તેં મને બચપણ દીધું, ગઢપણ દીધું, દીધું મરણ;
તે ન દીધું જીવવાનું કોઈ કારણ, હદ કરી !
રમેશ પારેખ

(અણનમ બનાવીએ) – ઘાયલ

સદ્ધર બનાવીએ અતિ ધરખમ બનાવીએ,
નત મસ્તકોને ઊંચકી અણનમ બનાવીએ.

ખુશ્બોની યાને મહેકની મોસમ બનાવીએ,
આલમથી ભિન્ન આપણી આલમ બનવીએ.

આ પ્રેમનીય હોવી ઘટે ઇષ્ટ યોજના,
અભ્યાસ જેમ પ્રેમનો પણ ક્ર્મ બનાવીએ.

જેની જગતમાં ઉપમા કશે પણ મળે નહીં,
જીવન ગતિને એવી અનુપમ બનાવીએ.

આપસમાં મેળ હોય તો વમળોની શી વિસાત!
‘મનમેળ’ને જ નાવનો માલમ બનાવીએ.

એ રામભક્ત હો કે હો બંદો રહીમનો,
હમદર્દ હોય એમને હમદમ બનાવીએ.

‘ઘાયલ’- જે ઘાવ શત્રુનાયે રૂઝવી શકે,
એક એવો લેપ યાને કે મરહમ બનાવીએ.

– અમૃત ઘાયલ

જીંદગીને સરળ કરી નાખે એવી સલાહ, ‘ઘાયલ’ના શબ્દોમાં.

9 Comments »

 1. sapana said,

  March 14, 2011 @ 11:06 pm

  એ રામભક્ત હો કે હો બંદો રહીમનો,
  હમદર્દ હોય એમને હમદમ બનાવીએ.

  ઘાયલ સાહેબની સુંદર ગઝલ્!
  સપના

 2. વિવેક said,

  March 15, 2011 @ 12:58 am

  સુંદર !

 3. Deval said,

  March 15, 2011 @ 5:08 am

  Ghayal saheb ma to maja padvani j ne!! Vivek ji, Dhaval ji and all the bloggers…let me know wot is “malam”? is there any difference b/w “Malam”, “Nakhuda”, “Navik” n “Khalasi”?!

 4. જયેન્દ્ર ઠાકર said,

  March 15, 2011 @ 7:22 am

  સુન્દર ગઝલ છે!

 5. pragnaju said,

  March 15, 2011 @ 8:01 am

  ‘ઘાયલ’- જે ઘાવ શત્રુનાયે રૂઝવી શકે,
  એક એવો લેપ યાને કે મરહમ બનાવીએ.
  વાહ
  દે ખુદા મરહમ સરીખો હમસફર
  તે પછી દેજે સફરમાં ઘાવ તું.
  પણ
  સામાન્ય નાગરિકની વેદના અને આક્રોશનો પડઘો પાડે કે
  ઇસ બાર મૈં ના મરહમ લગાઉંગા
  ના હી ઉઠાંઉગા રુઇ કે ફાહે
  ઔર ના હી કહુંગા કિ તુમ આંખે બંદ કર લો,
  ગર્દન ઉધર કર લો મૈં દવા લગાતા હું
  દેખને દૂંગા સબકો
  હમ સબકો
  ખુલે નંગે ઘાવ
  ઇસ બાર નહીં
  તો કોઈ
  જમાના એ દિધા છે ઝખમ એટલાં,
  હવે કોઈ મરહમ લગાવે તોય દર્દ થાય છે!
  મરહમ નહીં હૈ ઇસકે જખમ઼કા જહાઁમને.
  શમ્શેરે-હિજ્ર સોં જો હુઆ હૈ ફિગા઼ર દિલ

 6. sudhir patel said,

  March 15, 2011 @ 10:01 pm

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 7. Maheshchandra Naik said,

  March 17, 2011 @ 10:47 pm

  સરસ ગઝલ……………ઘાયલ સાહેબને સલામ………………….

 8. MG Dumasia said,

  March 18, 2011 @ 8:32 am

  ઘાયલ સાહેબ જે મરહમની વાત કરે છે….તે તો છે કોઈ પણ જાતની શરત વિનાનો નિર્વ્યાજ પ્રેમ ……..”મન”

 9. Dr.m.m.dave. said,

  September 21, 2011 @ 2:21 pm

  ઘાયલ સાહેબ ને સલામ,તેમની યાદ ખરેખ્ર મરહમ બની ગઇ. આપ અમર રહો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment