એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા
જવાહર બક્ષી

અજવાળું, હવે અજવાળું – દાસી જીવણ ( જીવણ સાહેબ)

અજવાળું, હવે અજવાળું
ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું.

સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,
ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. – ગુરુ આજ

જ્ઞાન ગરીબી, સંતની સેવા,
પ્રેમભક્તિનો સંગ હવે પાળું. – ગુરુ આજ

ખીમ*ને ભાણ* રવિ* રમતા રામા, તે
જ તત્વમાં ગુરુ, તમને ભાળું. – ગુરુ આજ

દાસી જીવણ સત ભીમ*નાં ચરણાં,
અવર દુજો ધણી નહીં ધારું . – ગુરુ આજ

દાસી જીવણ ( જીવણ સાહેબ)

( *= ગુરુઓના નામ )
18મી સદી ઉત્તરાર્ધના, રવિભાણ સંપ્રદાયના સંત પુરુષ. દેખાવે આકર્ષક હતા અને વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા. પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા.

1 Comment »

 1. વિવેક said,

  December 20, 2006 @ 9:33 am

  ગુરુભક્તિને રજૂ કરતું સુંદર પદ. કબીરની વાત યાદ આવી જાય છે:

  ગુરુ ગોવિંદ દોઉ દ્વાર ખડે, કાકે લાગું પાય?
  બલિહારી ગુરુ આપને, ગોવિંદ દિયો દિખાય.

  ( ગુરુ અને ઈશ્વર બંને દરવાજે આવી ઊભા છે ત્યારે મૂંઝવણ એ છે કે કોને પહેલાં પગે લાગું? ગુરુને જ સ્તો. એણે જ તો ઈશ્વરદર્શનનો માર્ગ સૂઝાડ્યો છે ને!)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment