમસ્તે સાથ સૌને જય શ્રીકૃષ્ણ.
    આપના સૌના તરફથી આરંભિત આ સંસ્કૃત યજ્ઞમાં મનોકામનાઓ અને મંગલ ભાવનાઓના પાવન સમિધ પધરાવીએ અને આભારના આર્ષ ફૂલડાં પ્રદાન કરીએ. આજે આ સાથે સંસ્કૃત બાળપોથીના પ્રથમ પાઠ ભણવાના આનંદનું આલેખન પાઠવું છું. ભૂલ કરી હોય તો વિના સંકોચે દર્શાવવા વિનંતી.

    ચાંદસૂરજ
    નેધરલેન્ડસ
    adhyaru19 at gmail dot com

  16. PRADIP SHETH . BHAVNAGAR said,

    March 27, 2011 @ 11:06 PM

    સરસ રચના……..

  17. Jiny said,

    March 28, 2011 @ 5:11 AM

    Too Good !!!

  18. Bharat said,

    March 29, 2011 @ 12:34 PM

    Bahuj Sunder

  19. DEELJIT BHATTI said,

    March 31, 2011 @ 5:45 AM

    હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,
    આપણા મેળાપનો અપવાદ પણ ગયો

    સુંદર ગઝલ… બધા શેર સરસ થયા છે…

  20. jyoti hirani said,

    April 7, 2011 @ 12:07 PM

    વાહ આશા , તારી ગઝલ્ના દરેક શેર લાજવાબ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment